________________
પૂજ્ય મુનિશ્રી - વિનયવિજયજીનું જન્મચરિત્ર. ૪
આ ગ્રંથના લેખક સાહિત્યપ્રેમી મુનિશ્રી વિનયવિજ્યજી મહારાજજીના પ્રથમ ભાગમાં છપાયેલા
જન્મચરિત્રમાં વધારો.
આવા મુનિશ્રીનું અનુકરણ કરવાની જરૂર
મનુષ્યપૂ. क्षमातुल्यं तपो नास्ति, न सन्तोषात्परं मुखम् ।
न च तृष्णापरो व्याधिर्विनयानो परो मुनिः ॥ ક્ષમાતુલ્ય તપ નથી, સંતેષવિના ઉમદું સુખ નથી, તૃષ્ણ સિવાય અન્ય વ્યાધિ નથી; તે પ્રમાણે વિનયવિજયજી જેવા (સાહિત્યપ્રેમી તથા પ્રભુપદગામી) ભવ્યજી થોડા જોવામાં આવે છે. - ઉક્ત મુનિશ્રીએ જામનગરમાં ૧૯૭૨ ની સાલના ચાતુર્માસમાં દર રવિવારે જેન તથા જૈનેતર પ્રજા વર્ગમાં અનેક ભિન્ન ભિન્ન અને ઉપગી વિષયઉપર જાહેર વ્યાખ્યાન આપી પ્રજાવને ધર્મસંબંધી ઉંડી અને સચોટ લાગણી ઉત્પન્ન કરી છે.
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહને ભાગ પહેલે છપાઈ બહાર પડવાથી બીજે ભાગ છપાવવાની અનેક સ્થાનકેથી સટીંફીકેટ સાથે વિનતિપૂર્વક વારંવાર માગણી આવવાથી વ્યાખ્યાન સાહિત્યસંગ્રહનો બીજો ભાગ ઉક્ત મુનિશ્રીના ઉપદેશથી છપાવવા સંબંધી ગોઠવણ કરવામાં આવી આ પ્રસંગે સાહિત્યપ્રકાશક મંડળ, “સાહિત્યપ્રકાશક પ્રિન્ટિંગ પ્રેસની સ્થાપના અને સંસ્કૃત પુસ્તકસંશોધન માટે ખાસ પંડિત તથા મદદગાર લીઆની નિમરચુક કરવામાં આવી છે.