________________
* * * * * * * * * * * * * * * * કર્મસંયોગસિદ્ધિ + + + * * * * * * * * * *
तच्चेहाप्यविशिष्टमिति कथमतो नानुग्रहोपघाताभावप्रसङ्गः? परो दृष्टान्तस्य साध्यविकलतामुद्भावयन्नाह-'दिवेत्यादि' दृष्टमिह -जगति देशभेदे सुखं दुःखं च, तथाहि-क्वचित् देशे सुखं भवदनुभूयते, क्वचिच्च दुःखं, न च तत्राकाशादन्यदित्थं भेदेन सुखदुःखनिमित्तमस्ति तथाऽनुपलम्भात् किंत्वाकाशमेव, ततः साध्यविकलो दृष्टान्त इति । अत्राह-'अन्नहेऊ तं तत् देशभेदेन सुखं दुःखं च नाकाशनिमित्तं किंत्वन्यहेतुकम्-आकाशव्यतिरिक्तजलादिनिमित्तम् ॥६२८॥
ગાથાર્થ:- આકાશ જીવોપર અનુગ્રહ કે ઉપઘાત કરતું નથી. અહીં અનુગ્રહાદિઅકરણમાં આકાશના અરૂપિપણાને છોડી બીજું કોઈ કારણ નથી. માત્ર અરૂપિપણું જ કારણ છે. અને આ અરૂપિપણું કર્મઅંગે પણ તમને ઈષ્ટ છે. તેથી એ અરૂપી કર્મથી પણ અનુગ્રહ અને ઉપધાતનો અભાવ આવવાનો પ્રસંગ કેમ નહિ આવે? અર્થાત કર્મને જે અરૂપી માનશો, તો તેનાથી જીવપર થતા અનુગ્રહ અને ઉપઘાત અસંભવિત ઠરશે.
પૂર્વપક્ષ:- અહીં આકાશનું ષ્ટાન્ન અનુગ્રહ-ઉપઘાતના અભાવરૂપ સાધ્યથી રહિત છે. જગતમાં દેખાય જ છે કે જીવોને દેશભેદથી સુખ-દુ:ખ થાય છે. કો'ક સ્થાને તે સુખ અનુભવે છે, અન્યત્ર દુઃખ. અને સ્થાનમાત્રના કારણે થતાં સુખદુ:ખમાં આકાશને છોડી બીજું કોઈ કારણ નથી. કેમકે બીજી કોઈ કારણ દેખાતા નથી, માત્ર આકાશ જ ઉપલબ્ધ થાય છે. તેથી અરૂપી આકાશ જીવને સુખદુ:ખનું નિમિત્ત બને છે, તેમ સિદ્ધ થાય છે. તેથી આકાશરૂપ દેષ્ટાન્ન સુખદુ:ખનિમિત્તતાઅભાવરૂપ સાધ્યથી રહિત છે.-સાધ્યવિરુદ્ધની સિદ્ધિમાં સહાયક છે.
ઉત્તરપક્ષ:- દેશના ભેદથી જે સુખ અને દુઃખનો અનુભવ થાય છે, તેમાં આકાશ કારણભૂત નથી જ. પરંતુ આકાશથી ભિન્ન એવા પાણી–હવા વગેરે કારણ છે. કોકને કોક સ્થળની હવા કે પાણી માફક આવતા હોય, તો ત્યાં સુખ ઉપજે, અન્ય સ્થળના હવા-પાણી સદતા નહિ હોય, તો દુ:ખ ઉપજે. પણ તેમાં આકાશને કારણ બનાવવાની જરૂર નથી. આમ દષ્ટાન્ન સાધ્યવિકલ નથી. ૬૨૮ તથાહઆ જ વાતને વિસ્તારથી બતાવે છે.
____ आणूगम्मिऽसमीरणपउरस्स सुहं विवज्जए दुक्खं ।
तं जलमादिनिमित्तं न सुद्धखेत्तुब्भवं चेव ॥६२९॥
(अनूपेऽसमीरणप्रचुरस्य सुखं विपर्यये दुःखम् । तद् जलादिनिमित्तं न शुद्धक्षेत्रोद्भवमेव ॥ असमीरणप्रचुरस्य-अवातबहुलस्य पुंसः ‘आणूगम्मि' अनूपे सजले देशे सुखं, विपर्यये-निर्जले देशे दुःखं, न च तत्-सुखं दुःखं वा शुद्धक्षेत्रोद्भवं, तस्योभयत्राप्यविशेषात् । चेवशब्दो भिन्नक्रमः स चानन्तरमेव योक्ष्यते, किंतु जलादिनिमित्तमेव, तदन्वयव्यतिरेकानुविधानदर्शनादिति न साध्यविकलो दृष्टान्तः ॥६२९॥
ગાથાર્થ:- જે વ્યક્તિ વાતબહુલ (=વાયુપ્રકૃતિવાળી)નથી તેને પાણીથી ભરપુરસ્થળે સુખ ઉપજે છે, અને પાણી વિનાના સ્થળે દુ:ખ ઉત્પન્ન થાય છે. તેથી ત્યાં સુખ કે દુ:ખ શુદ્ધક્ષેત્રના કારણે નથી, કારણ કે તે તો બન્ને (પાણીવાળા-પાણીવિનાના) સ્થળે સમાન છે. (મૂળમાં ચેવ શબ્દનો કમ જલાદિનિમિત્ત પદ પછી છે.) અહીં સુખ કે દુઃખ પાણીઆદિ કારણે જ છે. કારણ કે સુખ-દુ:ખ પાણીઆદિસાથે અન્વયવ્યતિરેક ધરાવતા દેખાય છે. તેથી આકાશ દષ્ટાન સાધ્યવિકલ નથી. ૬૨લા अपि च, मूर्तामूर्तयोः स्वस्वभावनियतत्वेन कथं संबन्ध इति दोषभीतेरमूर्त कर्माभ्युपजग्मे, स च मूर्तामूर्तयोः संबन्ध एवमप्यपरिहार्य एवेति दर्शयन् स्वाभ्युपगमसमीचीनतां दर्शयति- - વળી, “મૂર્ત અને અમૂર્ત આ બન્ને પોતપોતાના સ્વભાવમાં નિયત છે. તેથી તે બન્ને વચ્ચે સમ્બન્ધ કેવી રીતે સંભવે? આવા કલ્પિતદોષના ભયથી તમે (પૂર્વમક્ષ) કર્મને અમૂર્ત સ્વીકારવા ઉદ્યત થયા છો. પરંતુ એમ કર્મને અમૂર્ત સ્વીકારશો તો પણ મૂર્ત-અમર્સ વચ્ચેનો સમ્બન્ધ તો અપરિહાર્ય જ રહેશે, તેથી અમે કર્મને મૂર્ત કહીએ છીએ તે જ બરાબર છે. આ વાત દર્શાવતા આચાર્યવર્ટ કહે છે.
तब्भावम्मिवि जोगो मुत्तिमता विग्गहेण जीवस्स ।
अब्भवगंतव्वो च्चिय कम्मम्मिवि एवं को दोसो ? ॥३०॥ (तद्भावेऽपि योगो मूर्तिमता विग्रहेण जीवस्य । अभ्युपगन्तव्य एव कर्मण्यपि एवं को दोषः ॥)
++++++++++++++++ ધર્મસંશવણિ-ભાગ ૨ - 41 +++++++++++++++