________________
* * * * * * * * * * * * * * * * * * કર્મોનું સ્વરૂપ * * * * * * * * * * *
गोयं च दुविहभेदं उच्चागोयं तहेव णीयं च ।
चरिमं च पचंभेदं पन्नत्तं वीयरागेहिं ॥६२२॥
(गोत्रं च द्विविधभेदमुच्चैगोत्रं तथैव नीचैश्च । चरमं च पञ्चभेदं प्रज्ञप्तं वीतरागैः ॥) गोत्रं च प्राग्निरूपितशब्दार्थम् (द्विविधभेदम्) उच्चैर्गोत्रं नीचैर्गोत्रं चेति । तत्रोच्चैर्गोत्रं यदुदयादज्ञानी विस्पो निर्धनोऽपि सुकुलमात्रादेव पूज्यो भवति, नीचैर्गोत्रं यदुदयाद् ज्ञानादिगुणयुक्तोऽपि दुष्कुलोत्पन्नत्वेन निन्द्यते, चरम ૪-પૂર્વનર્સ 1 qખે-પષ્યyi yTH વીતરા પાદરા
ગાથાર્થ:- “ગોત્ર શબ્દનો અર્થ પુર્વે દર્શાવ્યો છે. તે બે પ્રકારે છે. (૧) ઉચ્ચગોત્ર અને (૨) નીચગોત્ર. તેમાં જેના - ઉદયથી અજ્ઞાની, કદરૂ૫ અને નિર્ધન પણ સકળમાં જન્મમાત્રથી જ પૂજય થાય છે, તે ઉચ્ચગોત્ર છે. તથા જેના ઉદયથી જ્ઞાનઆદિ ગુણયુક્ત પણ ખરાબ કુળમાં ઉત્પન્ન થવાથી નિન્દાય તે નીચગોત્ર. છેલ્લું અંતરાયકર્મ પાંચ પ્રકારનું વીતરાગોએ કહ્યું છે. દરરા
तं दाणलाभभोगोवभोगविरियंतराइयं जाण ।
चित्तं पोग्गलस्वं विन्नेयं सव्वमेवेदं ॥६२३॥
(तद् दानलाभभोगोपभोगवीर्यान्तरायकं जानीहि । चित्रं पुद्गलरूपं विज्ञेयं सर्वमेवेदम् ॥ तत्-दानलाभभोगोपभोगवीर्यान्तरायकं जानीहि, अन्तरायशब्दः प्रत्येकमभिसंबध्यते, दानान्तरायं लाभान्तरायमिति (त्यादि) । तत्र यदुदयात् सति दातव्ये पात्रविशेषे च प्रतिग्राहके स्वर्गाङ्गनोपभोगसंप्राप्त्यादि च दानफलं जानन्नपि दातुं नोत्सहते तत् दानान्तरायम् । विशिष्टेऽपि दातरि विद्यमानेऽपि देये वस्तुनि याञ्चाकुशलोऽपि याचको यदुदयवशान्न लभते तल्लाभान्तरायम् । सति विभवे संपद्यमाने चाहारमाल्यादौ विरतिपरिणामरहितोऽपि यदुदयवशात् तत् आहारमाल्यादिकं न भुङ्क्ते तत् भोगान्तरायम् । एवमुपभोगान्तरायमपि द्रष्टव्यम् । कः पुनर्भोगोपभोगयोर्विशेष इति चेत्, उच्यते, सकृत् भुज्यत इति भोगः-आहारमाल्यादि, पुनः पुनरुपभुज्यत इति उपभोगो-भवनवनितादि । यदुदयवशात् पुनर्नीरोगोऽपि स्वस्थोऽपि चाल्पवीर्यो भवति तद्वीर्यान्तरायमिति । 'चित्तमित्यादि' इदं ज्ञानावरणीयादिकं कर्म चित्रम्-अनेकरूपं चित्रफलनिबन्धनत्वात्, सर्वं पुद्गलरूपमेव विज्ञेयं न तु किंचित् । एवकारो भिन्नक्रमः स च यथास्थानं योजित एव । विजेयमिति पनः क्रियाभिधानं भिन्नालम्बनत्वाददष्टमेव ॥६२३॥
