________________
* * * * કર્મોનું સ્વરૂપ * * * * * * *
શંકા:- સ્ત્રી લાત મારે તો પણ પતિદેવો ખુશ થતા દેખાય છે. આમ અહીં અનેકાન્ત દેખાય છે.
સમાધાન:- આ ખુશી મોહનીયના ધરની છે. કામની વિડ્વલતાના કારણે છે. જયારે અહીં વસ્તુસ્થિતિનો વિચાર છે. તેથી અનેકાન્ત નથી. (૩૩) સુભગનામ:- જે કર્મના ઉદયથી ઉપકારની પ્રવૃતિ ન કરી હોય, તો પણ અનેકજીવોને પ્રિય થાય છે. (૩૪) દુર્ભાગનામકર્મ:- અહીં સુભગથી વિપરીત સમજવું. કહ્યું જ છે કે “અનુકૃત પણ જે અનેકને પ્રિય હોય તેને સુભગનામનો ઉદય. અને ઉપકારક પણ જે ગમે નહિ તેને દુર્ભગનો ઉદય હોય છે.” (૩૫)સુસ્વરનામ:- જે કર્મના ઉદયને કારણે સ્વર કર્ણપ્રિય થાય તે સુસ્વરનામ. (૩૬)દુ:સ્વરનામ:- જે કર્મના ઉદયથી કાગડા અને ઘુવડ જેવો કર્ણઅપ્રિય સ્વર થાય, તે દુ:સ્વરનામકર્મ. ૫૬૨ના
++++
आएज्जमणाज्जं जसकित्तीनाममजसकित्तिं च ।
निम्माणनाममतुलं चरिमं तित्थगरनामं च ॥ ६२१॥
(आदेयमनादेयं यशकीर्तिनामायशः कीर्ति च । निर्माणनामातुलं चरमं तीर्थकरनाम च ॥)
आदेयनाम यदुदयादादेयो भवति, यद्भाषते चेष्टते वा तत्सर्वं लोकः प्रमाणीकरोतीत्यर्थः । तद्विपरीतमनादेयनाम । यशः कीर्त्तिनाम यदुदयात् यशः कीर्ती भवतः । ननु च कथमेते यशःकीर्ती तन्नामोदयनिबन्धने, तद्भावेऽपि क्वचित् तयोरभावात्, तदुक्तम्- "तस्सेव केइ जसकित्तिकित्तया अजसकित्तया अन्ने । पायाराई जं बेंति अइसए इंदयालत्तं॥१॥” (छा. तस्यैव केचित् यशःकीर्तिकीर्त्तका अयशः कीर्त्तका अन्ये । प्राकारादीन् यद् ब्रुवतेऽतिशयान् इन्द्रजालत्वम् ) इति । नैष दोषः । सद्गुणमध्यस्थपुरुषापेक्षयैव यशः कीर्त्तिनामोदयस्याभ्युपगतत्वात्, उक्तं च- " जई कहवि धाउवेसम्मयाए दुर्द्धपि जायए कडुयं । निंबो महुरो कस्सइ न पमाणं तहवि तं होइ ॥ १ ॥ (छा. यदि कथमपि धातुवैषम्येन दुग्धमपि जायते कटुकम् । नम्ब मधुरः कथंचित् न प्रमाणं तथापि तद्भवति ॥) अपि तु - विवरीयदव्वगुणभासणाए अपमाणताओ तस्सेव । सग्गुणविसयं तम्हा जाह जसकित्तीनामं तु ॥ १ ॥ (छा. विपरीतद्रव्यगुणभाषणया अप्रमाणतया तस्यैव । सद्गुणविषयं तस्माद् जानीहि यशःकीर्तिनाम तु I) ઞયં ચ યશઃજીĪવિશેષ:-વાનમુખ્યતઃ સાધુવાદ્ ીતિ:, પરામતસ્તુ યજ્ઞરૂતિ । અયશઃીર્ત્તિનામ उक्तविपरीतम् । निर्माणनाम यदुदयात् स्वस्वजात्यनुसारेण जन्तुशरीरेष्वङ्गोपाङ्गानां प्रतिनियतस्थान (नं वृत्तिता इति ख पुस्तके) प्रवृत्तिता भवति, जातिलिङ्गाकृतिव्यवस्थानियम इत्यन्ये। अतुलं - प्रधानं चरमं - प्रधानत्वात् सूत्रक्रमप्रामाण्याच्चान्तिमं तीर्थकरनाम यदुदयात्सदेवमनुजासुरस्य जगतः पूज्यो भवति । चः समुच्चये । इह च गत्यादिकर्मावान्तरप्रभेदरूपव्यावर्णनं ग्रन्थगौरवभयान्न कृतमित्यन्यतोऽवधार्यम् ॥६२१ ॥
ગાથાર્થ- (૩૭) આદેયનામ:- જે કર્મના ઉદયથી આદેય થાય છે-પોતે જે કંઇ પ્રવૃતિ કરે તેને લોકો પ્રમાણ કરે, તે આદેય નામકર્મ છે. (૩૮) અનાદેયનામકર્મ → ઉપરોક્તથી વિપરીત અનાદેયનામકર્મ છે. (અર્થાત્ પોતાના ન્યાયી અને વ્યાજબી વચન-ચેષ્ટાને પણ લોકો અપ્રમાણભૂત ઠેરવે, એમાં અનાદેયનામકર્મ ભાગ ભજવે છે.) (૩૯-૪૦) યશ-કીર્તિનામકર્મ અને અયશકીર્તિનામકર્મ:- જે કર્મના ઉદયથી યશ અને કીર્તિ થાય, તે યશકીર્તિનામકર્મ.
