SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ખરખર ઉપકાર કરેલ છે કે જેના ઉપદેશ તથા તપશ્ચર્યાથી શ્રાવક તથા શ્રાવિ. કાઓને ઉચ્ચ સ્થાનમાં જવાને મદદ મળી છે. સંવત ૧૯૫૭ની સાલમાં કમલેગે પિતાને સ્વર્ગમાં નિવાસ થયે તે જોઈ પોતાના મનમાં ઉદ્દભર્યું કે અહો! આ વખત દરેક જીવને આવવાને છે તે આવા દુખમય સંસારમાં મારે શાવાસ્તે ફેતર્યા ખાંડવાં? કે જેનું ફળ કંઈજ નહિ. એવા ઉમદા વિચારને આધીન થઈ ફક્ત બાર વરસની ઉમ્મરમાં પતે વૈરાગ્યભાવ પામી સ્થાનકવાસીમાં ગંડલના સંઘાડામાં દેવચંદજી સ્વામી પાસે દીક્ષા લીધી અને પિતાનું નામ અમૃતલાલસ્વામી રાખ્યું હતું. એમણે આઠ વર્ષ સુધી અભ્યાસની સાથે શાસ્ત્રાંકન કરવા માંડયું. દશવૈકાલિકસૂત્ર વાંચવાનો પ્રસંગ ઉત્પન્ન થયા અને તે સૂત્રના આઠમા અધ્યાયની એક ગાથામાં પ્રતિમામંડનની સાબીતી ભાસવા લાગી તે ઉપરથી ગુરૂજી મહારાજશ્રી દેવચંદજી સ્વામીને પૃછા કરતાં તેમણે નકારમાં જવાબ આપ્યા અને કીધું કે તારી શંકા નિમૂળ છે પણ તેમના અંતઃકરણમાં તે ઉપરથી શંકાએ વધારે મજબૂત સ્થાન કર્યું. તપસ્વીજી માણેકચંદ સ્વામીને સમાગમ થતાં સદરહુ પ્રશ્ન તેમને પણ પૂછે, તેમણે પણ મનના સમાધાનપૂર્વક જવાબ નહિ આપતાં સમજણમાં ખામી બતાવી. કેટલીક મુદત વીત્યા પછી તપાગચ્છના સાધુ મહારાજજી બુદ્ધિસાગરનો સમાગમ થતાં તેમણે યુક્તિપ્રયુકિતથી શાંતિપૂર્વક શાસ્ત્રના અભિપ્રાય સાથે તેમના મનનું સમાધાન કરતાં જણાવ્યું કે ભગવતીજી, રાયપ્રણ, વાભિગમ વિગેરે શાસ્ત્રમાં મૂર્તિમંડનનાં અનેક પ્રમાણે છે. તેથી સદરહુ સ્વામી અમૃતલાલનું મન નિર્ણયઉપર આવી ગયું. શેડ વખત જવા દઈ સદરહુ સ્વામી અમૃતલાલ, પન્યાસજીશ્રી ચતુરવિજય મહારાજશ્રીના શિષ્ય ખેમવિજયજી મહારાજ પાસે સ્થાનકવાસીમાંથી છુટા પડી જેનશ્વેતાંબરમાં પાટણ શહેરમાં ઘણી ધામધૂમથી દીક્ષા લઈ અમૃતવિજયજી તરીકે પ્રસિદ્ધ થયા અને વડી દીક્ષાને પણ પ્રસંગ તેજ શહેરમાં થયા હતા. સદરહુ મહારાજજીએ પ્રથમ ચાતુર્માસમાં ખંતપૂર્વક પાંચ પ્રતિકમણ, સાધુ આવશ્યકની ક્રિયા તથા બીજી સર્વ ક્રિયા કરી અને અઠ્ઠાઈ મહત્સવ કર્યો. બીજું ચોમાસું ધ્રાંગધ્રામાં થયું. ત્યાં ફાગણ માસમાં દશ ઉપવાસ કર્યા હતા તથા એક માસખમણું કર્યું હતું. ચાતુર્માસ પૂર્ણ થયા બાદ વિહાર કરી અમદાવાદના સંઘના અગ્રેસરે શેઠીઆના આગ્રહથી સંઘમાં સાથે રહી પાલીતાણુની યાત્રા કરી અને ફાગણ માસમાં ૧૧ ઉપવાસ કરી અશુભ કર્મને
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy