________________
૧૨.
બાર ખુલે તે માટે તેમણે વીરજીભાઈને સંબંધ-સગાઈ કરતા ધાર્યું. પણ આ ખબર વીરજીભાઈને પડી જવાથી તેમને તેમ કરવા સાફ ના પાડી અને તેઓ ખરીદ અર્થે ૧૫૨ માં જેતપુર ગયા કે જ્યાં ઢંઢોયાના સાધુ માણેકચંદજી સ્વામી ( તપસવી) માસુ હતા તેથી તેમને મળ્યા અને ધર્મચર્ચા થવાથી તેમને આનદ થતાં પિતાને દીક્ષા લેવાની ઈચ્છા થઈ હતી, ને આ અવકાશ મળી આવ્યું, જેથી તુર્ત તેમણે ત્યાંજ દીક્ષા લેવા ધારી, રજા માટે પોતાના પિતાને પત્ર લખે.
પ્રેમ એ અદ્દભુત લાગણી છે. સામાન્ય પરિચિત બે પતિ વચ્ચે પ્રેમનું બીજ ન ધારેલી રીતે વવાઈ જવા પછી તે વૃક્ષ એવી છુપી રીતે વધી જવા પામે છે કે તેની મજબુતી અને વિશાળતાનું ખરૂં ભાન પ્રસંગે જ થઈ શકે છે. આ સામાન્ય વ્યક્તિના પ્રેમનું સ્વરૂપ છે. ત્યારે પિતા પુત્ર વચ્ચેને કુદરતી પ્રેમ કેટલે વિશાળ હોય તેની ગણના થવી બહુ મુશ્કેલ છે; ગમે તેવા અપરાધ વચ્ચે પણ પિતા પુત્રને નિર્દોષ જુએ છે, ગમે તેવા કુરૂપ વચ્ચે પણ પિતા પુત્રને તેજસ્વી માને છે. અને ગમે તેવા વર્તન છતાં પણ પિતા પુત્રને ચાહે છે, તેનું કારણ કુદરતી પ્રેમ ન હિ તે બીજું શું કહ્યું છે કે
बंधनानि खलु संति बहूनि प्रेमरज्जुदृढबंधनमेव
दारुभेदनिपुणोऽपि षडं विनिष्क्रियो भवति पंकजकोशे “બંધન ઘણું હોય છે, પરંતુ પ્રેમરૂપ દેરડી દઢબંધન છે. કેમ કે ભ્રમર લાકડું ભેદવામાં ચતુર છતાં પણ કમળ કેશને ભેદી શકતું નથી.”
પિતાના પુત્રનું ચિત્ત સંસારમાં જોઇએ તેવું નથી, તેમ દેવકરણ શેઠ જાણ તા હતા; છતાં જ્યારે તે દીક્ષા લેવાના છે તેમ તેને ખબર મળ્યા કે તુત જાણે કે તેઓ હમેશને માટે પુત્રરત્ન ગુમાવી બેસતા હોય તે આઘાત થયે. પુત્રના વર્તનમાં તેનું હિત કેટલે અંશે સધાય છે તે ગણના કરવા જેટલી તેમની પ્રેમદૃષ્ટિ ઉદાર થઈ શકી નહિ. તેથી તેઓ પોતાના ભાઈ જીવાભાઈ સાથે જેતપુર આવ્યા અને દીક્ષાને માટે રજા આપવાને બદલે અનેક પ્રકારે આઠંદ કરતા વીરજીભાઈને પિતાની સાથે લઈ ગયા કહ્યું છે કે
पादाकुलकं हा हा दुष्टकदर्थितकायैः क्षिप्तं जन्म मुधा व्यवसायैः
काकिण्यर्थे चिन्तारत्नं हारितमेतदकृत्वा यत्नम्
જેમ કેઈ કેડી મેળવવા માટે ચિંતામણી રત્ન ઈ બેસે છે, તેમ દુષ્ટ સં. સારની વાસના માટે નિષ્ફળ પ્રયત્નવાળા પુરૂષે પ્રભુ ભજનને યત્ન કર્યા વિના જન્મ
ગુમાવી દે છે. »