________________
૧૨૬ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ ભાગ ૨ જે.
સપ્તમ તે સંસ્કાર ન જ લાગી શકે. સંસારમાં પરિભ્રમણ જે કર્મઉપાધિથી જીવનું થાય છે તે કર્મબંધથી જીવને તદન દૂર રાખવે એ સ્વ અહિંસા છે અને તેથીજ પ્રાંતે અજરામરપદને મોક્ષપદ જ્યાં મરવું નથી અને જ્યાં જરા નથી, જન્મ નથી એવું અક્ષય સુખ તે આત્મા મેળવે તે અહિંસાથી પરમ ધર્મ એટલે મોક્ષધર્મ અથવા તે કૈવલ્ય જ્ઞાનપૂર્વક શુદ્ધ આત્મધર્મ પ્રાપ્ત કરે તે પરમ ધર્મ કહેવાય અને તે ધર્મ સ્વપર હિંસાના ત્યાગથી જ મેળવી શકાય છે. ' અહીં સ્વહિંસા ત્યાગ એ દ્રવ્યહિંસા-બાહ્યહિંસા ન સમજવી પણ ભાવહિંસા જે ક્રોધ, માન, માયા, લાભ, રાગ, દ્વેષ એ અંતરંગ રિપુથી આત્મામાં મલિનતાનું થયું તે સ્વહિંસા છે અને તેવી હિંસા પૂર્વોક્ત ષદ્ધિપુને ત્યાગ કરવાથીજ દૂર થાય છે અને તે દૂર થયેથી અનુક્રમે આત્મસ્વરૂપ પ્રાપ્ત થાય છે અને તેથીજ અહિંસા પરમો ધર્મ એ વાક્યની સર્વોત્કૃષ્ટ સાર્થકતા ઉપસ્થિત થાય છે. તે તેવી અહિંસાથી આત્મધર્મ પ્રાપ્ત થાઓ અને એવા કર્તવ્ય પરાયણ આપણે બનીએ. એ આ લેખને ઉદ્દેશ છે.
અમેરિકાને યુનાઈટેડ સ્ટેટના પ્રેસીડેન્ટ અબ્રાહમ લિંકન પિતાની એફિસમાં જતાં રસ્તામાં એક ડુક્કર કાદવમાં ખેંચી ગયેલ ને નીકળી શકે નહિ તેને જઈ તેની પાસે જઈ પિતાનાં ગારાવાળાં લુગડાં થાય તેની દરકાર નહિ કરતાં ડુક્કરને બચાવ્યું. એફીસના માણસો ગારાવાળાં લુગડાંનું કારણ જાણુ સ્તુતિ કરવા લાગ્યાં કે આપ દયાળુ છે, તેના જવાબમાં કીધું કે વ્યર્થ સ્તુતિ કરશે નહિ. તે ડુક્કરના દુઃખથી મારા હૃદય પર દુઃખની અસર થઈ અને તે દૂર કરવાને માટે મેં તે ડુક્કરને બહાર કાઢયું.
જે આ પ્રમાણે અનાર્ય છતાં પ્રાણીઉપર દયા બતાવે છે તે આર્ય પ્રજાએ આત્મહિત સાધવામાટે દયાસંબંધી ખાસ ધ્યાન રાખવાનું છે. વળી તે પ્રમાણે મનની લાગણમાં અપવિત્ર વિચારે જ્યારે લાવવા નહિ. કારણકે તેથી દુઃખને અનુભવ કરે પડે છે.
મનની શુભાશુભ લાગણીનું ફળ. એકવાર એક રાજા મૃગયા રમવા ગયે અને એક સિંહની પાછળ પડવાથી તેનાં માણસોથી જૂદે પડી ગયે. સૂર્યના સખત તડકાથી તે તૃષાતુર થયે. તે અરણ્યમાં એક ન્હાને સરખો બગીચો તેને જણા અને તેમાં તે પેઠે. રાજા શિકારી ષિાકમાં હોવાથી અને બગીચાના માળીએ રાજાને પહેલાં
* સ્વામી રામતીર્થ–ભાગ પહેલે. * સ્વામી રામતીર્થ–ભાગ બીજે,