________________
પરિચ્છેદ.
દુર્જનનિન્દા-અધિકાર. દુર્જનની બીજામાં દોષ જોવાની દૃષ્ટિ. अकलितपरस्वरूपः, स्वकमपि दोषं परस्थितं वेत्ति ।
नावि स्थितस्तटस्थानचलानपि विचलतो मनुते ॥ १८ ॥ જેમ વહાણુમાં બેઠેલો મનુષ્ય કાંઠા ઉપર રહેલાં અચલ (એવા વૃક્ષાદિ પદાર્થીને ચલાયમાન જુવે છે તદ્ધત્ બીજાના અને પિતાના રૂપને ન જાણનાર ખલપુરષ પિતાના દેષને બીજામાં રહેલે જાણે છે. ૧૮ અધમ પ્રકૃતિના સામાન્ય સ્વભાવજન્યલક્ષણો.
માર્જિન, काके शौचं द्यूतकारेषु सत्यं, सर्प शान्तिः स्त्रीषु कामोपशान्तिः । क्लीवे धैर्य मद्यपे तत्त्वचिन्ता, राजा मित्रं केन दृष्टं श्रुतं वा ॥१९॥
કાગડામાં નિર્મળતા, જુગારીમાં સત્યતા, સર્પમાં ક્ષમા, સ્ત્રીમાં કામની શાન્તિ, નપુંસકમાં ધીરજ, મદ્યપાન કરનાર માણસમાં તત્વજ્ઞાનને વિચાર અને રાજા કેઈને મિત્ર હોય; એ બાબતે કોઈએ સાંભળી છે? અથવા જેઈ છે? સારાંશકે એ બાબત કદી બનતી જ નથી. ૧૯
અનર્થકારી સાક્ષર દુર્જન.
રથોદ્ધતા. (૨૦ થી ૨૧) विद्यया विमलयाप्यलडुत्तो, दुर्जनः सदसि मास्तु कश्चन । साक्षरा हि विपरीतताङ्गताः, केवलं जगति तेऽपि राक्षसाः ॥२०॥
કદાચ નિર્મળ શુદ્ધ વિદ્યાથી દુષ્ટ મનુષ્ય શણગારેલ હોય તે પણ તેને સભામાં દાખલ ન કરવો. કારણકે સાક્ષર (વિદ્વાને) આ શબ્દને ઉલટાવીને એટલે અવળા અક્ષર બોલીએ તે રાક્ષસ (રાક્ષસે–દે) એ અર્થ થાય છે. આ ઉપરથી એ સમજવાનું છે કે કેવળ જડ અક્ષર અર્થને અનર્થ કરે છે ત્યારે ચૈતન્ય. વાળ ખળ પુરૂષ સભામાં શું અનર્થ ઉત્પન્ન ન કરે? ૨૦
દુર્જન ઉંચે સ્થાને રહી શકતો નથી. उन्नतं पदमवाप्य यो लघु, हेलयैव स पतेदिति ब्रुवन् ।
शैलशेखरगतः पृषद्णश्चारुमारुतधुतः पतत्यधः ॥२१॥ પર્વતના શિખર ઉપર ગયેલ જળબીંદુઓને સમુદાય બીજાને શિખામણ