________________
* * * બાહ્વાર્થસિદ્ધિ * * *
ગાથાર્થ:- અર્થવાદી:- તે જ અથૅ તે નિરાકાર જ્ઞાનને ઉત્પન્ન કર્યું છે. તેથી આ જ્ઞાન એ જ અર્થનું ગ્રાહક બનશે. એ જ્ઞાનના જનક નથી, એવા અન્ય અર્થો શી રીતે તે જ્ઞાનથી ગ્રાહ્ય બને? અર્થાત્ ન જ બને. તાત્પર્ય:- ‘નિરાકાર એવું પણ જ્ઞાન નિશ્ચિતઅર્થનું જ ગ્રાહક બને' એવા નિયમમાં આ નિયામક છે- જે અર્થથી જ્ઞાન ઉદ્દભવે, જ્ઞાન તે જ અર્થનું ગ્રાહક બને અન્યનું નહિ. તેથી કોઇ દોષ સંભવતો નથી.
જ્ઞાનવાદી:- તે જ અર્થે આ નિરાકાર જ્ઞાન ઉત્પન્ન કર્યું છે, તેવા નિર્ણયમાં અર્થાત્ અમુક જ્ઞાનનો જનક અમુક જ અર્થ છે, તેવા નિર્ણયમા કર્યું પ્રમાણ છે? અર્થાત્ કોઇ પ્રમાણ નથી.
અર્થવાદી: તે જ અર્થની પ્રતિપત્તિ જ અહીં પ્રમાણ છે. તાત્પર્ય:- તે અર્થ તે જ જ્ઞાનથી પ્રતિપન્ન (=સંવેદિત) થાય છે. આ પ્રતિપત્તિ (=સંવેદન) તે અર્થમાથી જ જ્ઞાનની ઉત્પત્તિ વિના સંભવે નહિ.
જ્ઞાનવાદી:- શું આ પ્રતિપત્તિ જ્ઞાનથી ભિન્ન છે? કારણ કે જો આ પ્રતિપત્તિ જ્ઞાનથી ભિન્ન હોય, તો જ અર્થની તે પ્રતિપત્તિથી જ્ઞાન અર્થથી ઉત્પન્ન થયુ' તેવો નિર્ણય થાય, અને તેના આધારે તે–તે બાહ્યાર્થના તે-તે ગુણનો નિર્ણય થઇ શકે. પરંતુ આ પ્રતિપત્તિ કંઇ જ્ઞાનથી ભિન્ન નથી, કિન્તુ અભિન્ન જ છે. ( અને તે જ્ઞાન તે અર્થનું જ છે, એ તો હજી અસિદ્ધ છે.) તેથી ખરેખર આ તમારી અપૂર્વ મૂઢતા છે કે, વિચારશીલ થઇને પણ આવુ અસમ્બદ્ધ બોલો છો (અહીં મૂળકારશ્રીના આમમ્’ પદનો અર્થ ‘હા” એવો કરીએ, તો જ્ઞાનવાદી:- આ પ્રતિપત્તિ જ્ઞાનથી ભિન્ન છે? અર્થવાદી:- હા! (કેમકે અભિન્ન માનવામાં તો જ્ઞાન–પ્રત્તિવૃત્તિ એક જ થઇ જવાથી પ્રતિપત્તિ માનવાથી કોઇ અર્થ સરે નહીં) જ્ઞાનવાદી:- આ તમારો અપૂર્વ મોહ છે. કેમકે એ ભિન્ન પ્રતિપત્તિ માનવામાં ઘણા દોષો છે. જેમકે નિરાકાર જ્ઞાનથી થતી તે પ્રતિપત્તિ સ્વયં સાકાર છે કે નિરાકાર? ઇત્યાદિ પ્રશ્નોનુ ચક્ર ચાલે) ૫૬૪૯લા પરમાણુસમુદાયનો નિષેધ →
एतेणं समुदायो पडिभणिओ चेव होइ नायव्वो । जंणुमादिजोगं विहाय णो जुज्जए सोऽवि ॥ ६५० ॥
(एतेन समुदायः प्रतिभणित एव भवति ज्ञातव्यः । यद् द्व्यणुकादियोगं विहाय नो युज्यते सोऽपि II)
