________________
૯ લાખ કરોડ રૂ.ના દેવાના ભારણને નાથી શકાશે. જમીનના પેટાળમાં આગ ચાંપનાર એક માત્ર રાસાયણિક ખાતરને જો તિલાંજલિ આપી દેશી છાણિયા ખાતરને વપરાશને ફરીવાર શરૂ કરવામાં આવે તો આ એક જ પ્રયોગથી સમગ્ર દેશનું દેવું દૂર થઈ શકે તેમ છે. લાખો રૂ.ની સબસીડી રાસાયણિક ખાતર અને ટ્રેકટરોને આપવાનું બંધ કરી પશુધનને બચાવી તેના સંરક્ષણ અને સંવર્ધન માટે દેશના ટોચસ્થાનેથી પ્રયત્ન કરવામાં આવશે તો જ ઘડિયાળના કાંટા પાછા ફરશે નહીં તો આ દેશ વિનાશની ગતિ તરફ ઝડપભેર આગળ વધી રહ્યું છે. નવા વિકાસના મોડેલના વંટોળિયા એણે વાવ્યા છે હવે નાદારીના, દેશની આબરૂના ધજાગરાના અપોષણ, બેકારી, મોંઘવારી, ગરીબીની અને છેવટે સર્વનાશના વાવાઝોડાં લણવાની તૈયારી એણે રાખવી પડશે.
જાપાનથી આવેલા ફોકુઆઓએ રાજીવ ગાંધીને કહેલું કે તમારી જૂની પરંપરાઓ એટલી સુદઢ અને સમૃદ્ધ છે કે તમે કોઈપણ બાબતમાં નવો ફેરફાર મત કરો. "DO NOTHING. જાપાનમાં દેશી ખાતરથી તેમણે જે વિક્રમજનક ઉત્પાદન મેળવ્યું છે. તેથી તે સમગ્ર ભારતમાં ફરીને આપણી ખેતી, આપણી સંસ્કૃતિના રિવાજો આપણા સામાજિક, ધાર્મિક જીવન ઉપર સંશોધન કરી જતાં પહેલા તેમણે ત્યારના વડાપ્રધાનને આ સોનેરી સલાહ આપી, કશું કરો નહીં, જે છે તેને બરોબર સાચવો.
અંગ્રેજો આપણા પૂર્વજોએ સ્થાપેલી સંસ્કૃતિના ફનાફાતિયા ઊડાવી રહ્યા છે.
આપણા સોળમાં તીર્થકર શ્રી શાંતિનાથ પ્રભુએ એક કબૂતરનો જીવ બચાવવા પોતાના શરીરનું એક એક અંગ કાપીને એની સામે ત્રાજવામાં મૂકતા ગયા હતા. ઈન્દ્રએ પછી પોતાનું રૂપ પ્રગટ કરી શ્રી શાંતિનાથ પ્રભુની કાયા જેવી હતી તેવી કરી નાખી હતી.
સિસોદીયા કુળના એક રાજાની આંખે દેખાતું બંધ થયું હતું. ઘણા વૈદ્યો, હકીમોએ દવા કરી પણ કારી ફાવી નહીં. એક વૈદ્યરાજે એક સુરમો બનાવી આપ્યો અને રાજાને દૃષ્ટિ પાછી ફરી. આખા ગામમાં ઉત્સવો શરૂ થઈ ગયા. નાટકચેટક ફરીવાર શરૂ થઈ ગયા. પછી રાજાને ખબર પડી કે આ સુરમા માટે એક કબૂતરની હત્યા કરવામાં આવેલી અને રાજાએ આખું ગામ જયાં ઉત્સવ મનાવી રહ્યું હતું ત્યાં જઈને જાહેરમાં ધગધગતું શીશું પીને પોતાના જીવનનો અંત આણ્યો. મૃત્યુ પહેલા એમણે જાહેર કર્યું કે મારી આંખની દૃષ્ટિ માટે હું એક અબોલ, અનાથ જીવનો પ્રાણ ન લઈ શકું. આવું દુષ્કૃત્ય થવા માટેનું પ્રાયશ્ચિત એ છે કે મારે મારા જ પ્રાણ આપી દેવા. આવા આદર્શોને પ્રસ્થાપિત કરનાર આ દેશમાં લગભગ એકપણ દવા એવી નહીં આવતી હોય જેમાં પ્રોટીન, વિટામીનો નામે પ્રાણીઓના માંસ-. લોહી અને અન્ય પદાર્થોનો ઉપયોગ કરવામાં ન આવ્યો હોય.
ચાલો! વિશ્વનો ભારતનો વિચાર કરીને હવે આપણે આપણા ઘરમાં અમારિનું પ્રવર્તન કેવી રીતે થઈ શકે તે જોઈએ.
(અપૂર્ણ) સૌજન્યઃ વર્ધમાન સંસ્કૃતિધામ – સાયન કેન્દ્ર વતી
કુમારભાઈ હિમતભાઈ મહેતા
૦ઘાસ ખવડાવીને પશને પેટ સદા માટે થોડું ભરાઈ જશે? આજનો સુવિચાર | હા. એથી આપણો કરુણા ગુણ જરૂર વિકાસ પામશે.
પછી ગર્ભપાત, માબાપને ત્રાસ, પત્નીને મારપીટ વગેરે અસંભવિત બની જશે.' વર્ધમાન સંસ્કૃતિધામ
વિનિયોગ પરિવાર (પ્ર. છ. સરકાર સંસ્કૃતિ ભવન)
બી-૨/૧૦૪, વૈભવ, ૧લા માળે, ૬, ધન માન, ૧લે માળે,
જાંબલી ગલી, અવંતિકાબાઈ ગોખલે સ્ટ્રીટ,
બોરીવલી (પરિચમ), મુંબઈ-૯૨. ઓપેરા હાઉસ, મુંબઈ-૪૦૦૦૦૪.
ટે. નં. ૮૦૭૭૭૮૧ ટે. નં. ૩૮૮૭૬૩૭, ટેલી ફેક્ષઃ ૩૮૯૫૮૫૭ ટેલી ફેક્ષઃ ૮૦૨૦૭૪૯
––––