________________
પદિ
સુસાધુ (તત્વદષ્ટિ-સર્વ સમૃદ્ધિ)-અધિકાર અથવા શરીર ઉપર ધારણ કરેલ પ્રવેદથી થયેલ મેલ તેનાથી જેનાં વસ્ત્ર તથા ગાત્રે મલિન છે, તેને ગુણગણવાળો પુરૂષોત્તમ છે, એમ સમજે છે. પરમાર્થ ગ્રહણ કરવાથી અંતર્ગત ગુણરાશિ જેનારને જ્ઞાનના સામ્રાજ્યથી જે ગરિષ્ઠ છે તેજ પુરૂ તમ છે એમ જણાય છે. તત્ત્વદષ્ટિ પુરૂષોની ઉત્પત્તિ વિશ્વના ઉપકાર માટે છે. તે
न विकाराय विश्वस्योपकारायैव निर्मिताः।
स्फुरत्कारुण्यपीयूषष्टयस्तत्वदृष्टयः ॥८॥ શબ્દાર્થ-વિરતારવાળી કરૂણારૂપી અમૃતની વૃદ્ધિ કરનારા તદષ્ટિ પુરૂષે વિશ્વના ઉપકારને માટે નિર્માણ થયેલા છે; પરંતુ વિકરને માટે નિર્માણ થયેલા નથી.
વિવેચન-કુરત્ એટલે જાગ્રત્ રભાવથી વિસ્તાર પામતી કરૂણ રસની પ્રચુરતા તે રૂપી અમૃતને વર્ષાવનારી એવી જેની તત્વષ્ટિ છે તે ત્રિભુવનના ઉપકા૨ને માટે સદજ્ઞાનને ઉપદેશ કરવાને અર્થે છે. પરંતુ તે, ભ્રાંતિ અજ્ઞાનાદિ રૂપ ચિત્ત વિભમને માટે અથવા બીજાના સંતાપને માટે નથી. ૮
આ પ્રમાણે કહી તત્ત્વદૃષ્ટિ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે.
સુતાપુ (સર્વ સન્નિ)-સધિરિ.
જ્યારે બહાદષ્ટિને પ્રચાર વિરૂદ્ધ થાય છે. અને તત્વષ્ટિ પ્રાપ્ત થાય છે, ત્યારે મહાત્માઓને સર્વ સમૃદ્ધિઓ પ્રત્યક્ષ દેખાય છે. જે સમૃદ્ધિના પ્રભાવથી તે મહાત્માઓ ધર્મના ચક્રવતીઓ બની જાય છે. સર્વ સમૃદ્ધિ સંપન્ન એવા મુનિઓ શુદ્ધ જ્ઞાન ક્રિયાત્મક એવા અનુષ્ઠાનનું આચરણ કરી વાત્મ ભાવની નિર્મલતા સંપાદન કરી શકે છે. તેથી અહિ આ સુસાધુના અધિકારમાં સર્વ સમૃદ્ધિ અધિકારની ઉપગિતા સિદ્ધ થાય છે. તે આ સ્થળે દર્શાવે છે. મુનિને સર્વ સમૃદ્ધિ કયારે પ્રત્યક્ષ થાય છે?
સનુષ્યન્ (૧ થી ૮) बाह्यदृष्टिमचारेषु मुद्रितेषु, महात्मनः। अन्वरेवावभासन्ते, स्फुटाः सर्वाः समृदयः॥१॥