શંકા:- આ યશ અને કીર્તિનામકર્મને કારણે શી રીતે કહી શકાય? કારણ કે કયારેક આ નામકર્મનો ઉદય હોય તો પણ યશ, કીર્તિ હોતા નથી. કહ્યું જ છે કે “તેની (તીર્થંકરની) કેટલાક યશકીર્તિ ગાય છે. અને કેટલાક અયશકીર્તિ ગાય છે. કેમકે તેઓ ત્રણ ગઢ વગેરે અતિશયોને ઇન્દ્રજાલ માને છે.”
સમાધાન:- અહીં દોષ નથી. કેમકે સદ્દગુણયુક્ત મધ્યસ્થપુરૂષની અપેક્ષાએ જ યશકીર્તિનામકર્મનો ઉદય સ્વીકાર્યો છે. કહ્યું જ છે “જો કે કદાચિત્ કો'કને ધાતુની વિષમતાથી દૂધ પણ કડવું લાગે, અને લીમડો પણ મીઠો લાગે, પણ તેટલામાત્રથી કંઇ તે પ્રમાણભૂત ન બને” પરંતુ “વિપરીત દ્રવ્ય, ગુણ ભાષણથી તે અપ્રમાણ છે. તેથી યશકીર્તિનામ સદ્ગુણવિષયક જ જાણવા.” અહીં યશ અને કીર્તિ વચ્ચે આ ભેદ છે.- ‘દાનપુણ્યથી જે પ્રશંસા થાય, તે કીર્તિ, અને પરાક્રમથી જે પ્રશંસા થાય, તે યશ છે.” આ યશકીર્તિથી વિપરીત અયશકીર્તિ છે. (૪૧) નિર્માણનામકર્મ:- જે કર્મના ઉદયથી પોતપોતાની જાતિને અનુસારે જીવોના શરીરમા અંગોપાંગ તે તે નિયત સ્થાને જ બને તે નિર્માણનામકર્મ. કેટલાકના મતે આ નામકર્મથી જાતિ, લિંગ, અને આકૃતિની વ્યવસ્થા નિયંત્રિત થાય છે. (૪૨) તીર્થંકરનામકર્મ:- પ્રધાનભૂત, અને પ્રધાન હોવાથી જ સૂત્રક્રમના પ્રમાણથી છેલ્લુ તીર્થંકરનામકર્મ છે. આ કર્મના ઉદયથી વ્યક્તિ દેવ, અસુર અને મનુષ્યોમાં પૂજ્ય બને છે. (મૂળમાં ‘' સમુચ્ચયઅર્થક છે.) પ્રસ્તુત ગ્રન્થમા ગ્રન્થ મોટો થઇ જવાના ભયથી ગતિવગેરે કર્મોના અવાન્તરપ્રભેદોનુ વર્ણન કર્યુ નથી. તેથી એઅંગેનું જ્ઞાન અન્યગ્રન્થોમાથી મેળવી લેવુ u૬૨ા
જૈ જૈ જૈ ધર્મસગ્રહિણ-ભાગ ૨ - 37 * * +44
+++