________________
અમ
*
નામ
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ-ભાગ ૨ જે.
અયોગ્યના સમાગમથી ખેદ. यद्यपि न भवति हानिः, परकीयां चरति रासभे द्राक्षां । असमञ्जसं च दृष्ट्वा, तथापि नः खिद्यते चेतः ॥३॥
સૂરિમુવી . ગધેડે બીજા મનુષ્યની પ્રાખને ચરી રહ્યા છે એટલે કે (આપણને કઇ જાતની) ઓટ નથી પરંતુ આ બન્નેને સમાગમ અગ્ય છે એટલે ગધેડે નીચે પ્રાણી છે અને દ્રાક્ષા ઉત્તમ પ્રકારનું ભક્ષણ છે. એમ જોઈને ચિત્ત ખેદ કરે છે. ૩.
ભવ્યાત્મા સારગ્રાહી છે.
ઉપજ્ઞાતિ. मुखायते तीर्थकरस्य वाणी, भव्यस्य जीवस्य न चेतरस्य । मुखायते सर्वजनस्य मेघो, यवासकस्यैव सुखायते न ॥ ४ ॥
રાથષિ. ' તીર્થંકર ભગવાનની વાણું ઉત્તમ જીવને સુખરૂપ થાય છે અને નીચ મનુષ્યને તે સુખરૂપ થતી નથી ત્યાં દષ્ટાંન્ત આપે છે કે–વર્ષાદ સર્વ જનસમાજને સુખરૂપ થાય છે પરંતુ જવાસા નામના ઘાસના છોડને તે સુખરૂપ થતો નથી એટલે બીજી વૃક્ષો વર્ષાદ આવવાથી નવપલ્લવ થાય છે ત્યારે . જવાસે સુકાઈ જાય છે. ૪.
રસીલે રસ જાણે છે.
वसन्ततिलका. वक्तुर्विशेषमधुरैर्वचनमपञ्चैश्चित्तं भिनत्ति रसिकस्य न चेतरस्य । पीयूषपूररचितैरपि चन्द्रपादै चन्द्रकान्तमणयः खलु ते द्रवन्ति ॥ ५॥
ત્તિ મુવિછી. વક્તા પુરૂષના વિશેષ મધુર એવાં વચનના સમૂહથી રસિક (રસ) પુરૂષનું ચિત્ત ભેદાઈ જાય છે એટલે શ્રવણથી પીગળી જાય છે પરંતુ મૂખનું નહિ. કારણકે અમૃતના પ્રવાહથી રચાયેલ એવા ચન્દ્રનાં કિરણે છે તેનાથી જે ચંન્દ્રકાન્ત નામના મણિઓ છે તે દ્રવીભૂત થઈ જાય છે એટલે પીગળીને પાણી થાય છે પણ બીજા પથરામાં તેની અસર થતી નથી, ૫.