ગાથાર્થ:- આ અંતરાયકર્મ પાંચ પ્રકારે આ પ્રમાણે છે – (૧) ઘનાંતરાય (૨) લાભાંતરાય (૩) ભોગાંતરાય (૪) ઉપભોગવંતરાય અને (૫) વીર્યંતરાય. તેમાં જેના ઉદયથી દેવાયોગ્ય વસ્તુ હાજર હોય, ગ્રહણ કરનાર પાત્ર પણ વિશિષ્ટ હેય. તથા સ્વર્ગ, સ્ત્રીઉપભોગવગેરેની સંપ્રાપ્તિવગેરે દાનનું ફળ છે, તેમ જાણતો હોય છતાં પણ દાન દેવા ઉત્સાહિત ન થાય તે દાનાન્તરાયકર્મ છે. વિશિષ્ટ (ઉદાર) દાતા શ્રેય, આ૫વાયોગ્ય વસ્તુ હાજર હેય, અને યાચક પણ યાચના કરવામાં કુશળ હોય છતાં જેના ઉદયથી ઘનઆદિ મેળવી ન શકે, તે લાભાંતરાય. (આ લાભારાયના સ્વરૂપનો સામાન્ય નિર્દેશ છે લક્ષણ નથી. અન્યથા વેપારઆદિમાં ધાર્યો લાભ ન થવામાં પણ આ કર્મ કારણ છે. અન્યત્ર પણ યથાયોગ આ પ્રમાણે સમજવું) વૈભવ હોય, આહાર, માળા વગેરે ભોગ્યવસ્તુ હાજર હોય, વિરતિ(ત્યાગ)નો પરિણામ પણ ન હૈય, છતાં જે કર્મના ઉદયથી આહારઆદિનો ઉપયોગ ન કરી શકે, તે ભોગાન્તરાયકર્મ. આ જ પ્રમાણે ઉપભોગાન્તરાયકર્મ પણ સમજવું.
શંકા:- ભોગ અને ઉપભોગામાં શું ભેદ છે?
સમાધાન:- જે એકવાર ભોગવી શકાય, તે ભોગ, જેમકે આહાર કૂલમાળા વગેરે. અને જે વારંવાર ભોગવી શકાય, તે ઉપભોગ જેમકે મહેલ, સ્ત્રી વગેરે.
જે કર્મના ઉદયથી નિરોગી અને સ્વસ્થ પણ અલ્પવીર્ય (કપરાક્રમ–ઉત્સાહ) વાળો થાય તે વીર્યાન્તરાયકર્મ.
આ જ્ઞાનાવરણવગેરે કર્મો ચિત્ર વિચિત્ર અનેક ફળોઅનુભવોમાં કારણભૂત હોવાથી વિચિત્ર સ્વરૂપવાળાં છે. તથા આ બધા જ કર્મો પુદગળદ્રવ્યમય સમજવા, નહિ કે કોક જ કર્મ. (અહીં જ કારનો અન્વય “સર્વ પદ પછી છે. જે તે મુજબ દર્શાવ્યો છે. પૂર્વાર્ધમાં જાનીહિ' ક્રિયાપદદ્વારા “તુ જાણ એમ સૂચવ્યું. ઉત્તરાર્ધમાં વિજ્ઞય' પદથી ફરીથી જાણવાનું સૂચન કર્યું, પણ પુનરુક્તિ નથી, કેમકે પૂર્વાર્ધમાં અંતરાયકર્મના ભેદને અપેક્ષીને સૂચન છે. ઉત્તરપદમાં બધા જ કર્મોના સામાન્યસ્વરૂપને અપેક્ષી સૂચન છે. આમ બન્ને સ્થળે ભિન્નઆલંબન લેવાથી બેવાર જાણવાનું સૂચન અદુષ્ટ છે.) ૬૨ઢા * * * * * * * * * * * * * * * * ધર્મસંગ્રહણિ-ભાગ ૨ - 38 * * * * * * * * * * * * * *