________________
++++ of ++
મન બી * કર્મસંયોગસિદ્ધિ
ન
થશે. અર્થાત્ જે તેથી જે તે ઉત્પન્ન થવાની આપત્તિ આવશે. કહ્યું જ છે કે જેની હાજરીમા અવશ્ય થાય, તેને છોડી અન્યને તેના હેતુત૨ીકે કલ્પવામા' સર્વત્ર હેતુની અવસ્થિતિ રહે નહિ”. ૫૬૩૨ા
ननु च देहानुग्रहाद्यतिरेकेणापि प्रशान्तमनोयोगादिभावतः सुखादयो दृष्टास्तत्कथमुच्यते - देहानुग्रहादिभाव एव सुखादीनां भाव इति ? अत आह
પૂર્વપક્ષ:- દેહના અનુગ્રહાદિ ન હોવા છતા પ્રશાન્તમનોયોગ(-પ્રશમભાવ)વગેરેના કારણે યોગીઓને સુખવગેરે થતા દેખાય છે. તેથી દેહના અનુગ્રહાદિની હાજરીમાં જ સુખવગેરે થાય' એવું કહેવું બરાબર નથી.
અહીં આચાર્યપુરંદર ઉત્તર આપે છે.
जेवि य पसंतचित्तादिभावतो तेऽवि तक्कया चेव । सुह्मणादिजोगे अणुग्गहादी धुवा तस्स ॥६३३ ॥
(येऽपि च प्रशान्तचित्तादिभावतस्तेऽपि तत्कृता एव । यत् शुभमन आदियोगेऽनुग्रहादयो ध्रुवास्तस्य II)
येऽपि च प्रशान्तचित्तादिभावतः आदिशब्दादप्रशान्तचित्तपरिग्रहः तेऽपि सुखादयस्तत्कृता एव-देहानुग्रहादिकृता एव । कथमिति चेत् ? अत आह— 'जमित्यादि' यत् - यस्मात् शुभमन आदियोगे आदिशब्दादशुभमनःपरिग्रहः तस्य - देहस्य ध्रुवा - निश्चिता अनुग्रहादयो भवन्त्येव । "इट्ठाणिट्ठाहारब्भवहारे होंति वुड्डिहाणीओ । जह तह मणसो ताउ” (छा. इष्टानिष्टाहाराभ्यवहारे भवतो वृद्धिहानी । यथा तथा मनसस्ते) इतिवचनात् । ततो न तद्भाव एव भावादिति व्यभिचारि ॥६३३ ॥
ગાથાર્થ:- ઉત્તરપક્ષ:- પ્રશાન્તચિત્તાદિથી જે સુખવગેરે તથા અપ્રશાન્તચિત્તાદિથી જે દુ:ખવગેરે અનુભવાય છે. તે સુખ દુ:ખવગેરે. પણ શરીરના અનુગ્રહવગેરેથી જ છે. કારણ કે પ્રશાન્તચિત્તઆદિવખતે જે શુભમન હોય છે, તથા અપ્રશાન્ત ચિત્તાદિવખતે જે અશુભમન હોય છે, તે શુભ-અશુભમનઆદિના યોગમાં શરીરને અવશ્ય અનુગ્રહવગેરે થાય જ છે. કહ્યું જ છે કે “જેમ ઇષ્ટ–અનિષ્ટ આારના ભોજનથી શરીરની ક્રમશ: વૃદ્ધિ—હાનિ થાય છે, તેમ શુભ-અશુભમનના કારણે પણ શરીરની વૃદ્ધિ–હાનિ થાય છે.” તેથી શરીરના અનુગ્રહાદિની હાજરીમા જ સુખાદિ હોય છે” તેવો નિયમ વ્યભિચારયુક્ત નથી. u૬૩ા ઇષ્ટવિરોધદોષ
तदेवं दृष्टविरोधमुपदर्श्य इष्टविरोधमुपदर्शयन्नाह -
આમ શરીર–આત્માનો અત્યંતભેદ માનવામા ઉપરોક્ત પ્રત્યક્ષસિદ્ધ દેહના અનુગ્રહાદિથી આત્માના સુખાદિનિયમ ખંડિત થવાથી દૈવિરોધ છે, તેમ બતાવ્યું. હવે આ મતલબમાં ઇવિરોધ દર્શાવે છે.
तस्सेव य संपूयणवावत्तीओ सुहासुहनिमित्तं ।
इट्ठाओ अच्वंतं भेदे एतंपि हु न जुत्तं ॥६३४ ॥
(तस्यैव च संपूजनव्यापत्ती सुखासुखनिमित्तम् । इष्टे अत्यन्तं भेदे एतदपि न युक्तम् II)
तस्यैव-देहस्य सुखासुखनिमित्तम् - आत्मनः सुखासुखोत्पत्तिहेतोः संपूजनव्यापत्ती इष्टे । अत्यन्तं चेदात्मदेहयोर्भेद इष्यते ततस्तस्मिन् सति एतदपि न युक्तं यद् आत्मनः सुखासुखनिमित्तं संपूजनव्यापत्ती देहस्येष्येते ॥ ६३४ ॥
ગાથાર્થ:–વળી, આત્માને સુખ કે દુ:ખ પહોંચાડવાના હેતુથી શરીરની જ પૂજા થાય કે પીડા આપવામાં આવે તે ઇષ્ટ છે. અર્થાત્ કો'ક જીવને સુખ પહોંચાડવા તેના શરીરને પૂજવામાં આવે છે, અને કો'ક જીવને દુ:ખી કરવા તેના શરીરને મારવામાં આવે છે. હવે જો આત્મા અને દેહ વચ્ચે અત્યન્તભેદ જ ઇષ્ટ હોય, તો આત્માના સુખદુ:ખમાટે જે દેહની પૂજા-પીડા ઇષ્ટ છે, તે બરાબર ન ઠરે કેમકે દેહની પૂજાવગેરેથી આત્માને કશું થાય નહિ. ૫૬૩૪૫
अत्र परः सिद्धसाध्यतामभिमन्यमान आह
.
અહીં સિદ્ધસાધ્યતા (અનુમાનપ્રમાણથી સાધ્ય વસ્તુ જયારે અન્યપ્રમાણથી સિદ્ધ જ હોય, ત્યારે ત્યા સિદ્ધસાધ્યતા દોષ આવે.)નું અભિમાન (=ભ્રાન્તકલ્પના) કરતો પૂર્વપક્ષકાર કહે છે.
डिमादिसु दिट्ठमिदं तं खलु अज्झत्थियंति अविगाणं । जं पुण जंतुसरीरे उभयजमेत्थंपिमं चेव ॥६३५॥
(प्रतिमादिषु दृष्टमिदं तत्खलु आध्यात्मिकमित्यविगानम् । यत्पुनर्जन्तुशरीरे उभयजमित्थमपीदमेव II)
* ધર્મસગ્રહણિ-ભાગ ૨ - 43 *