SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ પરિવછે. - દયા-અધિકાર. ૧૨. તમે ચિતિશક્તિને ઓળખતા જ નથી. ચિતિશક્તિને જેવા તમે પ્રિય છે, તેવું આખું જગતુતુરછમાં તુચ્છ કીટથી તે બ્રહ્મપર્યતના સર્વ–પ્રિય છે અને તેથી જેમ ચિતિશક્તિ કેઈનું પણ અહિત ઈચ્છતી નથી તથા કરતી નથી, તેમ તમે પણ જ્યારે કેઈનું પણ અહિત ઈચ્છતા નથી તથા કરતા નથી, ત્યારે જ તમે ચિતિશક્તિમય થવાને, ચિતિશક્તિનું સર્વ સામર્થ્ય તમારામાં અનુભવવાને એશ્ય થાઓ છે. ચિતિશક્તિ જે નિયમે વર્તે છે, તે નિયમને અનુકૂળ વર્યા વિના, ચિતિશક્તિનું સામર્થ્ય જે સર્વજ્ઞત્વ તથા સર્વશક્તિમત્વ, તે તમારામાં પ્રકટવાનાં નથી. નદીને પ્રબળ પ્રવાહ જે દિશામાં વહેતો હોય તે દિશામાં નાકાને હાંકનારને જ નદીના પ્રવાહનું બળ સહાધ્ય કરે છે; તેથી વિરૂદ્ધ દિશામાં હાંકનારને તે પ્રબળ પ્રવાહ પ્રતિક્ષણે અડચણ કરે છે, તેજ પ્રમાણે ચિતિશક્તિને પ્રેમને પ્રવાહ જે દિશામાં વહે છે, તે દિશામાં પોતાના પ્રેમના પ્રવાહને વહેવડાવનાર મનુષ્યને જ ચિતિશક્તિનું અગાધ સામર્થ્ય પ્રતિક્ષણે સાહાસ્ય કરે છે. તેથી વિરૂદ્ધ વર્તનારને તે સર્વદા અડચણજ કરે છે. આથી કરીને પ્રત્યેક પ્રાણીનું ખરા અંતઃકરણથી નિરંતર હિત ઈચ્છવું તથા યથાશક્તિ કરવું, એજ ચિતિશક્તિની યથાર્થ ભક્તિને સૂચવનાર ચિહ્ન છે. અપકાર કરનાર પ્રતિ પણ જેઓ પરમ પ્રેમ દર્શાવતા નથી, પરંતુ તેનું અહિત કરવા તત્પર થાય છે, તેઓ ચિતિશક્તિના અલોકિક સામર્થ્યને કદી પણ પ્રાપ્ત કરતા નથી અને જે લોકિક સામર્થ્ય તેમને પ્રાપ્ત હોય છે તે પણ તેઓ કમે કમે ખુએ છે. કઈ પણ આપણું અહિત કરે, કેઈ આપણુપ્રતિ શઠતા વાપરે તે તેનું આપણે અહિત ન કરવું? રાદંપ્રતિ રાઠ્ય એ વચનાનુસાર તેના પ્રતિ શઠતા ન વાપરવી? કઈ ધોલ મારી જાય, કે તમાચો મારી જાય, કે આ પણુપ્રતિ પ્રપંચ રચી જાય, આ સઘળું શું સહન કરવું? આવા શઠે પ્રતિ, આવા દુèપ્રતિ શું પ્રેમ કરવા ? તેમને શું શિક્ષા ન કરવી? ઉત્તરમાં સ્પષ્ટપણે કહેવાનું કે શઠના પ્રતિ શઠતા નહિજ કરવી; દુષ્ટના પ્રતિ દુષ્ટતા નહિજ યોજવી; અહિત કરનારનું અહિત કરવા નહિજ પ્રવૃત્ત થવું. ચિતિશક્તિને વિશુદ્ધ પ્રેમ દુટો તથા શેઠે સર્વને પ્રતિ ઉદારપણે જ. તમે ઉત્તમ પ્રકારના અધ્યાત્મ બળની ઇચ્છાવાળા સાધક છે, ચિતિશક્તિમય - વાની અભિલાષાવાળા છે, તો તે દુટેપ્રતિ પણ પ્રેમ જતાં જરા પણ સંકેચાઓ નહિ, પણ એથી વ્યવહારમાં હાનિ થશે, દુષ્ટ આપણુઉપર ફાવી જઈ આપણું માથાને બાળ પણ રહેવા નહિ દે તેનું કેમ?” આ શંકા જે તમને ઉઠતી હોય તે જણાવવાનું કે તમે ચિતિશક્તિના સામર્થ્યને જાણતા નથી. ચિતિશકિતનાં લક્ષણોને હૃદયમાં પ્રકટાવનારને વ્યવહાર કઈ પણ કાળે બગડ નથી, બગડતો નથી અને બગડવાનો સંભવ નથી. જેમ ઉધેઈ અને શિને ખાઈ જવા સમર્થ નથી, તેમ ચિતિશક્તિનાં સ્વરૂપ લક્ષણેને હૃદયમાં ૧૬
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy