________________
૩૪.
પ્રથમ
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ હજારે પાપ કરીને અને સેકડે જંતુઓને ઘાત કરીને તિર્યએ પણ આ શત્રુંજય તીર્થમાં આવી સ્વર્ગે ગયેલા છે. ૨
સિદ્ધાચળનાં દર્શન અને પ્રણામનાં ફળ. यो दृष्टो दुरितं हन्ति, प्रणतो दुर्गतिद्वयम् ।
संघेशान्त्यिपदकृत, स जीयाद्विमलाचलः ॥ ३ ॥ જે દર્શન કરવાથી પાપને હણે છે અને નમસ્કાર કરવાથી નરક અને તિર્યચ એ દુર્ગતિને હણે છે, તે સંઘપતિ અને અહંત પદને આપનારે શ્રી શત્રુંજય ગિરિ જય પામે. ૩.
- સિદ્ધાચળનું બીજું માહાભ્ય. वच्मः किमस्य चोच्चैस्त्वं, येन पूर्वजिनेशितुः ।
अधिरुह्यात्र लोकाग्रं, पुत्रैरपि करे कृतम् ॥४॥ શત્રુંજય પર્વતની ઉચ્ચતાને માટે શું કહીએ? કેમકે જેની ઉપર ચડીને આદિનાથ ભગવાનના પુત્રએ પણ લેકાગ્ર પિતાને હાથ કરી લીધું હતું જ
સિદ્ધાચળના ધ્યાન અને અભિગ્રહથી થતું ફળ पल्योपमसहस्रन्तु, ध्यानातक्षमभिग्रहात् ।
दुष्कर्म क्षीयते मार्गे, सागरोपमसञ्चितम् ॥ ५॥ શ્રી શત્રુંજય પર્વતનું ધ્યાન કરવાથી એક હજાર પલ્યોપમનું દુષ્કર્મ ક્ષય, પામે છે, ત્યાં જવાને અભિગ્રહ કરવાથી એક લાખ પપમનું દુષ્કર્મ ક્ષય પામે છે અને માર્ગે ચાલવાથી સાગરોપમ દુષ્કર્મ ક્ષય પામે છે. ૫ શ્રી શત્રુંજય પર્વત ઉપર શ્રી જિન ભગવાનનાં દર્શનથી થતું ફળ
शत्रुञ्जये जिनेदृष्टे, दुर्गद्वितयं क्षिपेत् ।।
सागराणां सहस्रं च, पूजास्नात्र विधानतः ॥ ६॥
શ્રી શત્રુંજયને વિષે રહેલા જિન ભગવાનનાં દર્શન કરવાથી નરક અને તિર્યંચ બંને પ્રકારની દુર્ગતિને નાશ થાય છે અને પૂજા તથા નાત્ર વિધિ કરવાથી હજાર સાગરેપમ પ્રમાણ દુષ્કર્મનો નાશ થાય છે. ૬
વન્દનથી થતું ફળ. मिथ्यात्वगरलोद्गारः, सम्यग्दृष्टिसुधारसः । पूर्वो इखः परो दीर्घा, नाभिनन्दनवन्दने ॥ ७॥