________________
ૐ ૐ નમઃ જામ જ્યતિ શાસનમ
શ્રેણી ક્રમાંક-૫૮
જૂdf cર્ષના સંકલ્પો
પરમ આત્મીય સ્નેહી સ્વજનો પ્રણામ સહ!
આ વર્ષે અમારા દ્વારા છપાવવામાં આવેલી અણમોલ ક્ષમાપનાએ અનેક લોકોના મનમાં ઉત્કંઠા જન્માવી હતી અને ચોમેરથી વધુ ને વધુ માત્રામાં આ પ્રકારની ક્ષમાપનાનો સંદેશ આપણા ભાઈઓએ ચારે કોર ફેલાવેલો. સાથે સાથે એવી માંગ પણ ઊભી થયેલી કે નૂતન વર્ષના નવલા પ્રભાતે કોઈક વિશિષ્ટ સંદેશ, સંકલ્પો માટે જો આગોતરી જાણ બધાને કરવામાં આવે તો પોતાના તરફથી મોકલાતા અભિનંદન પત્રોમાં એ સંકલ્પો વગેરે મૂકી શકે.
આ વિચારને મનમાં રાખી આ સાથે અમો આપને એક ગુજરાતી અને એક તેનું હિન્દી ભાષાંતર કરીને થોડાક મજબૂત સંકલ્પો કરીને મોકલીએ છીએ. આપ આ પેમ્ફલેટ ઉપર આપનો રબ્બર સ્ટેમ્પ મારી આપના મિત્રવર્તુળ તથા સગાંસંબંધીઓને આ સંકલ્પ મોકલી શકો છો અથવા તો આપ પ્રીન્ટર પાસે જયારે આપના દિવાળી કાર્ડ છપાવો ત્યારે તેમાં આ સંકલ્પો અથવા જગ્યાના અભાવે આમાંના થોડાક ચૂંટેલા સંકલ્પો આપના કાર્યમાં મૂકી શકો છો.
ભાવના-પ્રાર્થના તેમ જ સંકલ્પની તાકાત અતિ ઉત્કૃષ્ટ હોય છે. સિદ્ધિને કેટલું છેટું હોય છે? માત્ર સંકલ્પ જેટલું જ આપણે જેવું વિચારીએ છીએ તેવા આપણે થઈએ છીએ. માટે! ચાલો મન ભગવાનને આપી નવા વર્ષની પ્રત્યેક ક્ષણને આ સંકલ્પોની સાંકળ વડે મજબૂત કરીએ. સમયમ ગોયમ મા પમાયણ | નો સંદેશ વિરપ્રભુએ ગૌતમને આપવા દ્વારા આપણને સહુને આપ્યો હતો.
ગૌતમના ત્રણ અક્ષરોમાં જ આ જગતની શ્રેષ્ઠ વસ્તુઓનો સમાવેશ થઈ જાય છે. “ગૌ એટલે કામધેનુ ગાય; “ત' એટલે કલ્પતર, કલ્પવૃક્ષ અને “મ' એટલે મણિ. આ લૌકિક જગતની ત્રણ શ્રેષ્ઠ વસ્તુઓ આ નામ માત્રમાં સમાઈ જાય છે. વિરપ્રભુના ૧૪000 શિષ્યોમાંથી માત્ર ૭00 ને કેવળજ્ઞાન અને એમના શિષ્ય શ્રી ગૌતમ સ્વામી પ્રભુને ૫OOOO શિષ્યોમાંથી ૫OOOO ને કેવળજ્ઞાન એક જગ્યાએ ૫% પરિણામ બીજી જગ્યાએ ૧૦૦% પરિણામ. આ પ્રભાવનું કારણ પણ પરમકૃપાળુ પરમાત્મા મહાવીર સ્વામી ભગવાન જ છે. કારણ એમના પ્રત્યેની અપાર ભક્તિથી ગૌતમ સ્વામીમાં એવી લબ્ધિ પ્રગટ થઈ, એવા દાનેશ્વરી બન્યા કે પોતાને હજુ કેવળજ્ઞાન નહોતું થયું છતાં એમની પાસે દીક્ષા લેનાર પ્રત્યેકને કેવળજ્ઞાનનું દાન એમણે કરેલું.
LLLLLLLL LSLS.
“ગૌતમ' નામમાં એવું મહાભ્ય છે કે સંગ્રામ સોનીએ શ્રી વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ સૂત્રના શ્રી ભગવતી સુત્ર) શ્રી ગૌતમ સ્વામીએ પૂછેલ ૩૬૦૦૦ પ્રશ્નોના શ્રી વિરપ્રભુએ “હે ગોયમા' કહીને જે ઉત્તરો આપ્યા છે તે પ્રત્યેક નામ વખત ૩૬૦૦૦ સોનામહોર મૂકીને પૂજન કર્યું હતું તેમના પત્નીએ ૧૮૦૦૦ સોનામહોરથી અને પુત્રવધૂએ ૯000 સોનામહોરથી પૂજન કર્યું છે. ગૌતમ સ્વામી કેવા તેમને વ્હાલા હશે કે માત્ર એમના નામ ઉપર ૬૩૦૦૦ સોનામહોરનું પૂજન કરવામાં આવ્યું.