________________
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ
થતુર્થ
વિવેચન-વિદ્યા અને મુક્તિ પ્રાપ્તિને કે સંબંધ છે તે વિચારવા જેવું છે, વિદ્વાનને જ મોક્ષ મળે છે એમ નથી, પણ અભ્યાસની સાથે સરળતા–સદ્વર્તન • જોઈએ.
સ્માઇલ્સ નામને એક પ્રખ્યાત ગ્રંથકાર કહે છે કે અસાધારણ વિદ્વત્તાની સાથે હલકામાં હલકા દુર્ગણે કેટલીકવાર મળેલા હોય છે, અને ઉચ્ચ ચારિત્રને વિદ્યા સાથે કાંઈ પણ ખાસ સંબંધ નથી; દેવ, ગુરૂ, ધર્મ પર શુદ્ધ શ્રદ્ધા, શુદ્ધ વસ્તન અને સરળ સેમ્ય પ્રકૃતિથી ઘણુ ભદ્રક જીવ તરી ગયા છે. હકીકત આમ છે છતાં પણ વિદ્યાવાનને સંસાર તો સહેલે પડે છે, એમાં તે જરા પણું શક નથી. જ્ઞાનીને વિચારણા-વર્તન સારા થઈ જવા બહુ સંભવ છે. અને અજ્ઞાની કરોડ વર્ષે જે કર્મક્ષય કરે તે જ્ઞાની એક શ્વાસે શ્વાસમાં કરી શકે છે, પણ આવી સગવડ છે તે સાથે જ જો જ્ઞાની પ્રમાદી થઈ જાય, આડંબર કરનારો થઈ જાય, વાહવાહ બેલનારો થઈ જાય, આશાભાવ રાખી ધમાચરણ કરે, તે તેને મોટું નુકશાન થાય છે અથવા ટૂંકામાં તેને અધ:પાત થાય છે. જેમ કર્મક્ષયનું પ્રબળ સાધન જ્ઞાનીને હાથમાં રહે છે, તેમ તીવ્ર કર્મબંધ અને જવાબદારીનું છેખમ પણ તેને માથે વધારે છે, જ્ઞાનવાને-વિદ્યાવાને બહુ વિચારીને દરેક કાર્ય કરવાની જરૂર છે. મૂળ શ્લોકમાં શાસ્ત્રને નહીં અભ્યાસ કરનાર એમ કહ્યું છે, તે અ૫ અભ્યાસ કરનાર માટે હોય એમ સમજાય છે. આ પ્લેથી અજ્ઞાનવાદને પુષ્ટિ આપી નથી તે ખાસ સમજવાની જરૂર છે. આ આખા અધિકારમાં જ્ઞાનને અલંપાશે પદ આપવામાં આવ્યું હોય ત્યાં વિષય પ્રતિભાસ જ્ઞાનને અગે તે કથન છે એમ સમજવું. તત્ત્વસંવેદન જ્ઞાન જ્યારે પ્રાપ્ત થાય, ત્યારે તે આ અધિકારમાં વર્ણવેલી સ્થિતિ હોય જ નહીં. તે જ્ઞાનવાનને હેય ઉપાદેયને શુદ્ધ નિશ્ચય હોય છે, તેની વૃત્તિ સ્વસ્થ હોય છે. આ તેવા જ્ઞાનવાળાનું વર્તન બહુ શુદ્ધ હોય છે અને તેની અને અ૫ અભ્યાસની કદિ પણ સરખામણ થઈ શકે જ નહીં, શાસ્ત્રકાર અ. જ્ઞાનવાદની કદિ પણું પુષ્ટિ આપતા નથી, એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. બાકી જ્ઞાનનાં પુસ્તકોને ભંડાર કબજામાં રાખવાથી અને મોટી સભાઓ જીતવા માત્રથી કાંઈ બહુ લાભ નથી એ અત્ર ઉદ્દેશ છે. ૧૪
આ પ્રમાણે કહી આ કુવક્તા અધિકાર પૂર્ણ કરવામાં આવે છે.
* હરિભદ્ર અષ્ટક (૯-૬)