SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. સક્ષમ वाण्येका समलङ्करोति पुरुषं या संस्कृता धार्यते, क्षीयन्ते खलु भूषणानि सततं वाग्भूपणं भूषणम् ॥ ९॥ भर्तृहरिवैराग्यशतक. બાજુબંધ મનુષ્યને શણગારતા નથી. ચંદ્ર જેવા પ્રકાશિત હારે શોભા આપતા નથી, સ્નાન ભાવતું નથી, (કેવડા વિગેરેનું) અત્તર શોભા આપતું નથી. પુષ્પની માળા શણગારતી નથી, કુલેલ તેલથી શોભિત વાળ શોભા આપતા નથી, પરંતુ ફક્ત સંસ્કાર પામેલી (શુદ્ધ) વાણીજ પુરૂષને શોભા આપે છે. (ઘરેણાંરૂપે શોભે છે; કારણકે બીજાં અમૂલ્ય ઘરેણું કાળે કરીને ઘસાઈ જાય છે પણ મધુરવાણીરૂપી જે ધરેણું છે તે જ અક્ષય ઘરેણું છે. ૯ જિનવાણી સેવ્યાથી થતા લાભ. धर्म जागरयत्ययं विघटयत्युत्थापयत्युत्पथं, भित्ते मत्सरमुच्छिनत्ति कुनयं मनाति मिथ्यामतिम् । वैराग्यं वितनोति पुष्यति कृपां मुष्णाति तृष्णां च यનૈનં મતગતિ પથતિ સ્થાપત્યવીતે છતી | ૨૦ | - सिन्दूरप्रकर. - પંડિત જે જિન પ્રવચનને પૂજે છે, વિસ્તારે છે, ધ્યાન ધરે છે અને તેને અભ્યાસ કરે છે તે જિન પ્રવચન ધર્મને પ્રકાશે છે, પાપને દૂર કરે છે, અનાચારને ઉચ્છેદ કરે છે, મત્સર (ગુણિ પુરૂષમાં દ્વેષભાવ) ને નષ્ટ કરે છે, અન્યાયને છેદે છે, કપટમય બુદ્ધિને દૂર કરે છે, વિરાગ્યને વિસ્તારે છે, દયાનું પિષણ કરે છે, લેભને દૂર ખસડે છે. (અર્થાત્ જેણે જિનમત સેવ્યે તેણે ઉપર દર્શાવેલી સર્વ વસ્તુ કરી લીધી એમ માનવું. તેથી જિનપ્રણીત સિદ્ધાંતનું સેવન કરવું.) ૧૦. સિદ્ધાંતશ્રવણનું ફળ. अंह संहतिभूधरे कुलिशति क्रोधानले नीरति, ___ स्फुजन्नाघतमोभरे मिहिरति श्रेयोद्रुमे मेघति । माघन्मोहसमुद्रशोषणविधौ कुम्भोद्भवत्यन्वहं, सम्यग्धर्मविचारसारवचनस्वाकर्णनन्देहिनाम् ॥ ११ ॥ સમ્યધર્મના વિચારના સારભૂત વચનનું સારી રીતે કરેલું શ્રવણ મનુષ્યના પાપના પંજરૂપી પર્વતને વજારૂપ થાય છે, કેધરૂપ અગ્નિને જલરૂપ
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy