________________
કે જે ક ક ક ક ક ક ક ક ક ક ક ક ક ક ક બાલાર્થસિદ્ધિ *
* * * * * * * * * * * * * * * *
अत्राह-'तग्गहणेत्यादि' तद्वहणाभावे तस्यार्थस्य ग्रहणाभावे सति ननु संवेदनाकारस्यार्थीकारेण सह तुल्यत्वं कथं गम्यते ? नैव कथंचनेति भावः सादृश्यनिश्चयस्योभयग्रहणाधिष्ठानत्वात् ॥६४४ ॥
ગાથાર્થ- અર્થવાદી:- અમે એમ નથી કહેતા કેબઅર્થમાં રહેલા આકારને સ્વીકારતું હોવાથી જ્ઞાન અર્થના, આકારવાળું છે. અમે એમ કહેવા ઇચ્છીએ છીએ કે-સંવેદન=જ્ઞાન અર્થના આકારના તત્ય આકારવાળું હોવાથી અર્થાકારરૂપ છે. તેથી ઉપરોક્ત દોષોનો સંભવ નથી.
જ્ઞાનવાદી:- આમ જ્ઞાન અર્થને ગ્રહણ કરતું નથી તેમ સિદ્ધ થશે. અને જો જ્ઞાન અર્થનું ગ્રાહક ન હોય, તો જ્ઞાનાકારની અર્થાકારસાથેની તત્યતાનો બોધ કેવી રીતે થશે? અર્થાત નહિ જ થાય, કારણ કે નિયમ છે કે જે બે વચ્ચે તુલ્યતાનો વિચાર કરવો હોય, તે બન્નેનું ગ્રહણ-જ્ઞાન થવું જોઈએ” જયારે અહીં તો અર્થકારનું ગ્રહણ જ નથી. ૬૪૪
अह सागाराउ च्चिय तत्तुल्लो दीसती तु सो जेणं ।
तम्मत्ताणहवणमो विहाय किं दंसणं अन्नं? ॥६४५॥
(अथ स्वाकारादेव तत्तुल्यो दृश्यते तु स येन । तन्मात्रानुभवनं विहाय किं दर्शनमन्यत् ॥ अथोच्येत स्वाकारादेव-नीलादिरूपात् स्वसंवेदनप्रमाणेनानुभूयमानात् सकाशात् तत्तुल्यो-ज्ञानाकारतुल्योऽर्थो गम्यते । यदप्युक्तम्- 'तग्गहणाभावे णणु इत्यादि' तदप्ययुक्तम्, येन कारणेन स्वाकारादनुभूयमानात्सोऽर्थो दृश्यत एव । तुशब्द एवकारार्थः । तथा च लोके वक्तारो भवन्ति- 'नीलाकारं मे ज्ञानं समुत्पन्नमतो बाह्येनापि नीलेन भवितव्यमिति' । अत्राह-'तम्मत्तेत्यादि' तन्मात्रानुभवनं-ज्ञानगतस्वरूपमात्रानुभवनं 'मो' निपातः पूरणार्थः, विहायपरित्यज्य किमन्यत दर्शनं? येनोच्येत 'दीसई उ सो जेणंति', नैव किंचित, किंत ज्ञानगतस्वरूपमात्रानभवनमेव ॥४५॥
ગાથાર્થ:- અર્થવાદી:- સ્વસંવેદનપ્રમાણથી જ્ઞાનના જ અનુભવાતા નીલાદિરૂપઆકારથી જ જ્ઞાનાકારતુલ્ય બાહ્યર્થનોં બોધ થાય છે. તથા “ત...હણાભાવે ણણ' વગેરે જે કહ્યું(=અર્થના ગ્રહણના અભાવમાં સાદૃશ્યનું ગ્રહણ શી રીતે થશે? ઈત્યાદિ) તે પણ બરાબર નથી. કારણ કે અનુભવાતા સ્વાકાર(Gજ્ઞાનાકાર) થી તે અર્થ પણ જ્ઞાત થાય જ છે. (મૂળમાં ‘પદ જકારઅર્થક છે.)લોકોમાં પણ એવો વચનપ્રયોગ થતો દેખાય છે. મને નીલાકાર જ્ઞાન ઉત્પન્ન થયું, તેથી બાહ્યાર્થ પણ નીલ જ હોવો જોઈએ
