________________
પરિચ્છેદ
વક્તા અધિકાર ज्योतिर्विमूढस्य हि दीपपातिनो
गुणाय कस्मै शलभस्य चक्षुषी ॥९॥ દુર્ગતિમાં પડનાર પ્રમાદી પ્રાણી સ્વાત્મપૂજા માટે શાસ્ત્રને અભ્યાસ કરે છે. તે નિષ્ફળ છે. દીવાની જ્યોતિમાં ફસાયલા દીવામાં પડનાર પતંગિયાની આંખે તેને થશે લાભ કરનારી છે? ૯
ભાવાર્થ-આંખ વગર જીવન અકારું છે, પણ તેજ આંખેને દુરૂપયેગ થાય તે તેઓજ આ જીવનને નાશ કરે છે. જેમકે પતગિયું આંખથીજ ફસાય છે. શાસ્ત્રાભ્યાસ વગર દુર્ગતિને નાશ થતો નથી, પણું જ્યારે તે જ અભ્યાસ પોતાની પૂજા સત્કાર માટે તેમજ પહેલી ખુરશી મેળવવા માટે એટલે માન ની પિપાસાથી થયે હોય ત્યારે નિષ્ફળ થાય છે એટલું જ નહિ પણ નુકસાન કરનાર થાય છે. જરા માન મળે તેને લાભ કહો તે ભલે, પણ શાસ્ત્રકાર એને નુકશાન કહે છે. શાસ્ત્રાભ્યાસના પરિણામે માન મળે છે, પ્રમુખની ખુરશી મળે છે કે ગ્રંથકાર થવાય છે, પણ અભ્યાસીના અભ્યાસના ફળ તરીકે એ ઈચ્છા નહે લી જઈએ, એ ઈચ્છા થઈ કે બ. ધું ગયું એમ સમજવું. શ્રીમાન હરિભદ્રસૂરિ મહારાજ તેટલા માટે વિષય પ્રતિભાસ જ્ઞાનની વ્યાખ્યા કરતા કહે છે કે એ જ્ઞાનથી પ્રવૃત્તિ કેવી કરવી તે સંબંધમાં તદ્દન નિરપેક્ષ વૃત્તિ રહે છે; એ વર્તન વગર જ્ઞાનથી લાભ થતું નથી તે જેમ અત્ર દષ્ટાંત આપીને સ્પષ્ટ કરવામાં આવ્યું છે તેમ અષ્ટકમાં તેવા જ્ઞાનને મહા અ. પાયના કારણરૂપ કહ્યું છે + આપણે વ્યવહારમાં પણ એ વાતને વારંવાર અનુભવ કરીએ છીએ. જે આ અવ્યવસ્થિત પણે બહુ અભ્યાસ કરી ગયા હોય છે તેઓને પોતાની પ્રવૃત્તિના સંબંધમાં બહુ વિવેક રહેતો નથી. એકલું મગજ કેળવાયું હોય અને અંતઃકરણ પર તેની છાપ ન પડી હોય ત્યારે આવું ભયંકર પરિણામ આવે છે અને અંતઃકરણની કેળવણીને તફાવત અત્ર સારી રીતે દષ્ટિગોચર થાય છે. એક વિદ્વાન ગણાતા મનુષ્યને અશુદ્ધ વ્યવહારમાં પ્રવર્તતે દેખવામાં આવે તો સમજવું કે તેનું જ્ઞાન પ્રથમની પતિ ઉપરજ છે, પ્રવૃત્તિમાં આત્માને યથાસિથત લાભ અલાભને સદ્દભાવ બતાવનાર જ્યાં સુધી તેના જ્ઞાનને વિષય થાય નહિ ત્યાં સુધી જ્ઞાન આપ્યું બર માત્ર છે, અને તે જ્ઞાનને શાસ્ત્રકાર અનેક પ્રસંગે અજ્ઞાનજ કહે છે. ૯
જ્ઞાનની ક્રિયા સાથે સંબંધ. अधीतिमात्रेण फलन्ति नागमाः
समीहितैर्जीवसुखर्भवान्तरे । + જુઓ હરિભદ્રસૂરિનાં અષ્ટક નવમાનો ત્રીજો શ્લોક. જ ૯ થી ૧૪ અધ્યાત્મક૯પકુમ.