________________
૧૩
મન એ સ્વતંત્ર છે. શરીરને રેવા-કાબુમાં રાખવા કે કેદ કરવા ભલે સર્વ કઈ પ્રયત્ન કરે, પરંતુ મનને રોકવા કોઈ સમર્થ નથી. મનને પ્રવાહ અકી-અસિમ અને અગાધ છે. મનની રિથરતા જેમાં પ્રેમ જોડે છે, તેમાંજ તે ચિરસ્થાયી લાગી રહે છે. તેને બીજી વાત, શૃંગાર કે મોહક વસ્તુ પણ તુચ્છ લાગે છે. તેમ વિરજીભાઈ તેમના પિતાદી-કૈટુંબીક આગ્રહથી ઘરે પાછા ફર્યા, પરંતુ તેમનું મન વિરાગ્યથી પાછું ફર્યું નહે તે સ્વાભાવિક કહેવાય છે કે મન gવ મનુષ્યાન રાખ્યું વં ભક્ષણો મન એજ મનુષ્યને બંધ (મહાદિ ) અને મોક્ષ (છુટાપણા) નું કારણ છે. અને તે પ્રમાણે વી૨જી માઇનું મન મેક્ષ ( સંસારથી છુટાપણું ) ચાહતું હતું. તેથી તેઓએ ઘરે આવવા પછી-ભૂમિશયન, એકાસણુ, બ્રહ્મચર્થવૃત, સચેત ત્યાગ, એ વગેરે વિરક્ત ભાવનાના આચાર ગ્રહણ કર્યા હતા. અગર જો કે પિતાની પાસે રહી આ પ્રમાણે કરવા સામે તેમનું કુટુંબ તાત્કાલિક વાંધા લેતું હતું નહિ તે પણ વીરજીભ ઈનું મન હમેશને માટે બંધનમાં રહી તેમ કરવાથી કદી ખલના થવાની શંકા રાખતું હતું. વળી ગમે તેટલી છુટ છતાં સંસાર અવસ્થા અને પરિચિત મેહ તેમના ધર્મકાર્યમાં કદાચ અંતરાય લાવે તે બનવાજોગ હતું અને તેથી એક વર્ષમાં ચાર પાંચ વખત તપસ્વી પાસે જા આવ થઈ અને અંતે ૧૫૩ ના માસા માં તપસ્વી વેરાવળ હોવાથી ત્યાં તેમની પાસે ગયા અને દીક્ષા લેવાને દઢ સંકલ્પ જણાવ્યું કે જે ખબર પુનઃ તેમના પિતાને આપતાં તેઓ ત્યાં આવી પાછા તેડી જવા કહેવા લાગ્યા.
વીરજીભાઈને નિશ્ચય દઢ હતું, અને તેથી સરલતાથી માર્ગ કરવા અને બને તે પરહિત કરવાના હેતુથી તેમણે પોતાના પિતાને જવાબમાં વિનંતી કરી કહ્યું કે
* પિતાજી ! ગમે તેવા તુચ્છ વિષયમાં પ્રવેશવા છતાં ઉજવળ આત્માઓને ધર્મ સવંતઃ વૈરાગ્યમાં ઝંપલાવું એ છે. બે હ્યદષ્ટિથી જ્યાં સુધી ઉસ્વળ આમાએ સંસારના માયિક પ્રપંચમાં દશન દે છે. ત્યાં સુધી તે કથનની સિદ્ધતા કવચિત્ દુર્લભ છે, એ નિઃસંશય છે.
મહાવીરનો એક સમય માત્ર પણ સંસારને ઉપદેશ નથી. એનાં સઘળાં પ્રવચનમાં એમણે એજ પ્રદર્શિત કર્યું છે તેમ તેવું સ્વાચરથી સિદ્ધ પણ કરી આપ્યું છે. કંચનવર્ણ કાયા, યદા જેવી રાણી, અઢળક સામ્રાજ્ય લક્ષમી, અને મહા પ્રતાપી રાજ પરિવારને સમૂહ છતાં તેના મેહને ઉતારી દઈ જ્ઞાન દર્શન યેગપરાયણ થઈ એણે જે અદ્દભૂતતા દર્શાવી છે, તે અનુપમ છે. એનું એજ રહસ્ય પ્રકાશ કરતાં પવિત્ર ઉત્તરાધ્યયન સૂત્રમાં, આઠમા અધ્યયનની પહેલી ગાથામાં કપિલ કેવળીની સમીપે તત્વાભિલાષીના મુખ કમળથી મહાવીર કહેવરાવે છે કે –
अधुवे असासयंमि संसारंमि दुख्खपउराए किं नाम दुध्यं तकम्मयं जेणाई दुग्गइं न गछेझा