________________
૧૬૬
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે.
સક્ષમ
૧૫
વાણી વિના વાત કે વિનોદ ન કરાય કશે, વાણું વિના શરીરની શોભા ધૂળધાણી છે; વાણ વિના નામ ઠામ આજ બધાં ક્યાંથી હોય, વાણી વશ હેય તેને કરે કમાણી છે; કેશવ કહોને વાણી વિના કેમ ચાલે ભાઈ, વાટે ઘાટે વાહ વાહ વાણુ ઉભરાણું છે.
- કેશવ, *વાણીયે વેપાર થાય વાણીયે ઉગાર થાય, રાજ કારભાર સાર વાણીયે પ્રમાણયે; વાણીયેજ જ્ઞાનને વિજ્ઞાન અનુમાન થાય, જે વિના યથાર્થ જગદીશ નહિ જાણીયે; વાણીયે ન હોત તે ન હોત માણસાઈ મૂલ, એ થકી અધિક કહે ખૂબ શું વખાણયે; કહે દલપતરામ જે કહું હરેક કામ, વિશ્વમાં વિશેષ તે વિખ્યાત કર્યું વાણીએ; બેલે એક બોલ તેના તેલથી તપાસીએ તે. વરતી શકાય તેની વાત નીત વાણીએ; કેવી ચાલ કે માલ કે તેને બધે તાલ, પૂછયા પાખી પણ પરિપૂરણ પ્રમાણીએ; લકડના લાડુ તણુ નામથી તમામ ગુણ, દાખે દલપત આપ અંતરમાં આણીએ: પંડયાણીનું પૂરું કુળ પૂછયા પાખી પ્રીછી લે, દીકરાનું નામ જ્યારે દાઉદીઓ જાણુએ
દલપત. વાણીની પ્રબળ શક્તિ. + ભયંકર શબ્દને ધ્વનિ કણે આવતાં મનુષ્ય, શાથી થથરી જાય છે? શબ્દમાં એવું શું રહ્યું હોય છે કે મનુષ્ય ભયથી કરે છે? કરૂણાજનક શબ્દને ધ્વનિ કણે પડતાં મનુષ્યનાં નેત્રમાંથી શાથી અશ્રુ ખરે છે? અશ્ર આવવા જેવી સ્કૂલ ક્રિયા શબ્દથી પ્રકટેલી શું તમે નથી અનુભવી? ચાકુથી શેરડી કાપતાં ઘણું વખત જે કચડકું અવાજ થાય છે તેથી ઘણું નબળા
* આ કવિતા વાણી તથા વાણીઆઉપર દ્વિઅર્થે યોજેલી છે. + અધ્યાત્મ બળપષક ગ્રંથમાળા-પ્રથમ અક્ષ,