SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. સપ્તમ ભાવા–વર્ષે વર્ષે, એક પુરૂષ અશ્વમેધ કરે અને સે વર્ષ સુધી યજ્ઞ કરે અને એક પુરૂષ બિલકુલ માંસ ખાય જ નહિ તે એ બન્નેનું ફળ સર “કૂકારનૈવૈકુંવાના જ નનૈઃ | न तस्फलमवाप्नोति, यन्मांसपरिवर्तनात् " ॥ १४ ॥ અર્થાત–પવિત્ર ફળ, મૂળ વિગેરે તથા નીવારાદિનું ભજન કરવાથી પણ જે ફળ મળતું નથી તે માત્ર માંસાહારનાજ ત્યાગથી ફળ મળે છે. "मांस भक्षयिताऽमुत्र, यस्य मांसमिहादम्यहं ।। ઇતન્મય માંતર, પ્રવત્તિ મણિબ: * |૧૧ છે. અર્થાત–જેનું માંસ હું અહિં ખાઉછું, તે જન્માંતરમાં પણ અવશ્ય મને ખાશેજ. એ “માં” શબ્દને અર્થ વિદ્વાનોએ કરેલ છે. પિતાના પ્રાણ બચાવ્યા પછી પારકાને બચાવવાને પ્યાર.. એક સમય બાદશાહ પિતાના આનંદભુવનમાં બિરાજમાન થયા હતા તે વખતે બિરબલ પાસેજ બેઠેલ હતે. શાહ અને બિરબલ વચ્ચે કેટલીક રાજ્યરંગની આડીઅવળી વાર્તાઓ થયા પછી પૂછયું કે “બિરબલ માણસને સર્વથી વધારે વ્હાલી કઈ વસ્તુ છે?” બિરબલે કહ્યું કે “નેકનામદાર! હું તે એમ માનું છું કે આ દુનિયામાં સર્વથી વધારે વ્હાલી વસ્તુ પિતાની જાન (પ્રાણ) છે, એથી અધિક વ્હાલી કે અન્ય વસ્તુ નથી. ચાહે તે અમીર, ફકીર, દુઃખી સુખી મનુષ્ય હશે કિંવા જાનવર હશે તેપણ પિતાના પ્રાણને બચાવવામાં વધારે ખંત ધરાવશે; પણ પ્રાણની દરકાર ન રાખતાં પૈસે-કે સગાંસંબંધી બચાવવા કદી પણ ધ્યાન આપશે નહિ. એથી ખાત્રી થાય છે કે સર્વથી પ્રાણુ વધારે વહાલો છે. આ પ્રમાણે વાર્તાલાપ થઈ રહ્યો છે તેટલામાં શાહની, એક સ્ત્રી પોતાના બાળકને રમાડતી યારસાથે ચુંબન લેતી હતી, તેઉપર નજર પડી એટલે શાહને માટે આનંદ ઉપજ્યા અને બિરબલ પ્રત્યે જણાવ્યું કે “મને તે એમ જણાય છે કે સર્વ વસ્તુ કરતાં બાળક વધારે વ્હાલું લાગે છે?” તે સાંભળી બિરબલે અરજ કરી કે “સરકાર આપનું કહેવું ખરું છે, પરંતુ જ્યારે પિતાના પ્રાણઉપર મહા આક્ત આવી પડે છે તે વખતે ધન, દેલત, પુત્ર, સ્ત્રી, પરિવાર અને વ્હાલાં-સંબંધી વિગેરે એક પણ વહાલાં નથી, માત્ર પોતાને જીવ કેમ બચે? તેજ યુક્તિમાં ગુંથાવું # બીરબલ બાદશાહ.
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy