________________
પરિચ્છેદ. " સંયમ-અધિકાર. .
૮૧ કેઇ પ્રાણુની હિંસા ન કરવી, સત્ય ભાષણ કરવું, ચોરી ન કરવી, બ્રહાચર્યનું પાલન કરવું, ઇન્દ્રિયેને નિયમમાં રાખવી, મદિરા, માંસ અને મધને ત્યાગ કરે તથા રાત્રિવખતે ભજન ન કરવું. ૧,
સંયમવૃક્ષનાં આઠ પુષે કહેછે. अहिंसा प्रथमं पुष्पं, पुष्पमिन्द्रियनिग्रहः। સપૂતયા gs, ક્ષમા પ વિરેન્દ્ર | ૨ | ध्यानं पुष्पं तपः पुष्पं, ज्ञानं पुष्पं तु सप्तमम् । सत्यमेवाष्टमं पुष्पं, तेन तुष्यन्ति देवताः ॥ ३ ॥
તે સ્થાપિ. અહિંસા પ્રથમ પુષ્પ છે, ઈન્દ્રિયોને નિગ્રહ એ બીજું પુષ્પ છે, સર્વ ભૂતપ્રાણીઉપર દયા રાખવી એ ત્રીજું પુષ્પ છે, ક્ષમા રાખવી તે શું પુષ્પ છે, ઈષ્ટદેવનું ધ્યાન એ પાંચમું પુષ્પ છે, તપ એ છઠું પુષ્પ છે, જ્ઞાન સાતમું પુષ્પ છે અને સત્ય એ આઠમું પુષ્પ છે. તે પુષ્પસમૂહના અપણથી દેવતાઓ પ્રસન્ન થાય છે. ૨, ૩.
- દશ પ્રકારના યમે. - आनृशंस्यं क्षमा सत्यमहिंसा दम आर्जवम् ।
प्रीतिः प्रसादो माधुर्य, मार्दवं च यमा दश ॥ ४ ॥ નિયપણું ન રાખવું, ક્ષમા રાખવી, સત્ય ભાષણ કરવું, કઈ પણ પ્રાણીની હિંસા ન કરવી, ઇન્દ્રિયને નિયમમાં રાખવી, સરલતા રાખવી, ઇષ્ટદેવઉપર પ્રેમ રાખવે, મન પ્રસન્ન રાખવું, મધુરતા અને મૃદુપણું (માનરહિતપણું) આમ દશ પ્રકારના યમ છે. ૪.
મેક્ષના ચાર પ્રતિહાર. मोक्षद्वारप्रतीहाराश्चत्वारः परिकीर्तिताः ।
शमो विवेकः सन्तोषश्चतुर्थः साधुसङ्गमः ॥ ५॥ મોક્ષના દરવાજાના ચાર પ્રતીહારે કહેલા છે તે કયા? શમ (મનોનિગ્રહ), વિવેક, સંતોષ અને સાધુપુરને સમાગમ, એટલે આ ચાર દરવાને મોક્ષદ્વાને ખેલી આપે છે. ૫.
૧૧