________________
૧૪
w
ww
--
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ - ભાગ ૨ એ.
સપ્તમે આ મૂર્ખાઈ નહિ તે બીજું શું? દેવી પંથીઓએ જીવહિંસા દેવીને નિમિત્તે કરવામાં પાપ માન્યું નથી, તેઓ માંસભક્ષણ કરે છે, મદિરાપાન કરે છે છતાં પિતાને ધમી કહેવરાવે છે. કેટલાએક ભૂદેવે વિજયાદશમીને દિવસે અજ્ઞાની રાજાઓતરફથી પાડા મારવામાં આવે છે ત્યારે તે મરનાર પાડાની તે વખતે પૂજા કરાવે છે અને જે તરવાર પાડાની ગરદનઉપર ફરવાની હોય છે તે તરવારની પૂજા પણ બ્રાહ્મણોજ કરાવે છે. દુનિયામાં હિંસાને મોટામાં મેટે ફેલા જે કર્યો હોય તે બ્રાહ્મણોથી જ થયેલે છે એમ કહેવામાં કાંઈ પણ આંચકે ખાવા જેવું નથી. યજ્ઞના નામે, દેવીપૂજનના નામે અને એવા બીજા કેટલાક ધર્મના બહાના હેઠળ જીવને હણવાની કળ કલ્પિત વાર્તાઓથી ભરેલાં પુરાણે રચવામાં આવ્યાં અને તેનું શ્રવણ ભક્તની આગળ ભૂદેવે જ કરાવવા લાગ્યા.
બાહ્યક્રિયા શારીરાદિકની ગમે તેટલી શુદ્ધ દયામય હોય પણ પરિણામની વિશુદ્ધિને અભાવ હોય તે તે હિંસા વિનાને કહી શકાય નહિ. માનસિક વૃત્તિઉપર હિંસા-અહિંસાને આધાર લટકી રહે છે, તે જેઓ હાલમાં “અહિંસા પરમે ધર્મઃ” ના પોકાર કરનારાઓ અને તદનુકૂળ બીજા ને બચાવતાં તન, મન અને ધનને એક દેશીય ઉપગ કરનારા હોય છે, તેઓ બીજી રીતે કેટલી મેટી ભૂલ કરે છે અને પોતે હિંસાના ભાગી બને છે, તે , તેવા પ્રકારના જ્ઞાનની ગેરહાજરીને લઈને સમજી શકતા નથી. પ્રત્યક્ષ ઘણું વખતે આપણે જોઈએ છીએ તે તેવા જીવદયાપ્રતિપાળ ભાષા અસત્ય છેલે છે, વિશ્વાસઘાત કરે છે અને પ્રપંચ, છળ, કપટને તે પોતાની કુશળતા માને છે, વેપારમાં અનેક રીતે દેખીતા સાહુકારે બની પરધન હરણ કરે છે. પોતાના ફાયદામાં બીજાને ગમે તેટલી નુકશાનીને ભોગ આપવા તેમાં તેઓ નિઃશંક નિડરપણે વર્તે છે. આ શું કહેવાય? બીજા સામાન્ય જીવેને બચાવી મનુષ્ય જાત પ્રત્યે તેઓ કેવા નિર્દય બને છે એ આ ઉપરના લખાણથી સમજી શકાશે. તો એવા અહિંસા પરમ ધર્મ: એ શબ્દની વ્યાખ્યાને લાયક બિલકુલ ગણી શકાય નહિ.
મનુષ્યદયાના સંબંધમાં બહુ મંદતા રહે છે અને કોઈપણ તેતરફ લક્ષ ખેંચાતું હોય તે તે વિવેકપૂર્વક તે નહિજ ગણી શકાય. એક દુઃખી માણસને દશ રૂપીઆ આપી દઈએ તેના કરતાં તે પોતે દશ રૂપીઆ કમાઈ શકે તે બનાવીએ તો વધારે ઉત્તમ ગણાય. દાનશાળાઓ, છાત્રશાળાઓ અને પાણીનાં પરબની જેટલી જરૂર છે તેના કરતાં સહસાગણી ઉદ્યોગશાળા, હુન્નરશાળા અને વિજ્ઞાનશાળાઓની જરૂર છે. પાશ્ચાત્ય દેશના લેકે મનુષ્યદયાને વધારે માન આપે છે એમ આપણે પ્રશંસીએ છીએ, પણ તેના કરતાં ભારતવર્ષના મનુષ્યોના પ્રાચીન રીતરીવાજે વધારે ઉત્તમ છે એમ માન્યા વિના નહિ ચાલે. કેમકે મનુષ્યપ્રેમ, કુટુંબપ્રેમ, જ્ઞાતિપ્રેમ અને વાત્સલ્ય