________________
સાહિત્યને આગળ વધારવા તથા જૈનધર્મનાં તર સમજવા એક ઉક્ત મુનિશ્રીના ગ્રંથનું પુસ્તકાલય સ્થાપવામાં આવ્યું છે. આ પ્રસંગે જામનગરના તળપતના રહીશ શ્રીયુત શા. કસ્તુરચંદ કશળચંદે પૂર્ણ સહાય આપી તેમજ શેઠ લાલજી રામજીએ લાઈબ્રેરીમાટે તથા મંડળની ઓફીસ સારૂ પિતાના કબજાનું મકાન ફ્ર આપ્યું છે અને હજુ મદદ આપે છે. તેમજ માંગરોળનાં શેઠ મકનજી કાનજીભાઈ ઉક્ત મુનિશ્રીને વંદના કરવા આવ્યા તે પ્રસંગે ૨૫ પુસ્તકના ગ્રાહક થઇ ૨૦ ગ્રંથ મંડળને અર્પણ કરેલ છે.
આવા પવિત્ર મહાત્માની અહીંના શ્રીસંઘે જે કદર કરી છે તેથી સંઘના અગ્રેસને અંતઃકરણપૂર્વક ધન્યવાદ આપવામાં અમે ચૂકતા નથી અને પ્રસંગોપાત્ત સૂચના કરવામાં આવે છે કે આવા મહાત્માઓની દરેક વખતે શ્રીસંઘે ભક્તિ કરવી જોઈએ. પૂજ્ય મુનિશ્રીને છૂળથી દીક્ષા મહોત્સવ નિમિતે આમંત્રણ થયું હતું અને તેથી તેઓશ્રીએ તે પછી ત્યાં પધારી બે મુમક્ષ સ્ત્રીઓને દીક્ષા આપીને સર્વ ઠેકાણે ઉપદેશ આપવાના હેતુથી એક સ્થાને નહીં રહેતાં વિહાર ચાલુ કર્યો.
અલીઆબાડાના સંઘને ઉપદેશ આપી, ધર્મ કેળવણી સંબંધી ખંતની જાગૃતિ કરી છે. ધમને બહોળો વિસ્તાર થાય તેવા હેતુથી મુનિશ્રીના ઉપદેશથી અલીઆબાડામાં સાહિત્યપ્રકાશક પાઠશાળા સ્થપાયેલ છે અને તે પાઠશાળામાં ધાર્મિક જ્ઞાન આપવામાં આવે છે.
વિહારમાં રેવતાચળની યાત્રા કરી જુનાગઢમાં પૂજ્ય મુનિશ્રીએ પિતાના સર્વ પ્રકારે હિતેચ્છુ વલ્લભવિજયજી મહારાજજીની સાથે શાસ્ત્રાર્થપૂર્વક વિઘાવિનેદ કરી કેટલાક દિવસો સાથે નિવાસ કરી પોરબંદરતરફ વિહારની શરૂઆત કરી.
વિહારપ્રસંગે રસ્તામાં ધોરાજી વિહાર થતાં ઉક્ત મુનિશ્રીની પવિત્ર ત્રતા તથા સાર્વજનિક ધર્મોપદેશની શૈલી અસાધારણ જોઈ ત્યાંના સંઘના અગ્રેસરોએ ચાતુર્માસ નિવાસ કરવા અંતઃકરણપૂર્વક વારંવાર વિનતિ કરી પરંતુ તેજ પ્રસંગે કડેરણું (જામ) ના સંઘની પણ હદઉપરાંત વિનતિ થવાથી જામકરણ પધારી ત્યાં પણ તેઓશ્રીએ અલીઆબાડાની માફક એક સાહિત્ય પાઠશાળા સ્થાપવાને ઉપદેશ આપે કે જેથી ત્યાંના સંઘના ખંતીલા અગ્રેસરએ એ વચનને વધાવી લઈ પાઠશાળા સ્થાપી. ત્યારબાદ સદરહુ પાવક મુનિશ્રી ધોરાજીના ભવ્ય જીવોનું અંત:કરણ નહિ દુભાવવાના કારણથી અને ધર્મમાં પ્રીતિવાળા સંઘને આગળ વધવા સારૂ હાલ ત્યાં ધોરાજીમાં ચાતુમસ નિમિત્ત બિરાજે છે.
૭