________________
* * * * * * * * * * * * * * * * * કર્મસંયોગસિદ્ધિ * * * * * * * * * * * * * * *
प्रतिमादिषु आदिशब्दात् कामावेशादिपरिग्रहः दृष्टमिदं यदुत-देहस्य संपूजनव्यापत्ती नात्मनः सुखदुःखनिमित्ते भवत इति । प्रतिमाप्रतिपन्नस्य देहव्यापत्तावपि ध्यानबलेनैकान्तसुखोपेतत्वात्, कामार्तस्य सकन्दनादिसन्निधानभावेऽपि कामोदेकवशतो महादुःखदर्शनादिति। अत्राह-'तं खलु इत्यादि' तत् खलु-प्रतिमादिषु सुखादि आध्यात्मिकमित्य विगानंविगानाभावः, अनाध्यात्मिकस्यैव सुखदुःखस्य देहादिनिमित्ततया साधयितुमिष्टत्वात् । यत् पुनर्जन्तुशरीरे सुखदुःखम उभयजं-संपूजनव्यापत्तिजं संपूजनव्यापत्तिनिमित्तमनाध्यात्मिकं प्रतिमाद्यवस्थायामपि इदमपि इत्थमेव-अविगानमेव, तस्थापि तथाभावतोऽनुभवसिद्धतया प्रतिषेधुमशक्यत्वात् । तदेवं विपक्षे दृष्टेष्टविरोधदर्शनाद् अवश्यमात्मशरीरयोः संबन्ध एष्टव्यः, तथा सति कर्मण्यपि मूर्तिमत्यस्तु विशेषाभावात्, ततः कर्म मूर्तमिति स्थितम् ॥६३५॥
ગાથાર્થ:- પૂર્વપક્ષ:- પ્રતિમામાં રહેલાઓને અને કામના આવેશથી પીડાતાને ક્રમશ: દેહની પીડા અને દેહના સંપૂજન દુ:ખ અને સુખના નિમિત્ત બનતા દેખાતા નથી. પ્રતિમા સ્વીકારીને રહેલા મુનિવરો ધ્યાનના બળે એવા એકાન્તસુખમાં મસ્ત હોય છે કે, કોઈ તેના દેહને મારે, મૂડે કે ટુકડે ટૂકડા કરી નાખે, તો પણ તેને અંગે પણ દુ:ખનો અનુભવ થતો નથી. તો સામે પક્ષે કામના આવેગથી પીડાતી વ્યક્તિ ફૂલની માળા કે ચંદનના લેપ હાજર હોય, તો પણ કામના આવેગથી ભયંકર દુ:ખી થતો જ દેખાય છે. આમ અહીં દેહના સંપૂર્જનાદિથી વિપરીત દુ:ખ-સુખઆદિનો અનુભવ જીવ કરે છે.
ઉત્તરપક્ષ-પ્રતિમામાં રહેલા સાધુને કે કામથી પીડાતા પુરૂષને જે સુખ-દુ:ખનો અનુભવ છે, તે આધ્યાત્મિક છે. આત્મામાંથી જ ઉદ્ભવેલો છે; તેથી તે અંગે શરીરના સંપૂજનાદિને કંઈ લેવા દેવા નથી તે બધાને સંમત જ છે. અમે અહીં આધ્યાત્મિક ન હોય, તેવા સુખ-દુઃખઅંગે શરીર કારણ છે એમ જ સિદ્ધ કરવા ઇચ્છીએ છીએ. જીવના શરીર પર સંપૂજન-વ્યાપત્તિ-પીડાથી જીવને જે અનાધ્યાત્મિક-આત્મજન્ય નહિ) સુખ-દુ:ખ થાય છે, તે તો પ્રતિભાવગેરેઅવસ્થા વખતે પણ નિર્વિવાદ સંભવે જ છે. અર્થાત પ્રતિમાદિઅવસ્થામાં રહેલી વ્યક્તિને પણ અનાધ્યાત્મિક સુખ-દુઃખ તો દેહનમિત્તક જ છે. કારણ કે તેને પણ સંપૂજનાદિવખતે સુખાદિનો અનુભવ અનુભવસિદ્ધ છે. તેથી તેનો પ્રતિષેધ કરવો શક્ય નથી. આમ શરીર-આત્માનો એકાન્તિકભેદ સ્વીકારવામાં દષ્ટ અને ઈષ્ટસાથે વિરોધ આવતો દેખાય છે. તેથી અવશ્ય આત્મા–શરીરવચ્ચે સમ્બન્ધ અને કથંચિત અભેદ સ્વીકારવો જ રહ્યો. અને જો અમૂર્ત આત્મા સાથે મૂર્તશરીરનો આમ સમ્બન્ધ થઇ શકતો હોય, તો મૂર્તકર્મ સાથે પણ અમૂર્ત આત્માનો સમ્બન્ધ થવો જોઇએ, કેમકે શરીર અને કર્મ બન્ને મૂર્તસ્વરૂપે સમાન છે. તેથી કર્મ મૂર્ત જ સિદ્ધ થાય છે. ૬૩પા
મૂર્ત કર્મ અમૂર્ત આત્માના જ્ઞાનાદિ પરિણતિનો વિઘાત કરવામાં સમર્થ છે. આ કર્મ પૌદ્ગળિક છે, અને અમૂર્ત આત્માપર ઉપઘાત-અનુગ્રહ કરવા સમર્થ છે. મૂર્ત કર્મ અમૂર્ત આત્માસાથે આંગળીના ફિયાસાથેના સમ્બન્ધના દષ્ટાનથી જોડાઈ શકે છે. અનાદિકર્મપ્રવાહથી પરિણત સંસારી જીવ એકાને અમૂર્ત નથી, એને જુદા-જુદા દેશના હવા-પાણીથી સુખ-દુ:ખ સંભવે છે. શરીરની પીડા-પૂજાથી આત્માને સુખ-દુ:ખ થાય છે. પ્રતિમાસ્થિત સાધુને - અધ્યાત્મભાવમાં રહેલા સાધુને શરીરની પીડા-પૂજાથી શોક-હર્ષ થતાં નથી.
-૧૪૪ ગ્રંથપ્રણેતા શ્રીહરિભદ્રસૂરિજી મહારાજ
જ જ
કે જ કે
જે આ
ધર્મસંહણિ-ભાગ ૨ - 44 * * * * * * * * *