________________
ક્ષય કર્યો. ત્યાંથી વિહાર કરી વેરાવળ પધાર્યા અને ત્યાંના સંઘના આગ્રહથી ત્રીજી ચોમાસું પણ ત્યાં વેરાવળજ થયું. ત્યાં ૩૫ ઉપવાસ કરી આ જન્મનું સાફલ્ય કર્યું અને તપસ્વીઓમાં અગ્રપદ ભોગવવા લાગ્યા.
વેરાવળથી વિહાર કરી ભાણવડમાં સંઘના આગ્રહુથી થોડા દિવસ રહ્યા અને તે ગામમાં તપસ્વીજીએ ૧૭ ઉપવાસ કરી જનસમૂહઉપર ધર્મસંબંધી : સારી છાપ બેસારી. - જામનગરની યાત્રા કરી મેરખી થઈ વઢવાણથી વિહાર કરીને ૧૯૭૧ ની સાલના ચાતુર્માસ રાણપુર (ચુડા-રાણપુર) માં ક્યાં અને તે ચાતુર્માસમાં ગુરૂજીની દેખરેખ હેઠળ ૫૧ ઉપવાસ કર્યો કે જે એકાવન ઉપવાસની વાર્તા સાંભળનાર દરેક મનુષ્યો તેમની તપશ્ચર્યાના પ્રતાપથી આશ્ચર્ય પામવા લાગ્યાં.
મનુષ્યએ તપશ્ચર્યા કેમ કરવી એ ક્રમ સદરહુ મુનિશ્રીએ પોતાના દાખલાથી સ્પષ્ટ બતાવી આપે છે, તેમને પગલે ચાલવા ખાસ ભલામણ કરવામાં આવે છે.
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ ભાગ બીજામાં તપસ્વી અમૃતવિજયજીએ જે મદદ કરી છે તે ખાતે આ મંળડ તેમના ઉપકારમાં ડૂખ્યું છે.
दुर्लभं संस्कृतं वाक्यं, दुर्लभः क्षेमकृत् मुतः। दुर्लभा सदृशी भायो, तपस्वी दुर्लभो जनः॥
सुभाषितरत्नभाण्डागार. શુદ્ધ સંસ્કારવાળી અથવા પ્રેમાળવાણુ સાંભળવી દુર્લભ છે, શુભ કાર્ય કરનારે પુત્ર મેળવ દુર્લભ છે, પોતાના ગુણસદશ સ્ત્રી મેળવવી દુર્લભ છે અને (અમૃતવિજય જેવા ઉચ્ચ કોટિના) તપસ્વી જન મળવા મહા દુર્લભ છે.