________________
૨
* ધર્મશ્રદ્ધા. હું મુક્તિપુરીમાં જવા માટે ધર્મરૂપી પગથીઆની ૨૮૮૪ રૂપીઆ
ખચીને બાંધેલ નીસરણી." ૧૯૧૯માં જામનગરવાળા ઝવેરી વીરચંદ ખીમજી પોતાના (શા. કસ્તુરચંદ
ભાઇના) નિકટના સંબંધી હતા ને તેમણે જામનગરથી સિદ્ધક્ષેત્ર તથા ગીરનારની યાત્રામાટે સંઘ કાઢયે તેમાં પોતાના પિતાને યાત્રામાટે નિમંત્રણ થતાં પોતે તથા ભાઈ કરશન બેઉ જણે પોતાના પિતા સાથે
બિનખચે બે માસસુધી યાત્રા કરી. ૧૯૪૪ માં પોતાની સ્થિતિ ઘણી પ્રશંસનીય હેવાથી સહકુટુંબ મુંબઈથી
નીકળી ભોયણી તથા પાલીતાણાની યાત્રા કરી રૂ. ૨૦૦) ખર્ચા. ૧૯૪૬ માં મુંબઈમાં પૂજ્ય મુનિશ્રી મેહનલાલજીને સમાગમ થતાં તેમની
શુભ પ્રેરણાથી ધર્મકાર્યોમાં આગળ વધવા લાગ્યા અને કેટલીક ખાસ
બાધા લીધી. ૧૯૪૭ માં. પિતાના તીર્થસ્વરૂપ માતાપિતા પોતાના વતનમાંથી નીકળી મુંબઈ
આવ્યાં, તેથી પિતે ઘણુ હર્ષિત થઈ માતાપિતાની શ્રવણની માફક સેવા કરવા લાગ્યા અને જ્યારે માતાપિતાએ ચોથું વ્રત આચર્યું ત્યારે પિતે તે પ્રસંગે પ્રભાવનાની સાથે ભાયખાળાને દેરાસર પૂજા ભણાવી અને ત્યાંની ધર્મશાળામાં અડદીઆ લાડુનું સ્વામીવાત્સલ્ય કર્યું, રૂ.
૪૦૦ ખર્ચા. ૧૯૫૨ માં કાર્તિક માસમાં કસ્તુરભાઈએ એવું પચ્ચખાણ લીધું કે જીદગીપર્યંત
સિદ્ધગીરિ જવું, ઘર તથા ઘરેણુ તેમજ રોકડ મળી (૨૦૦૦૦) વીશ હજાર રૂપીઆથી વધારે રકમ નહિ રાખવાને પરિગ્રહ કર્યો. તેમજ બાર વત પણ સ્કૂલથી લીધાં હતાં.
આ સાલના ચિત્ર માસમાં અનેક ગુણસંપન્ન સુશીલ પૂજ્ય માતુશ્રી પાંચી બેન પાલીતાણે નવાણું યાત્રા કરતાં હતાં, તે દરમ્યાન સદરહુ શેઠ પાલીતાણે જઈ પૂજા ભણાવી તથા સ્વામીવાત્સલ્ય કર્યું. રૂ. ૩૦૦ ખર્ચા. સિદ્ધગીરિમાં હજુ પણ યાત્રા પ્રસંગે જતાં તે પ્રસંગે પાત સ્વામી વત્સલ કરી છે. ત્યારથી આરંભીને દર વર્ષે શુભ ખાતામાં રૂ. ૫૦૦ વાપર્યા કરે છે.
* શા. કસ્તુરચંદભાઈએ ૨૮૮૪૬ થી ઉપરાંત રૂપીઆ શુભ માર્ગે ખર્ચા છે,