જ્ઞાનવાદી:- જ્ઞાનગત સ્વરૂપમાત્રના અનુભવને છોડી બીજું શું દર્શન થાય છે? કે જેથી કો છો કે તે અર્થ દેખાય છે અર્થાત તેવા પ્રકારના જ્ઞાનાકારના અનુભવને છોડી અન્ય કશાનું દર્શન થતું જ નથી. તેથી “અર્થ દેખાય છે તેમ કહેવું વ્યાજબી નથી. ૬૪પા अथ मन्येथाः एतदेवार्थदर्शनं यज्ज्ञानस्य स्वाकारानुभवनमित्यत आहઅર્થવાદી કદાચ એમ માનતો હોય કે “જ્ઞાન આકારનો અનુભવ કરે એ જ અર્થદર્શન છે તો તે બરાબર નથી. એમ દર્શાવતા જ્ઞાનવાદી કહે છે
तम्मि य वेदिज्जते पडिवत्तीए कहं न अन्नस्स? ।
जायइ अइप्पसंगो तुल्लत्ताओ तयमसिद्धं ॥६४६॥
(तस्मिंश्च वेद्यमाने प्रतिपत्त्या कथं नान्यस्य । जायतेऽतिप्रसंगस्तुल्यत्वात् तदसिद्धम् ॥ तस्मिंश्च-नीलाद्याकारोपेतज्ञानस्वरूपमात्रे वेद्यमाने कथमन्यस्यापि पीतस्य प्रतिपत्त्या हेतुभूतया न जायते अतिप्रसङ्गः? जायत एवेति भावः, नियामकाभावात् । 'तुल्लत्ताउत्ति' स्यादेतत्, तत् ज्ञानं न पीतेनार्थेन तुल्यं किंतु नीलेन ततस्तेनैव सह तुल्यत्वात् तस्यैव प्रतिपत्तिर्भविष्यति न पीतस्येति नातिप्रसङ्गः । अत आह-'तयमसिद्धति' तत्-तुल्यत्वमसिद्धं, तुल्यत्वसिद्धेरुभयग्रहणनिबन्धनत्वात्, तस्य चोभयग्रहणस्याभावादिति ॥६४६॥
ગાથાર્થ:- જો જ્ઞાનના સ્વાકારના અનુભવમાત્રથી નહિ અનુભવાતા અર્થનો નિર્ણય થઈ શકતો હોય, તો નીલાદિ. આકારથી યુક્ત જ્ઞાનસ્વરૂપમાત્રના સંવેદનમાં આ જ પ્રમાણે પીતરૂપ બાહ્યર્થનો પણ નિર્ણય થવારૂપ પ્રતિપત્તિથી અતિપ્રસંગ કેમ ન આવે? અર્થાત એના એ જ નીલાકારજ્ઞાનસંવેદનના આધારે નીલબાધાર્થની જેમ પીતાદિ બધા જ બાહ્યર્થનો નિર્ણય થવાનો અતિપ્રસંગ છે. કારણ કે કોઈ એવો નિયામક નથી કે જેના આધારે કહી શકાય કે બહાર નીલઅર્થ જ છે અને પીતઅર્થ નથી. તેથી જ્ઞાનના નીલાકારસંવેદનથી બાહ્ય નીલઅર્થનો નિર્ણય કરવો યોગ્ય નથી.
અર્થવાદી:- નીલજ્ઞાન પીતબાધાર્થને તત્ય નથી, પરંત નીલબાહ્યર્થને જ તલ્ય છે. આમ જ્ઞાનની નીલાર્થસાથેની તત્યતા જ અહીં નિયામક છે, તેથી બાહ્ય નીલાર્થનો જ નિર્ણય થશે, નહિ કે પીતાર્થનો. તેથી અતિપ્રસંગ આવશે નહિ.
જે આ જ ક ક ક ક ક ક જે
જ ધર્મસંગ્રહણિ-ભાગ ૨ - 48 * * * * * * * * * * * *