________________
પરિચ્છેદ.
થા—અધિકાર.
૧૨૭
કદી જોયે ન હેાવાથી તે રાજાને ઓળખી શમ્યા નહિ. મને તસ લાગી છે, કંઇક પીવાનું આપ એમ શજાએ તેને કહ્યું. માળી એકદમ બગીચામાં ગયા અને એક દાડમ લઈ તેના દાણા નીચાવી રસનું એક પવાલું ભરી રાજાપાસે લઇ આવ્યે. રાજા તે તરત પી ગયા પરંતુ તેની તરસ મટી હુિ તેથી તેણે પેલા માળીને બીજો થાડા રસ લાવવા કહ્યું. માળી તે લેવા ફ્રીથી માગમાં ગયા. રાજા વિચાર કરવા લાગ્યા કે આ માગની જમીન અત્ય'ત રસાળ જણાયછે. એક ઘડીમાં ખ્યાલે ભરીને આ માળી દાડમનેા રસ લઇ આન્યા. આ બાગના માલેકની તપાસ કરી તેના ઉપરના કર ખૂખ વધારવા જોઇએ.” આતપેલા માળીને અહુજ વાર લાગી કલાક થયે તાપણુ તે રસ લઈને આવ્યે નહિ, ત્યારે રાજાને ચિંતા થઈ કે પ્રથમ મેં પીવાનું માગ્યું ત્યારે એક ક્ષણમાં તે ખ્યાલે ભરી રસ લાગ્યે અને અત્યારે લગભગ કલાક થવા આવ્યા છતાં તેનાં પ્યાલામાં રસજ કેમ એકઠા થતા નથી ? એક કલાકે માળી પ્યાલેા લાગ્યે પરંતુ તે અધૂરો હતા. પહેલી વખત તત ભરાયે અને આ વખતે આખા ક્લાક તેમાં ગાળ્યે તેપણ અધૂરા રહ્યા એનું કારણ શું ?” એમ પૂછતાં વૃદ્ધ અને જ્ઞાની માળીએ જવાખ આપ્યા કે “ પ્રથમ જ્યારે હું આપને માટે રસ કહાડવા ગયે ત્યારે રાજાની બુદ્ધિ સારી હતી પરંતુ ખીજી વખત હું ગયા ત્યારે રાજાને કૃપાળુ અને પ્રજાવત્સલ સ્વભાવ બદલાઈ જઇ તેની બુદ્ધિ ફરી ગઈ હોવી જોઇએ. તે કારણથી પૃથ્વી રસ ચારી ગઇ અને તેથી પ્યાલા ભરાયેાજ નહુિ. મારાં રસથી ભરેલાં દાડમ એકાએક નિરસ થઇ ગયાં એનું કારણ મને ખીજાં કઈંજ સૂઝતું નથી.”
રાજાએ પાતાનાં મનમાં વિચાર કર્યાં કે માળીનું કહેવું અક્ષરે અક્ષર સત્ય છે. બાગમાં પેસતી વખતે ત્યાનાં લેાકેા ગરીમ છે અને તેમને મદદ કરવાની જરૂર છે એવા યા અને પ્રેમના વિચારી રાજાના મનમાં હતા; પરંતુ જ્યારે તે માળીએ એક ક્ષણવારમાં પ્યાલા ભરીને રસ કહાડી આપ્ય ત્યારે તેનું મન બદલાયું અને બુદ્ધિ પણ કરી ગઇ. રાજાનું વિશ્વસાથેનું એકય તૂટતાંજ અગીચાનાં દાડમપર તેની અસર થઇ. રાજાતરફથી પ્રેમતત્ત્વના ભંગ થતાંજ દાડમનાં વૃક્ષાએ પેાતાને રસ શેોષી લીધે.
આ કથા ખરી હોય કે ખાટી તેની સાથે આપણે કાંઈ કામ નથી, પરંતુ એટલું નિવિવાદ છે કે જ્યાંસુધી કુદરતની સાથે તમારી પૂર્ણ એકવાક્યતા છે, જ્યાંસુધી વિશ્વસાથે તમારૂં ઐક્ય છે, જ્યાંસુધી તમે પોતાનું દરેકસાથે અને સર્વ સાથે અભિન્નત્વ માનેછે ત્યાંસુધી સર્વ ઉપાધિ, પરિસ્થિતિ અને વાયુ પણ તમને અનુકૂળજ થશે અને જે ક્ષણે તમે સંબંધ તાડશે તેજ ક્ષણે સ તમારી વિરૂદ્ધ થશે અને તેજ ક્ષણે સર્વ જગત્ તમારાપર શસ્ત્ર ઉગામશે. પ્રેમનું આ દિવ્ય તત્વ પૂર્ણ સમજો અને તે પ્રમાણે