SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ—ભાગ ૨ જો. સમ થાય ત્યાંસુધી કરે તે માણસ અવશ્ય કલ્પેલા ચિત્ર પ્રમાણે પેાતાને કરી શકેછે. આ પ્રમાણે પ્રયત્ન કરતાં વચ્ચે ઝડ, ઝાંખરાં કે કાંટારૂપી દુર્ગુ કે બીજા આડે આવનારા ઢાષાથી ન કંટાળતાં તેના ઉપર વિજય મેળવી તેમનાથી દૂર રહી સંભાળથી પ્રયત્ન કરવા બીજાના દોષ કાઢનારાઓએ ખીજાના દોષ કાઢતાં પહેલાં પેાતાનામાં તે દોષ છે કે કેમ તેને પ્રથમ વિચાર કરવા અને જો તે દોષ પેાતાનામાં હાય તે તેનું પ્રથમથી નિકંદન કરી પછી બીજાને શીખામણ આપવી. ઘણું કરીને બીજાને શીખામણ આપનારામાંના ઘણામાં આવા દુર્ગુણા હાયછે કે તે પોતે એમ સમજેછે કે પોતેજ સવ ગુણાલંકૃત છે, પોતેજ સ` દોષથી મુક્ત છે અને તેવું માનીનેજ પોતાના વિચારથીજ વિરૂદ્ધ વર્તન કરનારના દોષો કાઢેછે અને તેને શીખામણુ દેવા મચી પડેછે. ઘણા રૂઞરૂમાં શીખામણ આપેછે ત્યારે કેટલાક પરાક્ષપણે ખીજાના દ્વારા શીખામણ આપેછે અને તેમને એક જાતને આવા સ્વભાવજ પડી ગયા હોયછે કે જેને અને તેને શીખામણુજ દેવી. આ પ્રમાણે શીખામણ દેનારામાંના ઘણા ખીજાને સુધારવાને માટે શીખામણુ દેછે. એવું સમજીને શીખામણુ દેતા નથી પણ પતે તેના કરતાં કાંઇક વધારે જાણેછે, તેના કરતાં પોતે ડાહ્યા અને વિદ્વાન છે તેવું તે બીજા માણસ માને, બીજાના કરતાં પેાતાને શ્રેષ્ઠ અને મેટ્રો માને, આટલા પુરતા તે બીજાને શીખામણ આપવા પ્રયત્ન કર્યા કરેછે. પણ આ ભાવ તેની શીખામણ સાંભળનારા માણસા સમજી જાયછે તે વખતે તેનુ વજન રહેતું નથી અને આખરે તે હલકા પડી જાયછે અને તેની શીખામણાઉપર કાઈ લક્ષ આપતું નથી. માટે દરેક માણસે પોતે ખીજાને શીખામણ દેતા પહેલાં જે ખાખતની ખીજાને શીખામણ આપવા બેસેછે તેવા કોઇ દોષ કે દુર્રણ પેતાનામાં છે કે કેમ તેને તેણે તે પ્રથમ વિચાર કરવા જોઇએ અને જો કદાપિ પોતાનામાં તેવા ઢોષ કે દુર્ગુણ હાય તા તેના ત્યાગ કર્યા પછીજ બીજાને શીખામણ દેવી કે જે સાંભળી સાંભળનાર માણસ તેનામાં તે દોષ ન હોવાને લીધે તેની શીખામણઉપર વજન રાખી કાંઇક ગ્રહણ કરે. વાણીથી શીખામણ દેવાથી ખીજાના મનઉપર જે અસર કરી શકાયછે તેના કરતાં વનથી શીખામણ દેવાથી ખીજાના મનમાં સજ્જડ અસર કરી શકાયછે. માટે બીજાને શીખામણુ દેવાની જેને ટેવ પડી હાયછે તેણે પ્રથમ પોતાના વર્તનથીજ ખીજાને શીખ મણુ દેવાના પ્રયત્ન કરવા કે જેથી તેના વતનનુ' ઘણા માણસે ગ્રહણ કરી શકશે. બીજાને સુધારવા ઈચ્છનારે પ્રથમ પેાતેજ સુધરવું કે તેનાં સુધરેલા વર્તનનું ઘણા માણસા અનુકરણ કરી શકશે. પેાતાનામાં દોષ હાવા છતાં બીજાને તે દોષથી સુધારવા પ્રયત કરવા એ મિથ્યા હાસ્યાસ્પદ છે.
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy