________________
૧૩૦૦ કસ્તુરચંદ કશળચંદ. ૧૦૦૦ સ્વર્ગસ્થ ઘેલાભાઈ કશળચંદ હા. તેના વિધવા બેન
ઝડાવ,
૧૯૬૧ માં જામનગરથી ગિરનારજી તથા સિદ્ધક્ષેત્રની યાત્રા માટે સંઘ કાઢવાથી
સદરહુ શેઠજી તથા ગલાલચંદ ખીમજી એક મિત્રએ ચાર ચાર હજાર રૂપીઆ શેઠ પ્રેમચંદ કેશવજીને ઉધડ આપ્યા અને આ સંઘમાં કુલ માણસે ૧૫૦૦ થયાં હુતાં તેમાં સદરહુ શેઠજીનાં સગાંવહાલાંનું ખર્ચ શેઠજી ઉપર હતું એટલે તેમાં બે હજાર રૂપીઆ ખર્ચા તેમજ ગલાલચંદ ખીમજીભાઈએ પોતાના સગાંનું ખર્ચ પિતાઉપર રાખ્યું હતું.
આ સંઘમાં મુનિશ્રી કેશરવિજયજી તથા મેતીવિજ્યજી તથા જામનગરવાળા મુનિશ્રી વિનયવિજયજી વિગેરે તેમજ સાધવીએ મળી ૩૦ ઠાણ સંઘમાં શેલારૂપે હતાં.
આવા પૂજનીય મુનિશ્રીઓના પ્રતાપથી વીપુરના રાજા તથા ગેંડલના રાજા સાહેબ પાણી સાથે દર્શનનો લાભ લેવા પધાર્યા હતા. તેમજ આ સંઘ એટલે બધે પૂજનીય થઈ પડયે કે જુનાગઢ સ્ટેટના નવાબ સાહેબતરફથી પણ સંઘને જમાડવામાં આવ્યું હતું.
આ સંઘનિમિતે કુલ ખર્ચ (૨૦૦૦૦) વીશ હજાર રૂપીઆથી વધારે થયે હતો.
આવા શુભ પ્રસંગે પંન્યાસજી કેશરવિજયજીના ઉપદેશથી સદરહુ શેઠ કસ્તુરભાઈએ વડાળના ઉપાશ્રયમાટે રૂા. ૨૦૦ બસે આપી
પોતાની ધર્મકાર્યની ફરજ અદા કરી. ૧૯૬૨ માં શેઠજી ભાવનગરની જૈનધર્મપ્રસારકસભાના લાઈફ મેંબર રૂા. ૫૧
આપીને થયા. ૧૯૬૪ માં શા. કસ્તુરભાઈનાં માતુશ્રીએ શ્રીસિદ્ધગિરિમાં ચોમાસું રંભા
બેનની સાથે કર્યું અને તે પ્રસંગે શેઠજી પાલીતાણે ગયા ત્યાં મુનિશ્રી હંસવિજયજીના શિષ્ય પંન્યાસજી સંપતવિજયજી તથા મુનિ મેહન લાલજીના શિષ્ય હરખ મુનિ પંન્યાસજી પાસે જે શ્રાવક તથા શ્રાવિકાનો વર્ગ ઉપધાન કરતા હતા તે વર્ગને મુનિશ્રીના ઉપદેશથી શેઠજીએ સ્વામીવાત્સલ કર્યું. તેમાં રૂા. ૭૦૦ ખર્યા અને વાગડમાં ચિંતામણિ પાર્શ્વનાથના જીર્ણોદ્ધારની મદદમાં રૂા. ૧૦૦ આપ્યા અને સિદ્ધગિરિમાં દાદાને કુલ તથા પસંબંધી રૂા. ૧૨૫ આખ્યા,