________________
| શ્રી પૂજ્ય તપસ્વીજી અમૃતવિજયજી મહારાજનું
ટુંક સારરૂપ જન્મ ચરિત્ર.
नरवं दुर्लभं लोके, विद्या तत्र सुदुर्लभा । कवित्वं दुर्लभं तत्र, तपस्तत्र सुदुर्लभम् ॥
માર. જગમાં મનુષ્યજન્મ મેળવે એ દુર્લભ છે, મનુષ્યજન્મમાં સદ્વિઘાની પ્રાપ્તિ દુર્લભ છે. વિદ્યા મેળવ્યા પછી કવિત્વશક્તિ મેળવવી એ પણ કઠિન છે અને કદાચ એ ત્રણેની પ્રાપ્તિ થઈ તે પણ તપશ્ચર્યા કરવી એ કઠિનમાં કઠિન કામ છે.
- જ્યારે આપણે ઉત્તમ પ્રકારના મનુષ્યના ગુણાનુવાદથી આનંદ મેળવી આગળ વધીએ છીએ, ત્યારે સંસારનો ત્યાગ કરનાર ઉત્તમ પ્રકારના કેઈ કંચન કામિનીના ત્યાગી તપસ્વીના યશગાનનું શ્રવણ કરી અતિ સંતોષ મેળવીએ એ અતિશયેક્તિ નથી. તેથી કષાયમુક્ત અને ભાવભયથી દૂર રહેનાર એવા પૂજ્ય મહાત્મા તપસ્વીજી અમૃતવિજયજી મહારાજ કે જે પૂર્વાશ્રમવિષે કાઠીઆવાડમાં બગસરાના રહીશ પ્રેમચંદભાઈના ચિરંજીવી અમૃતલાલતરીકે પ્રસિદ્ધ હતા, તેઓ દશાશ્રીમાળી વાણીઆ હતા અને દેશી કટુંબમાં તેમની સુપ્રસિદ્ધ ગણના હતી.. આ કુટુંબમાં સ્વધર્મનિષ્ઠ મહાસુશીલ પવિત્ર બેન ઝવેર બેન કે જે એમનાં માતાતરીકે સુપ્રસિદ્ધ છે, તેમણે પોતાની કુક્ષિમાંથી અમૃતલાલ (એટલે કેવળ અમૃત) ને ઉત્પન્ન કરી આ ભૂમિ ઉપર