________________
રર
વ્યાખ્યાન સાહિત્યસ ગ્રહું-ભાગ ૨ જો,
સામ
પ્રકટાવનાર વ્યવહારને હાનિ કરવા ત્રિભુવનમાં ઇ સમથ નથી. આ વિશુદ્ધ પ્રેમને સેવનાર પુરૂષને ત્રિભુવન અધીન છે, તેા એક ક્ષુદ્રવ્યવહાર સુખઉપર તેનું સ્વામિત્વ હાય એમાં તેા કહેવુંજ શું હતું? આવા વિશુદ્ધ પ્રેમવાળા પુરૂષના સંમુખ થતા દુષ્ટાની દુષ્ટતા અને શાનું શાક્ય તત્કાળ છૂટી જાયછે. સિંહ તથા વ્યાઘ્રાદિ હિ'સ્ર પશુએ પણ મહા પુરૂષાના નિવાસ પ્રદેશમાં પેાતાના હિસ્ર સ્વભાવ પરિત્યજેછે, એ તમે શ્રવણ નથી કર્યું ? અહિંસા સેવનારપ્રતિ અર્થાત્ મન, વાણી તથા કાયાથી ભૂતમાત્રનું હિત ઇચ્છનારપ્રતિ અને કાષ્ઠનુ પણ અહિત ન સાધનારપ્રતિ ભૂતમાત્રની વબુદ્ધિ છૂટી જાયછે. એ શું ચેગશાસ્ત્ર ડિડિમ વગાડીને નથી કહેતું ? તેા પછી આવી મિથ્યા શકા શામાટે કરેછે? શશ્નની પ્રતિ શતા વાપરવાથી તમારા વ્યવહાર સુધરેછે તથા તેનું રક્ષણ થાયછે, એમ જો તમે માનતા હૈ। તા તે તમારૂં માનવું અજ્ઞાનમૂલક છે. વ્યવહારસુખ કે પરમાર્થ સુખ—ગમે તે પ્રકારનુ સુખ— ચિતિશક્તિમાંથીજ પ્રકટેછે. તેથી કરીને ચિતિશક્તિના નિયમને અનુકૂળ વનાર સદા સુખનેજ અનુભવેછે, એમાં લેશ પણ સંશય નથી.
વ્યવહારમાં જેના તેના ધપ્પા ખાવા, કીડાની પેઠે જેના તેના પગતળે વગર બેલ્ટે છૂંદાવું, એવા આ ઉપરથી ભાવ ગ્રહણ કરવાના નથી. તમે શુદ્ધ ચિતિશક્તિ છે, ઉત્કૃષ્ટથી પણ ઉત્કૃષ્ટ છે; તમને છૂંદાવાનું કે ધપા ખાવાનું કાઇ કહેતું નથી. માંકડ કરડે તે તેને પથારીમાંથી પકડીને ફેંકી ન દેવાનું કે મચ્છર કરડે તે તેને કરડવા દેવાનું આમાં કહ્યું નથી. જે કહ્યું છે તે એજ કે માંકડ કરડે તેા તેના ઉપર ક્રાય કરી ઘણા જેમ તેને ભેયસાથે ઘસી નાખેછે કે ગ્યાસલેટમાં નાંખી મારી નાખેછે અથવા મચ્છર કરડે તે તેને ટપલી મારી જેમ ધણા તેના જીવનને લય કરેછે, તેવી ક્રોધવૃત્તિ કોઇ તમારૂં ગમે તેટલું અહિત કરે તેપણ ન કરો. તમારૂં સ્વરક્ષણ ઉત્તમ પ્રકારે કરો, પરંતુ તેમ કરતાં અન્યના ઉપર દ્વેષ કરી તેને હાનિ કરવા પ્રયત્ન ન કરો. શત્રુપ્રતિ પણ પ્રેમનેાજ પ્રવાહુ ચલાવે, તેનું શુભ ઇચ્છે અને તેનું કલ્યાણુ કરવું તમારા સ્વાધીનમાં હોય તે જેમ દુરાચારી કુપુત્રનું પણ માતા પ્રેમથી હિત કરેછે અને તેના સ` દોષ વિસરી જાયછે, તેમ વિશુદ્ધ પ્રેમથી દુષ્ટોનું પણ હિત ઇચ્છે તથા કરો.
ઉપલી ભલામણથી સિદ્ધ થાયછે કે કાઇ મનુષ્યને પીડવું નહિ એ વાત તા એક બાજુઉપર રહી પણ કઇ પશુને પણ પીડવું નહિ. કારણકે ઘણાં મનુષ્યનું નિર્વાનું સાધન પશુના દૂધ-દહીંમાં છે
પૂર્વના મહિષઓએ એમ નક્કી જાણેલ હાવું જોઇએ કે ખેતીવાડીની અને દેશની તેમજ શરીરસ*પત્તિની આખાદીનું કારણ ગાય છે. લેાકે ગાયનું
* જૈન પત્ર પુસ્તક ૧૨ મુ—અંક ૮ મા,