________________
આ સાયક
આ સાથે એક વિશિષ્ટ ક્ષમાપના અમો આપને મોકલી રહ્યા છીએ. ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં. આપ એના BOXમાં આપનું નામ વગેરેનો સ્ટેમ્પ મારીને ઝેરોક્ષ કરાવીને શકય હોય તેટલા સ્વજનોને ક્ષમાપના રૂપે મોકલી આપશો. કદાચ ક્ષમાપના અગાઉ લખી દીધી હોય તો ફરી એકવાર. આપણા પરિપત્રોમાંથી ૫૦૦ ભાગ્યશાળીઓ પણ ૧૦૦ કોપી સરેરાશ કઢાવીને આ વાતનો પ્રચાર કરે તો ૫૦,૦૦૦ જગ્યાએ આ વિચાર ફેલાશે.
લિ. વર્ધમાન સંસ્કૃતિ ઘામ - વિનિયોગ પરિવારના
બહુમાન પ્રણામ સ્વીકારશોજી. શુભેચ્છક/સમાભિલાષી : શ્રી અરવિંદભાઈ મગનલાલ શાહ (મઢડાવાળા) હાલ કાંદિવલી
-
———
—
——
-
--
-
---
-
-
-
-
-
—
—
--
ઉં તમે જાણો છો? B
જ બીજાને સળગાવતા પહેલાં દિવાસળીને જેમ જાતે સળગવું પડે છે તેમ બીજાને હેરાન કરતા પહેલાં ક્રોધીને જાતે જ હેરાન થવું પડે છે. બચવું છે આ હેરાનગતિથી? તો ક્રોધથી ચિનગારીને ઓલવી જ નાખો! એમાં જો વિલંબ કરશો તો આ ચિનગારી દાવાનળ બનીને તમારા આત્મગુણો સળગાવી નાખ્યા વિના નહીં રહે! જ દુનિયા ભલે ઈંટનો જવાબ પથ્થરથી આપનારને બહાદુર માનતી હોય પણ હકીકતમાં ગાળનો
જવાબ પ્રેમથી આપનાર જ બહાદુર છે. આ બાબતમાં શંકા પડતી હોય તો એકાદ વાર અખતરો કરી જોજો.
જ ધનવાન, બલવાન કે ભાગ્યવાન બનવા કરતા ક્ષમાવાન બનાવાનું કામ ભારે કપરું છે. જ પહેલવાન બનવા માટે અખાડાઓ છે અને ધનવાન બનવા માટે દુકાનો છે. ભાગ્યવાન બનવા :
માટે લોટરીઓ છે. ભગવાન બનવા માટે મંદિરો અને ઉપાશ્રયો છે અને ક્ષમાવાન બનવા માટે મિચ્છામી દુક્કડમ્ છે. Lજ વિવેક વિનાની સરભરા પ્રાણ વિનાના કલેવર જેવી જ છે ને? માત્ર વચનશક્તિની બાબતમાં
જ નહીં, કોઈપણ પ્રકારની શક્તિ માટે આ કાયદો છે કે એ વિવેક હોય તો જ શોભે છે. વિવેક ન હોય તો એ બેહુદી બની જાય છે.
જ વિજ્ઞાને શક્તિઓ ખૂબ પેદા કરી દીધી છે, પણ ધર્મતત્ત્વ પાસે રહેલો વિવેક એની પાસે છે જ
નહીં અને એટલે જ વિજ્ઞાનયુગ દિન-પ્રતિદિન વિનાશયુગ બનતું જાય છે. જ વેર વાળવાથી વળતું નથી એને તો ભીતરમાંથી વળાવું પડે છે અને ભીતરમાંથી વળાવવા માટે હૈયાને પ્રેમપૂર્ણ બનાવવું જ પડશે.
કોઈ બને આગ તો તું બનજે પાણી, એ છે પ્રભુ વીરની વાણી.” (શ્રેણીમાં જિન આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ લખાઈ ગયું હોય તે બદલ અમો આપ સર્વેની ક્ષમા માગીએ છીએ)