________________
પરિચ્છેદ.
મઘનિષેધ–અધિકાર
:
૨૬૭
કવિ વિદ્વાન્ પુરૂષોને સંબોધીને કહે છે. व्रततपोयमसंयमनाशिनी, निखिलदोषकरी मदिरां पिबन् । वदत धर्मवचोगतचेतनाः, किमु परं पुरुषस्य विडम्बनम् ॥ १६ ॥
ધર્મવચનમાં જેઓની બુદ્ધિ પ્રવિષ્ટ થયેલી છે એવા હે (સુજ્ઞ) પુરૂષ! કહો વ્રત, તપ, યમ, સંયમ વિગેરેને નાશ કરનારી અને સમગ્ર દેને ઉત્પન્ન કરનારી મદિરાનું જે પાન કરી રહ્યા છે, તે પુરૂષને બીજું શું સંતાપ કરે છે? ૧૬.
આ મદિરાનું નિત્યકર્મ. श्रयति पापमपाकुरुते वृष, त्यजति सद्गुणमन्यमुपाजते ।
व्रजति दुर्गतिमस्यति सद्गति, किमथवा कुरुते न मुरारतः ॥ १७॥ . . મદિરામાં પ્રીતિવાળો પુરૂષ પાપને આશ્રય કરે છે, ધર્મને નાશ કરે છે, સદ્દગુણને ત્યાગ કરે છે અને અસત (દુષ્ટ) ગુણને મેળવે છે. તેમજ દુર્ગતિને પામે છે અને સદ્ગતિને નાશ કરે છે અથવા સુરામત્ત મનુષ્ય બીજું શું કરતો નથી? , ૧૭.
- મદિરામરની યમલેકમાં કઢંગી સ્થિતિ. नरकसङ्गमनं सुखनाशनं, व्रजति यः परिपीय सुरारसम् । बत विदायें मुखं परिपायते, प्रचुरदुःखमयो ध्रुवमत्र सः ॥ १८ ॥
અત્ર જે મનુષ્ય નરકને આપનાર, સુખોને નાશ કરનાર એવા દારૂના રસનું પાન કરીને પરલોકમાં જાય છે ત્યાં નક્કી યમના દૂતે તેનું હેઠું ફાડિને ઘણું દુઃખને આપનાર લેઢાને રસ તેમાં રેડે છે. હા એ ખેદની વાર્તા છે. તે પણ પામર પ્રાણીઓ આ મદિરાના વ્યસનથી વિરમતા નથી. ૧૮.
મદિરાનો ત્યાગ કરવાનું કારણ पिबति यो मदिरामथ लोलुपः, श्रयति दुर्गतिदुःखमसौ जनः । इति विचिन्त्य महामतयविधा, परिहरन्ति सदा मदिरारसम् ॥ १९ ॥
જે લુપ (લુખ્ય) મનુષ્ય મદિરાનું પાન કરે છે, તે નરક (તિયંચાદિ દુર્ગતિ) ના દુઃખનેજ આશ્રય કરે છે, એમ વિચાર કરીને મહા (વિ. શાળ) બુદ્ધિવાળા પુરૂષે મન, વચન, કાયા તથા કર્તા, કારયિતા, અનુદિતા એમ ત્રણ પ્રકારે સદા મદિરાના રસને ત્યાગ કરે છે. ૧૯