________________
+4
* * * * કર્મોનું સ્વરૂપ * * * *
सूक्ष्मो भवति । पर्याप्तकनाम यदुदयात्सर्वपर्याप्तिनिष्पत्तिर्भवति । अपर्याप्तकं च ज्ञातव्यमिति, अपर्याप्तकनाम उक्तविपरीतं, यदुदयात्संपूर्णपर्याप्त्यनिष्पत्तिर्भवति, अपर्याप्तका अपि च आहारशरीरेन्द्रियपर्याप्तिभिः पर्याप्ता एव म्रियन्ते यस्मात्सर्व एव देहिन आगामिभवायुर्बद्ध्वा म्रियन्ते नाबद्ध्वा तच्चायुर्बध्यते आहारशरीरेन्द्रियपर्याप्तिपर्याप्तानामेवेति ॥ ६१९ ॥
ગાથાર્થ:- (૧૮) આતપનામ:- જે કર્મના ઉદયથી જીવનું સ્વયં શીતશરીર પણ ઉષ્ણ તાપ ફેલાવે તે આતપનામકર્મ. આ કર્મનો ઉદય સૂર્યમંડળના પૃથ્વીકાયિક જીવોને જ હોય. (૧૯) ઉદ્યોતનામ:- જે કર્મના ઉદયમા જીવનું શરીર અનુષ્ણ (=શીતલ) પ્રકાશાત્મક ઉદ્યોત કરે તે ઉદ્યોતનામકર્મ છે. જેમકે સાધુ અને દેવનુ ઉત્તરવૈક્રિય શરીર, ચન્દ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારાના વિમાનના મણિ, રત્ન, ઔષધિવગેરે. (૨૦)વિહાયોગતિનામ:- જે કર્મના ઉદયથી ચાલવાની ઢબ સારી-નરસી એમ બે પ્રકારે થાય છે. તેમા હંસ, જીથી, વગેરેની ચાલ સારી છે. ઊંટવગેરેની ખરાબ. (૨૧) ત્રસનામ:-જે કર્મના ઉદયથી ગતિ અને સ્પન્દન (ઝરવુંઅથવા સ્પંદન-ફરકવું) થાય, બીજાના મતે માત્ર ગમન જ થાય. (૨૨) સ્થાવર:- જે કર્મના ઉદયથી ચલન કે સ્પંદન (કે સ્પંદન) ન થાય, બીજામતે માત્ર ગમન ન થઇ શકે તે સ્થાવરનામકર્મ. (ચ' સમુચ્ચયઅર્થક છે.) (૨૩) બાદર:–જે કર્મના ઉદયથી બાદર-સ્થૂળ શરીર મળે (એક કે સમુદાયરૂપે ઇન્દ્રિયગોચર બનતું શરીર બાદર કહેવાય.) (૨૪) સૂક્ષ્મ:-જે કર્મના ઉદયથી સૂક્ષ્મ શરીર બને તે. (આ નામકર્મના ઉદયવાળા અસંખ્યશરીર ભેગા થાય, તો પણ ઇન્દ્રિયગોચર બને નહિ. (૨૫) પર્યાપ્તનામ:- જે કર્મના ઉદયથી જીવ સ્વયોગ્ય બધી પર્યાપ્તિઓ પૂર્ણ કરે, તે પર્યાપ્તનામકર્મ. (એકેન્દ્રિયને
સ્વયોગ્ય ચાર, વિકલેન્દ્રિય તથા અસશીપંચેન્દ્રિયને સ્વયોગ્ય પાંચ અને સશીપંચેન્દ્રિયને સ્વયોગ્ય છ પર્યાપ્તિ છે.) (૨૬) અપર્યાપ્તનામ:- અપર્યાપ્તનામકર્મ ઉપરોક્તથી વિપરીત છે. અર્થાત્ જે કર્મના ઉદયથી સ્વપ્રાયોગ્ય બધી પર્યાપ્તિઓ પૂર્ણ કર્યા વિના જ જીવ મોત પામે. અપર્યાપ્તજીવો પણ આાર, શરીર અને ઇન્દ્રિય આ ત્રણ પર્યાપ્તિ પૂર્ણ કરીને જ મરે. કારણ કે બધા જ જીવો પછીના ભવનું આયુષ્ય બાંધીને જ મરે, અને આયુષ્યનો બંધ આહાર, શરી૨, ઇન્દ્રિય આ ત્રણ પર્યાપ્તિથી પૂર્ણ થયેલાને જ હોય. ૫૬૧૯લા
पत्तेयं साहारणथिरमथिरसुभासुभं च नायव्वं । सुभगदूभगनामं सूसर तह दूसरं चेव ॥ ६२०॥
