SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ વ્યાખ્યાન સાહિત્યસ ગ્રહું-ભાગ ૨ જો. સપ્તમ માટે તારીફ્ કરવા લાગ્યા. તેથી સર્વને પાતાના જીવ વહાલા હોવાથી કાઇ જીવને પજવવા નહિ, જીવદયાથી અમૂલ્ય લાભ. *આ ભરતક્ષેત્રમાં ગજપુરનગરે સુનઃ એવે નામે' કુલપુત્ર રહેછે. ત્યાં ધર્મવંત પ્રાણી જિનદાસની સાથે તેને મહા પ્રીતિ છે. એકદા તે બન્ને મિત્ર વનમાં ગયા. ત્યાં સુરાચાય સમાન ધર્માંચાય ને દેખી નમસ્કાર કર્યાં. તેણે ૪યામલ ધના ઉપદેશ દીધેા, તે ઉપદેશ સાંભળી ગુરૂને કહ્યું કે હું માંસભક્ષણુનું પચ્ચખ્ખાણ તે કરૂં પણ મારાથી મારે કુલાચાર કેમ મૂકાશે ? ગુરૂએ કહ્યું કે ધર્માચાર ખરો સમજવા. ધર્મની વેળાએ કઇ આલખન ન કરવું. તે સાંભળી સુનંદે તરત જીવધ્યાવ્રત આદર્યું. માંસભક્ષણને નિયમ લીધે. સ જીવ પેાતાના આત્માસરખા જાણીને સુખે વ્રત પાળેછે. એમ કરતાં ઘણા કાળ થયા. એકદા દુષ્કાળ પડયા, સર્વત્ર ધાન્ય માંઘું થયું. તે અવસરે સુનંદની સ્રી કહેવા લાગી કે હે સ્વામી! સ્વકુટુબ પાળવામાટે માછલાં પકડી લઇ આવે. તેને સુન રે કહ્યું કે હે ભૂંડી! મારી આગળ એવી વાતજ કરવી . નહિ. ગમે તેવું કષ્ટ પ્રાપ્ત થશે, તેપણ હું હિંસા આદરીશ નહિ. તેની સ્ત્રીએ કહ્યું કે તું મહા નિય છે. કુટુંબને કષ્ટ કરવાથી લેાકમાં અપયશ થશે, એમ કહી તેના સાળા બળાત્કારથી તેને માછલાં પકડવામાટે લઇ ગયે, ત્યાં જાળ નાખી તેમાં માછલાં આવ્યાં, પણ વ્રત સાચવવામાટે તે પાછાં પાણીમાં નાખી દીધાં. ઘરે ખાલી હાથે આન્યા. વળી ખીજે દિવસે સ્ત્રીની પ્રેરણાથી ગયે, તે દિવસે પશુ તેમજ માછલાં મેલી ઘેર આવ્યે. ત્રીજે દિવસે સ્ત્રીની પ્રેરણાથી ગયે પણ ત્યાં માછલાં પકડતાં માછલાંની પાંખ ભાંગી, તેથી ત્રાસ પામ્યા. પછી સગાંને કહી અનશન કરી મરણ પામી રાજગૃહી નગરીમાં નરવ રાજા રાજ્ય કરેછે, ત્યાં મણીયાર નામે શેઠની સુયશા નામે ભાર્યા તેની કૂખે આવી સુનંદને જીવ પુત્રપણે ઉત્પન્ન થયા. તેનું દામન્નક એવું નામ પાડયું, તે આઠ વના થયા, ત્યારે શેઠને ઘેર મહામારીના ઉપદ્રવ થયા, તેથી ઘરના માણસ સવ મરણ પામ્યાં. આયુષ્યને ચેાગે એક દામજ્ઞક જીવતા રહ્યા. રાજાએ તેને ઘેર ચાકી રાખી, દામન્નક ક્ષુધાતુર થઈ ઘેર ઘેર ભીખ માગવા લાગ્યા. એકદા સાગરાત નામે વ્યવહારીયાને ત્યાં ભીખ માગવામાટે આળ્યે, એવામાં તે વ્યવહારીયાને ઘેર સાધુ વહેારવા આવ્યા, તેમાં એક વડેરાયે સામુદ્રિક લક્ષણ જોઇને કહ્યું કે આ ભીખારી આ શેઠના ઘરને માલીક થશે. એવી રીતની વાણી સાગરશેઠે ભીંતને અંતરે સાંભળી દુઃખાકાંત થઇને વિચાર્યું જે શું મારા ઘરને એ ધણી થશે? તે હવે હું કેાઈક ઉપાય કરીને એને મારી નખાવું. * સિન્દ્ર પ્રકરની ટીકા.
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy