SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ આજ સાલમાં મુનિશ્રી માણેકવિજયજીના ઉપદેશથી શેઠજીએ શ્રાવણ માસમાં ચેથા વ્રતનું પચ્ચખાણ પત્રીસહિત કર્યું તે પ્રસંગે સ્ત્રી તથા પુરૂષે કુલ મળી ૨૦ જણાએાએ ચેથા વ્રતનું પચ્ચખાણ લીધું, તેમાં પુરૂષોને બીનખાપના બટવા અને સ્ત્રીઓને બીનખાપની કથબીઓ આપી હતી. તેમજ તે વખતે શેઠજીએ વિશસ્થાનકનું તપ પણ કર્યું હતું તેમાં સ્ત્રી તથા પુરૂષો મળી કુલ ૫૦ માણસોની સંખ્યા હતી. તે તપ પ્રસંગે શેઠજીએ ચાર વખત સ્વામીવત્સલ કર્યું હતું. આ ઉત્સવ નિ. મિત્ત જેનશાળાથી દાદાવાડીમાં જતાં બેંડવાજા વિગેરે સાથે હતાં ને એ શુભ દર્શનની ખાતર સંઘના માણસો આશરે ૧૨૦૦ હતાં તે સવેને સદરહુ શેઠજીએ શ્રીફળની પ્રભાવના કરી રૂા. ૪૦૦ ખર્ચા. ૧૬૫ માં જામનગરમાં ખરતર ગચ્છના ઉપાશ્રયમાં જ્ઞાનશાળા બંધાવવામાં રૂા. (૫૦૦૦) પાંચ હજારની મદદ આપી અને તેમાં સદ્દગૃહસ્થાએ શેઠ છના કુટુંબ વિગેરેના નામને શિલાલેખ નાખે. ૧૯૬૬ માં છેલ ગામમાં ઉપાશ્રયની ઘણું મુશ્કેલી હેવાથી શેઠજીએ ત્યાંના સંઘને રૂા. ૨૭૦૦ આપી ઉપાશ્રય બંધાવી પોતાના ધનને સદુપયોગ કર્યો અને ત્યાં પ્રેળન સંઘે તે શેઠજી તથા શેઠજીના કુટુંબને શિલાલેખ જોડે છે તથા જામનગરમાં જ્ઞાનશાળામાં કૃપાચંદ્રજી ૧૧ થાણાની સાથે બિરાજતા હતા તેમના ચાતુર્માસ પૂર્ણ થયા પછી માર્ગ શીર્ષ માસમાં ઉપધાન કરી રૂ. પ૦૦ વાપર્યા. ૧૬૧ થી ૧૯૬૬ એટલે વરસ પાંચસુધી શેઠજીએ દર વર્ષે રૂ. ૬૦ લેખે રૂ. ૩૦૦ સિદ્ધક્ષેત્રના બાલાશ્રમમાં શુભ માગે વાપર્યા. ૧૯૬૭ ના અષાઢ માસમાં શેઠજીએ સિદ્ધગિરિમાં જઈ ચેમાસું કર્યું ત્યાં પ્રભાવના, સ્વામીવાત્સલ તથા જિનભક્તિ વિગેરે કરી રૂપીઆ ૧૦૦૦ શુભ માગે ખર્ચા. ૧૬૮માં શેઠજીએ વિધિવિધાનની રીતે નવાણું યાત્રા તથા એકાસનાનું તપ કરી પ્રભાવના અને સ્વામીવત્સલ તેમજ જિનભક્તિ વિગેરે કરી. મુનિશ્રી કપૂરવિજયજીના ઉપદેશથી નવાણું યાત્રાનાં પુસ્તક ૨૫૦૦ તથા શ્રાવક કલ્પતરૂનાં પુસ્તકે ૫૦૦ છપાવ્યાં અને તે પુસ્તક સિદ્ધગિરિમાં તથા જામનગર વિગેરેમાં શ્રાવક તથા શ્રાવિકાઓને ભેટતરીકે મોકલી આપ્યાં તથા તે સિવાય ત્યાં પાલીતાણામાં સાધુ તથા સાધ્વીએને બીજા જોઈતાં પુસ્તકે બહાર ગામથી મગાવી વહેરાવ્યાં અને તેમાં રૂપીઆ ૧૦૦૦ ખર્ચા,
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy