________________
પરિવછે. યજ્ઞનું સત્યસ્વરૂપ-અધિકાર.
૧૩૫ કબજે કરે, બાષ્પ (વરાળ) રૂપી વરૂણને તાબે કરે અને કૃષિશારૂપી કુબેરની સાથે મૈત્રી બાંધે, તમને આ જ્ઞાન આપનારે શિ૯૫ અથવા શાહરૂ ગુરૂ આ નૂતન દેવની સાથે તમારે પરિચય કરાવનાર પુરહિત છે.
રામ”ની ઉપર પાખંડી ભાષા વાપરવાનો આરોપ મૂકવાનો પ્રયત્ન કરશે નહિ. આ લેકમાં સર્વે વસ્તુ રૂપાંતર પામે છે. આપણા દેશનું સ્વરૂપ પ્રાયઃ સર્વથા બદલાઈ ગયું છે. સરકાર બદલાઈ ગઈ, ભાષા બદલાઈ ગઈ. લોકોના વર્ણ બદલાઈ ગયા, ત્યારે વૈદિકકાળના દેવે હજી શામાટે પારણામાં હીંચકા ખાધા કરે છે? જેમ જેમ વર્ષ વધતાં જાય છે તેમ તેઓ પારણામાંથી ઉતરીને આપણી સાથે છુટથી રમતા કેમ નથી? તેમજ મનુષ્યની સાથે ઓળખાણ કેમ વધારતા નથી?
હવે મારે યજ્ઞની અગ્નિ સળગાવવાની જરૂર ન હોવાથી લુહારની ભઠ્ઠીમાંની અગ્નિ મારે મનથી તેટલી જ પવિત્ર છે. પ્રિય બંધુ! ખેડૂતના ખટારાને ઇને રથ બનાવી દેવામાં માત્ર “રામ”ની દૃષ્ટિની જ જરૂર છે. આ ઈશ્વરીદૃષ્ટિ પ્રાપ્ત કરવામાંજ યજ્ઞનું ખરું રહસ્ય સમાઈ જાય છે.
બલિદાન આપવું એટલે એ નિશ્ચય કર કે કેઇની દષ્ટિને ક્ષેભ થાય એવી ખરાબ વર્તણુક કદી પણ ચલાવવી નહિ તથા આપણા તરફ દષ્ટિપાત કરનાર સઘળા લેને પ્રેમ, સ્મિત અને સુભાષિતનેજ અનુભવ કરાવે. સર્વ નેત્રમાં ઈશ્વરને જે એનું નામજ “આદિત્યનું બલિદાન” છે. . . . .
ઇદ્રને બલિદાન આપવું એટલે દેશના સર્વે હાથના હિતને માટે શ્રમ કર. એગ્ય ખોરાક એગ્ય પ્રકારે આપવામાં આવતાં તે સર્વે જણને પિષણ આપે છે. હાથના સ્નાયુઓને તેને રાક-શ્રમ અને વ્યાયામ–આપવામાં આવતાં તે તે હષ્ટપુષ્ટ થાય છે. આ પ્રમાણે ઈંદ્રને બલિ આપવાને અર્થ એ થાય છે કે રોજગારની શોધમાં ફરતા લાખ રંક હાથને ધંધોજગાર શોધી આપે. ઇંદ્રને એગ્ય બલિ આપવામાં આવશે તે દેશમાં સમૃદ્ધિ અવશ્ય વધશેજ. સર્વે હાથને રોજગાર મળશે એટલે દારિદ્ર ક્યાં રહેનાર છે? ઈગ્લોડમાં ખેતી બિલકુલ કરવામાં આવતી નથી. એમ કહીએ તો પણ ચાલે, તે છતાં પણ તે દેશ સમૃદ્ધ છે એનું કારણ શું? કારણ એ છે કે ત્યાં હસ્ત દેવતા ઈંદ્રને અજીર્ણ થાય ત્યાંસુધી કળા-કૌશલ્ય તથા ઉદ્યોગધંધાને ખેરાક આપવામાં આવે છે. સર્વેનું હિત સાધવા માટે સર્વે હાથેએ સાથે મળી કામ કરવું એ ઇંદ્રને માટે કરેલે યજ્ઞ છે. વિશ્વહિત સાધવા માટે સવે મસ્તકે સાથે મળી કામ કરવું એ બૃહસ્પતિને યજ્ઞ છે. સના હિતમાટે સર્વે અંતઃકરશેની એકતા થવી એ હૃદયદેવતા ચંદ્રને યજ્ઞ છે. આ જ પ્રમાણે ઇતર દેવતાઓના સંબંધમાં સમજવું.