________________
૨૫
પરિચ્છેદ
પૂજ-(ભાવપૂજા) અધિકાર. " શબ્દાર્થ ધર્મ સન્યાસરૂપી અગ્નિએ કરીને પૂર્વે ધર્મોને લવણાવતરણ કરીને સામર્થ્ય યોગે કરીને રોભતા આરતિ વિધિ કરે. - વિવેચન-ધર્મ સન્યાસ એટલે ઐયિક સ્વભાવ રૂ૫ ઈચ્છાના પરિણામોને દ્વિતીય અપૂર્વ કરણને વિષે ત્યાગ, તે રૂપી અગ્નિકુંડે કરીને પ્રાધૂમ એટલે સરાગ અવસ્થાથી થતા ફાયપથમિક ધર્મો, સમ્યક્ દર્શનાદિ તેનું ક્ષાયિક ભાવની પ્રાપ્તિએ કરીને લવણવતરણ રચીને, સામર્થ્ય, એટલે ક્ષપકશ્રેણિના શિખર ઉપર લભ્ય પરિણામ, તેણે કરીને શુભતા આરતિની વિધિ પૂરે રચે. પ્રાધમ એટલે પૂર્વના સરાગધર્મ તે રૂપી લુણ-મીઠું-પ્રભુ ઉપરથી ઉતારીને અગ્નિમાં નાંખો. એટલે સરાગ ધર્મ ત્યાગ કરે, અને ધર્મ સન્યાસ અગ્નિએ કર્સને આરતિ ઉતાર-ચાને વીતરાગ ધર્મને આદર કરે. ૫
કેવા પ્રકારનો દીવો તથા નૃત્ય વગેરે જોઈએ? स्फुरन्मङ्गलदीपं च, स्थापयानुभवं पुरः।
योगनृत्यपरस्तोर्यत्रिकसंयमवान्भव ॥ ६ ॥ શબ્દાર્થ—અનુભવરૂપી ફુરત્ મંગળદીપ તે દેવની અગ્ર સ્થાપિ, યોગરૂપી નૃત્યને વિષે તત્પર થાય અને સાત્રિક રૂપ સંયમવાળા થાઓ.
'વિવેચન–અનુભવ એટલે આત્મસ્વરૂપના આસ્વાદન યુક્ત સ્પર્શજ્ઞાન,તે રૂપી વિલાસ ધારણ કરવા વાળા, સર્વ ઉપદ્રવ શાંત કરનાર, મંગળને પ્રદીપ શુદ્ધાત્મ દેવના મુખાષ્ય સ્થાપક અને યુગ. એટલે મન વચન અને કાયાનું શુદ્ધ આત્મભાવ ને વિષે એકાય પ્રર્વતને તે રૂપી નૃત્ય ને વિષે તત્પર થાઓ-ઉપગ વૃત્તિ કરે; ૌર્ય એટલે મુરજાદિ વારિત્રના વિનિએ તેને ત્રિક-સિંધ-તે રૂપી ઈદ્રિયોગ ક
જાય નિગ્રહરૂપ સંયમ વાળા થાઓ. મન સંયમ, વચન સંયમ અને કાય સંયમ - વાન થાઓ. ૬
. - પ્રભુ આગળ કેવા પ્રકારની ઘંટા જોઈએ?
उल्लसन्मनसः सत्यघण्टां वादयतस्तव ।।
भावपूजारतस्येत्थं, करकोडे महोदयः ॥७॥ છેશબ્દાર્થ—આ પ્રમાણે ભાવ પૂજને વિષે તત્પર, ઉલ્લાસ યુક્ત મનવાળા અને - સત્ય ઘટા નાદ કરનારને મહદય કરડ ને વિષે છે.
વિવેચન–પૂર્વોક્ત વિધિ પ્રમાણે ભાવ પૂજા એટલે શુદ્ધ સ્વભાવે કરીને પૂજા અથવા શુદ્ધ સ્વભાવ સામગ્રીમય પૂજા, યાને શુદ્ધ સ્વભાવની પૂજા, અર્ચના, તેને વિષે જે તત્પર છે તેને અને જેનું ચિત્ત પરમ આહ્વાદવાળું છે તેને, તથા સત્ય એટલે