एतेन परमाणुनिराकरणेऽपि समुदायोऽपि प्रतिभणित एव-निराकृत एव भवति ज्ञातव्यः, समुदाय्यभावे समुदायाभावात् । अन्यच्च सोऽपि परमाणुसमुदायो यस्मान्न द्व्यणुकादियोगं - द्व्यणुकत्र्यणुकादिसंबन्धं विना युज्यते ॥ ६५० ॥
ગાથાર્થ:- આમ પરમાણુરૂપે બાહ્યાર્થના અસ્તિત્વનો નિષેધ કર્યો, તેથી પરમાણુસમુદાયરૂપે પણ બાહ્યાર્થના અસ્તિત્વનો નિષેધ સમજી લેવો, કારણ કે સમુદાયી (=સમુદાયમાં રહેનાર) ના અભાવમાં સમુદાયનો પણ અભાવ આવે. વળી, આ પરમાણુસમુદાય પણ ચણુક, ઋણુકવગેરેના સમ્બન્ધ વિના સંભવે નહિ. ૫૬૫ના તતઃ નિમિત્યાદ–
તેથી શું? તે બતાવે છે.......
संयोगोऽवि य तेसिं देसेणं सव्वहा व होज्जाहि ? । देसेण कहमणुत्तं ? अणुमेत्तं सव्वहाभवणे ॥६५१॥
(संयोगोऽपि च तेषां देशेन सर्वथा वा भवेत् ? । देशेन कथमणुत्वम् ? अणुमात्रं सर्वथाभवने ॥)
संयोगोऽपि च तेषां परमाणूनां किं देशेन भवेत् सर्वात्मना वा ? यदि देशेन ततः कथं तेषां परमाणुत्वं ? निरंशस्यैव परमाणुत्वाभ्युपगमात्, देशाभ्युपगमे सांशताप्रसङ्गात् । अथ सर्वथेति पक्षस्तत्राह - 'अणुमेत्तं सव्वहाभवणे' सर्वथा- सर्वात्मना संयोगस्य भवनेऽभ्युपगम्यमाने अणुमात्रं प्राप्नोति, परमाणोः परमाण्वन्तरे सर्वात्मना प्रवेशात् ॥६५१॥
ગાથાર્થ:- તે પરમાણુઓનો સંયોગ પણ શુ દેશથી (-એકભાગથી) છે કે સર્વાશે છે ? જો દેશથી હોય, તો તેઓમાં (=પરમાણુઓમા ) પરમાણુત્વ (=પરમાણુપણું) શી રીતે સંભવશે? કારણ કે જેઓ અંશ વિનાના હોય, તેઓને જ પરમાણુ તરીકે સ્વીકાર્યા છે. જયારે અહીં પરમાણુઓમા દેશથી સયોગની કલ્પના કરી પરમાણુઓને અંશયુક્ત જાહેર કર્યા. તેથી આ વાત અસંગત છે. હવે જો પરમાણુઓનો સર્વાંગે સયોગ સ્વીકારશો, તો સમુદાય પણ પરમાણુરૂપ જ રહેશે, કેમકે એક પરમાણુ બીજા પરમાણુમા સર્વાંશે સમાવેશ પામી ગયો. ૫૬૫ા
अह अपरोप्परपच्चासन्नत्तणमो उ होइ संजोगो ।
पत्तेयं व अगहणं पावइ इय समुदिताणंति (पि पा.) ॥ ६५२ ॥ (अथ परस्परप्रत्यासन्नत्वं तु भवति संयोगः । प्रत्येकमिवाग्रहणं प्राप्नोतीति समुदितानामपि ॥) * * ધર્મસંગ્રહણિ-ભાગ ૨ – 50 * * * *