________________
ૐ ૐ નમઃ
શ્રેણી ક્રમાંક-૪૨ જનમ જ્યતિ શાસનમ પરમ આત્મીય સ્નેહી સ્વજનો: મrદર સહ/
વિશ્વ કલ્યાણકાર શ્રી જિનશાસનની રક્ષા કાજે; આર્ય સંસ્કૃતિના પવિત્ર મૂલ્યોની સુરક્ષા કાજે; ઘટ-ઘટમાં અને ઘરઘરમાં અહિંસાદેવીની પ્રતિષ્ઠા કાજે અને કરમાઈ રહેલા યૌવનના જતન માટે કાંઈક કરી છૂટવા, થનગનતા અને તરવરતા ચારિત્ર્ય સંપન્ન યુવાનોનું સ્નેહપૂર્ણ સંગઠન એટલે જ પરમ પૂજય પંન્યાસ પ્રવર શ્રી ચંદ્રશેખર વિજયજી મ.સા. પ્રેરિત વર્ધમાન સંસ્કૃતિ ધામ અને વિનિયોગ પરિવાર. જે આપને અંતઃકરણપૂર્વક આ ભવમાં નહીં અનંતા ભવોમાં ક્યાંય ભટકાઈ ગયા હોય અને દુભવ્યા હોય તેના માટે ચૌદ રાજલોકની સર્વ રાશિના સર્વ જીવોને સહૃદયપૂર્વક સંપૂર્ણપણે ખમાવતાની સાથોસાથ આપને પણ અંતઃકરણપૂર્વક ખમાવેલ છે.
| (જુઓ પાનું ૨)
-
મ
અ
—
-
-
---
.
-
-
-
-
-
-
:
:
કામ ==”. આત્મા અને મોક્ષના અસ્તિત્વનો અસ્વીકાર કરીને, પશ્ચિમની શ્વેત સત્તાએ હિંસા અને શોષણના પાયા ઉપર જે વિકાસના માળખાનું નિર્માણ કર્યું છે, તે વિકાસનું માળખું આ દેશના સરકારી અમલદારો અને પ્રધાનોને પ્યાદાં બનાવીને દેશની પ્રજા ઉપર લાગુ કરવામાં આવ્યું છે.
તે ઐન્દ્રજાલિક હિંસક વિકાસના માળખાથી અંજાઈ જઈને,
આપણે આત્મવાદના પાયા ઉપરની સંયુક્ત કૌટુંબિક વ્યવસ્થાને સ્થાને વિભક્ત કૌટુંબિક વ્યવસ્થાને સ્વીકારી;
આપણે આત્મવાદના પાયા ઉપરના શિષ્ટ વ્યવહારોમાં સમાવેશ પામતી પશુ અને છાણ આધારિત અર્થવ્યવસ્થાને સ્થાને, તોતીંગ યંત્રો અને પેટ્રોલ આધારિત અનાત્મવાદના પાયા ઉપરની અર્થવ્યવસ્થાના અશિષ્ટ વ્યવહારને સ્વીકાર્યો;
આપણે આત્મવાદના પાયા ઉપરની વર્ણાશ્રમ આધારિત સામાજિક વ્યવસ્થાને સ્થાને અનાત્મવાદના પાયા ઉપરની સંકરીકરણની સામાજિક વ્યવસ્થાને સ્વીકારી;
આપણે ઋષિમુનિ પ્રણીત રાજ્યવ્યવસ્થાના સ્થાને પશ્ચિમ નિર્મિત લોકશાહી આધારિત રાજ્યવ્યવસ્થા સ્વીકારી;
આપણે આત્મવાદના પાયા ઉપરના ધર્મક્ષેત્રમાં પણ અનાત્મવાદના સિદ્ધાંતો, સાધનો, રિવાજોને સ્થાન આપી ધર્મક્ષેત્રને પણ દુષિત કર્યું;
અને તેમ કરીને આપણે હિંસક વિકાસના માળખાને પ્રોત્સાહન આપવા દ્વારા સમગ્ર જીવરાશિ ઉપર વિનાશનું કાળચક્ર વહેતું મૂક્યું;
તે બદલ ભારતીય પ્રજા તરફથી અમે સમગ્ર જીવરાશિની મન - વચન - કાયાથી ક્ષમા માંગીએ છીએ. પ્રસ્તુતક્ત
સરનામું: પિનિયોગ પીવા/sધમાન સાંસ્કૃતિધામ ફોનઃ ૮૦૨૦૭૪૯ | ૩૮૮૭૬૩૭