________________
wwww
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ
પ્રથમ યથાર્થ સ્વરૂપ, યથાવાદી તથા કારિત્વરૂપ પ્રસિદ્ધવાદ તે રૂપ ઘટા બજાવનારને, મક્ષ હસ્તતલ – હથેલીમાં જ છે. ૭ ભેદોપાસના રૂપ દ્રવ્ય પૂજા તેમજ ભાવ પૂજા કેણે કરવી!
द्रव्यपूजोचिता भेदोपासना गृहमेधिनाम् ।
भावपूजा तु साधूनामभेदोपासनात्मिका ॥८॥ શા–ભેદન વિષે આરાધના રૂપ દ્રવ્ય પૂજા ગૃહસ્થને ઉચિત છે. અને અભિન્ન આરાધના સ્વરૂપ ભાવ પૂજા સાથને ઉચિત છે.
વિવેચન-ભેદ પાસના એટલે સ્વાત્મસત્તાથી ભિન્ન આન ચિ વિલાસી સકલ કૃત્યે જેનાં સિદ્ધ થયાં છે એવા અહંત પરમેશ્વરને વિષે આલંબન વાળી આરાધના તે રૂપી દ્રવ્ય પૂજા ગૃહસ્થોને ઉચિત છે. અને અભિના આધારને અવલંબન કરનારી ભાવપૂજા-નિર્વિકલ્પ એવા સાધુઓને ઉચિત છે. સવિકલ્પ ભાવપૂજા ગૃહસ્થને પણ ઉચિત છે. ૮
ઈત્યાદિ કહી આ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે.
पंचपरमेष्ठि स्मरण माहात्म्य-अधिकार
પૂજા અધિકાર પછી આ અધિકારને આરંભ કરતાં વાચક મહાશયેને જણાવવાની અપેક્ષા પડે છે કે શ્રદ્ધા અને શ્રી જિનેશ ભગવાનની પૂજા કર્યા પછી પંચપરમેષ્ટિ ભગવન્તને નમસ્કાર તથા તેનું ધ્યાન, મરણ, નવકાર મંત્રને જપ વગેરે કરવાનું પ્રાપ્ત થાય છે. તે કાર્યોમાં પ્રવૃત્ત થતાં પહેલાં એવા પ્રકારના પ્રશ્ન ઉદ્ભવે છે કે–પરમેષ્ટિ ભગવતેની મહત્તા કેટલી છે? કારણ કે કોઈ પણ વ્યક્તિની મહત્તા જાણ્યા વિના તેમાં પ્રેમ થતું નથી, માટે મહત્તા જાણવાની પણ જરૂર પડે છે. તેમ તેઓને ઉદ્દેશીને કરાતા નમસ્કાર, ધ્યાન, નામ મરણ વગેરથી મનુષ્યને શું ફળ પ્રાપ્ત થાય છે? અને તેના નામના રહસ્વરૂપ એવા નવકાર મંત્રને જપ કરવાથી શું ફળ મળે છે? વગેરે પ્રશ્નોનું નિરાકરણ આવા સારૂ આ અધિકારને આરંભ કરવામાં આવે છે.