________________
ગૌતમ સ્વામીનું નામ લઈ ધંધો કરવા જવું એમ શ્રાદ્ધવિધિ પ્રકરણકાર જણાવે છે. બાળ-ગ્લાન સાધુ ભગવંતો તેમ જ માંદગી કે અભ્યાસ અંગે વિશિષ્ઠ પ્રસંગોએ ઈચ્છીત ગોચરી મેળવવા જતાં પહેલા ગૌતમ સ્વામીનું નામ લઈને મુનિભગવંતો નીકળે ત્યારે તેમની સર્વ આકાંક્ષાઓ ગૌતમ પ્રભુના નામ માત્ર લેવાથી પૂર્ણ થતી હોય છે.
યસ્યાભિધાને મુનયોstપ સર્વે, '' ગુજ્ઞત્તિ ભિક્ષા, ભમણસ્ય કાલે | મિષ્ટાન પાનાંમ્બર, પૂર્ણ કામઃ,
સ ગૌતમો યચ્છતુ વાછિત મે || કોઈક જગ્યાએ શાસ્ત્રકાર પરમર્ષિઓ કલ્પના કરે છે કે શ્રી ગૌતમ સ્વામીની પત્નીઓનું નામ અનંતી લબ્ધિઓ હતી. જે આજે શ્રી ગૌતમ સ્વામીની વિરહમાં આમતેમ ભટકે છે પણ જેવું કોઈ ગૌતમ સ્વામીનું નામ માત્ર લે છે તેને આ પત્નીઓ આવીને વળગી પડે છે. પ્રત્યેક નવલા વર્ષે ગુરુમુખે સાંભળવામાં આવતા શ્રી ગૌતમ સ્વામીના રાસમાં એક જંગ્યાએ લખ્યું છે કે આમતેમ શા માટે ભટકો છો, ગામ-પરગામ શું કામ દોડે છે ભાઈ? તારે કલ્યાણ કરવું છે ને? માત્ર ગૌતમનું નામ લે. તારું કામ થયા વગર રહેશે નહીં.
આવો! આપણે સહુ શ્રી ગૌતમ સ્વામીના ચરણકમળમાં વંદન કરીને એમને સાડાત્રણ કરોડ રૂવાડાઓમાંથી નીકળતી આપણી ચેતનાના બળ વડે મગજના અઢી અબજ સેલોમાં સર્વ જગ્યાએ ઉપયોગપૂર્વક એમનું નામ ફીડ કરીને વિનંતી કરીએ કે નૂતન વર્ષમાં આપ અમારા ઉપર એવા આશીર્વાદ વરસાવો કે શ્રી જિનશાસનની આરાધના પ્રભાવના અને રક્ષાના સર્વે કાર્યોમાં, આ સાથે કરવામાં આવેલા સર્વ સંકલ્પો અમે ચપટીક વગાડતાં પૂરા કરી શકીએ.
અઢળક યંત્રો સાથે ઉતરેલો માઈકલ જેકસન બે કલાકમાં લોકોના ૧૮ કરોડ રૂપિયા ખંખેરીને પશ્ચિમના ઘોંઘાટિયા અને રોગકારક સંગીતના સુરો ફેલાવી શકતો હોય તો કે, ગૌતમ પ્રભુ! તારા : નામનો મંત્ર લઈ સમગ્ર જીવસૃષ્ટિ ઉપર ઉતરી આવેલ અનાત્મવાદના આક્રમણને દૂર કરી અમે શાંતિનો અને સમાધિના સુમધુર સુરો નહીં ફેલાવી શકીએ?
આવો! આપણે સહુ આ સંકલ્પો કરી સિદ્ધિને સાદ કરીએ. - - - - - - - -
– – – – – – – –– – – સૌજન્યઃ શ્રી અરવિંદભાઈ મગનલાલ શાહ પરિવાર
હિન્દુ તે જ કહેવાય જેને પોતાના ધર્મનું ભારેથી ભારે ગીરવ હોય, સાથે આજનો સુવિચાર જ કોઈના ધર્મ તરફ કદી મિરરકાર પણ ન હોય.
- જેને પાપનો ભારે ખટકો હોય. અને પુણ્ય કમાણીનો ચકો હોય.
વર્ધમાત્ર સંસ્કૃતિધામ (પ્ર. છે. સરકાર સંસ્કૃતિ ભવન) ૬, ધન મેન્શન, ૧લે માળે, અવંતિકાબાઈ ગોખલે સ્ટ્રીટ, ઓપેરા હાઉસ, મુંબઈ-૪૦૦૦૦૪. ટે. નં. ૩૮૮૭૬૩૭, ટેલી ફેક્ષઃ ૩૮૯૫૮૫૭
વિનિયોગ પરિવાર બી-૨/૧૦૪, વૈભવ, ૧લા માળે, જાંબલી ગલી, બોરીવલી (પશ્ચિમ), મુંબઈ-૯૨.' ટે. નં. ૮૦૭૭૭૮૧ ટેલી ફેક્ષઃ ૮૦૨૦૭૪૯