(प्रत्येकं साधारणस्थिरमस्थिरशुभाशुभं च ज्ञातव्यम् । सुभगदुर्भगनाम सुस्वरं तथा दुःस्वरं चैव ॥)
प्रत्येकनाम यदुदयादेको जीव एकं शरीरं निर्वर्त्तयति । साधारणनाम यस्योदयादनन्तानां जीवानां साधारणमेकं शरीरं भवति । स्थिरनाम यदुदयात् शरीरावयवानां दन्तास्थिप्रभृतीनामचलता भवति । अस्थिरनाम यदुदयात्तदवयवा जिह्वाकर्णादीनां चपलता भवति । शुभाशुभं च ज्ञातव्यमिति, शुभनाम यदुदयेन शरीरावयवानां शिरःप्रभृतीनां शुभता भवति, अशुभनाम यदुदयात् शरीरावयवानामेव पादादीनामशुभता भवति, तथाहि - शिरसा स्पृष्टः सन् तुष्यति पादादिभिस्तु रुष्यति, कामिनीव्यवहारेण व्यभिचार इति चेत्, न, तस्य मोहनीयनिबन्धनत्वात्, वस्तुस्थितेश्चेह चिन्त्यमानत्वात् । यदुदयादुपकारक्रियारहितोऽपि प्रभूतजनानां प्रियो भवति, तद्विपरीतं दुर्भगनाम, उक्तं च- " अणुवकओवि बहूणं जो हु पिओ तस्स सुभगनामुदओ । उवकारकारगोवि हु ण रुच्चई दुब्भगस्सुदए ॥१॥ (छा. अनुपकृतोऽपि बहूनां यः खलु प्रियस्तस्य सुभगनामोदयः । उपकारकारकोऽपि खलु न रुच्यते दुर्भगस्योदये II) इति" । सुस्वरनाम यदुदयवशात् स्वरः श्रोत्रप्रीतिकरो भवति । दुःस्वरनाम यदुदयात्काकोलूकस्वरकल्पः स्वरो भवति ॥ ६२० ॥
ગાથાર્થ:- (૨૭)પ્રત્યેક:- જે કર્મના ઉદયથી એક જીવ એક શરીર પ્રાપ્ત કરે તે (અહીં આ વાત ઔદારિક અને વૈક્રિય શરીર અપેક્ષાએ છે. દરેક જીવને તૈજસ કાર્યણ શરીર પોતપોતાના સ્વતંત્ર જ હોય.. આહાકશરીર લબ્ધિપ્રાપ્ય છે, તેથી તે તો પ્રત્યેક જ હોય, ભવપ્રાપ્ય ઔદારિક-વૈક્રિયશરીરઅંગે જ આ વાત છે. તેમા પણ દેવ અને નરકને જ ભવપ્રાપ્ય, અને બીજાઓને માત્ર લબ્ધિપ્રાપ્ય હોવાથી વૈક્રિયશરીર પ્રત્યેકરૂપે જ પ્રાપ્ત થાય છે. માત્ર સાધારણવનસ્પતિકાયને છોડી બાકીના બધા તિર્યંચ-મનુષ્યોને ઔદારિકશરીર પણ પ્રત્યેકરૂપે જ હોય.) (૨૮) સાધારણનામ:-જે કર્મઉદયથી નિગોદના અનંતા જીવોનુ એક સાધારણશરીર હોય, તે સાધારણનામકર્મ. (૨૯) સ્થિરનામ:-જે કર્મના ઉદયથી દાંત, હાડકાવગેરે શરીરઅવયવો અચલ-સ્થિર થાય, તે સ્થિરનામકર્મ. (૩૦) અસ્થિરનામકર્મ:-જે કર્મના ઉદયથી શરીરના જીભ, કાનવગેરે અવયવો અસ્થિર બને તે અસ્થિરનામકર્મ. (૩૧) શુભનામ:-જેના ઉદયથી શરીરના મસ્તકવગેરે અવયવો શુભ બનેં.. (૩૨) અશુભનામ:-જે કર્મના ઉદયથી શરીરના પગવગેરે અવયવો અશુભ બને તે અશુભનામકર્મ છે. દેખાય જ છે.કે મસ્તકવગેરેથી સ્પર્શાયેલો ખુશ થાય છે અને પગવગેરેથી સ્પર્શાયેલો ગુસ્સે થાય છે.
++
* * * ધર્મસગ્રહણિ-ભાગ ૨ - 36 * * *