________________
* * * * * * * * * * * * * * * * * * કર્મોનું સ્વરૂપ * * * * * * * * * * * * * * * * * * जातिनाम्नस्तु एकेन्द्रियादिसंज्ञाप्रवृत्तिनिमित्तभूततथास्पसमानपरिणतिलक्षणसामान्यहेतुत्वादिति। शरीरनाम यदुदयाद् औदारिकादिशरीरभावः । अङ्गोपाङ्गनाम यदुदयादङ्गोपाङ्गनिष्पत्तिः । तत्र शिरःप्रभृतीन्यङ्गानि, अङ्गुल्यादीनि उपाङ्गानि, अङ्गुलिपर्वरेखादीनि चाङ्गोपाङ्गानि, उक्तं च- "सीसमुरोयरपिट्ठी दो बाहू ऊस्या य अटुंगा । अंगुलिमाइ उवंगा अंगोवंगाई सेसाइं ॥१॥" (छा. शीर्षमुरउदरपृष्ठानि द्वौ बाहू ऊरू को चाष्टाङ्गानि । अङ्गुल्यादीन्युपाङ्गानि अङ्गोपाङ्गानि शेषाणि ॥) बन्धननाम : यत्सर्वात्मप्रदेशैर्गृहीतानां गृह्यमाणानां च पुद्गलानामन्योऽन्यमन्यशरीरैर्वा संबन्धजनकं जतुकल्पम् । संघातननाम यदुदयादौदारिकादिशरीरयोग्यपुद्गलग्रहणे सति शरीररचना भवति । संहनननाम यदुदयाद् वज्रर्षभनाराचादिसंहनननिष्पत्तिर्भवति । संस्थाननाम समचतरसादिसंस्थानकारणम । चः समच्चये ॥१७॥
ગાથાર્થ:- “નામ શબ્દનો અર્થ પૂર્વે દર્શાવ્યો છે. આ નામકર્મ બેતાલીસપ્રકારે છે. તે આ પ્રમાણે (૧) ગતિનામકર્મ તેવા પ્રકારના કર્મના સહકારથી જીવવડે પ્રાપ્ત કરાતો નારકત્વઆદિ પરિણામ ગતિ કહેવાય. આ ગતિરૂપ વિપાકથી વેદાતી (ગતિરૂ૫ ફળ આપતી) કર્મપ્રકતિ પણ ઉપચારથી “ગતિ તરીકે ઓળખાય છે. આ ગતિ જ જેનું નામ છે તે ગતિનામકર્મ. આમ અન્યત્ર પણ સમજવું. (૨) જાતિનામ- જે કર્મના ઉદયથી એકેન્દ્રિયવગેરે જાતિમાં ઉત્પત્તિ થાય તે જાતિનામકર્મ.
શંકા:- એકેન્દ્રિયપણું વગેરે સ્પર્શનઆદિ ઇન્દ્રિયાવરણના ક્ષયોપશમથી પ્રાપ્ત થાય. (સ્પર્શનાદિ ભાવેદ્રિયોના લયોપશમથી એકેન્દ્રિય આદિપણું પ્રાપ્ત થાય. આ ક્ષયોપશમ મતિજ્ઞાનાવરણના કયોપશમરૂપ છે તેથી એકેન્દ્રિયપણુંઆદિની પ્રાપ્તિમાં જ્ઞાનાવરણનો લયોપશમ કારણ છે, નહિ કે જાતિનામકર્મનો ઉદય. આવો શંકાનો આશય છે.) તેથી એકેન્દ્રિયપણુંઆદિની પ્રાપ્તિમાં જાતિનામકર્મ હેત કેવી રીતે કહેવાય?
સમાધાન:- અહીં દોષ નથી. સ્પર્શઆદિઇન્દ્રિયના આવરણનો કયોપશમ સ્પર્શનઆદિઇન્દ્રિયના ઉપયોગ પ્રત્યે જ કારણ છે. જયારે એકેન્દ્રિયઆદિ સંજ્ઞામાં પ્રવૃત્તિનિમિત્ત (તેવી તેવી સંજ્ઞા પડવામાં કારણભૂત) તેવા પ્રકારની સમાનપરિણિતિરૂપ સામાન્ય છે. અને આ સામાન્યમાં જતિનામકર્મ કારણભૂત છે. (ઈન્દ્રિયના બે પ્રકાર (૧)દ્રવ્યેન્દ્રિય અને (૨) ભાવેદ્રિય. તેમાં દ્રવ્યેન્દ્રિય પુળમય છે. એના બે ભેદ. (૧) નિવૃત્તિ-ઈન્દ્રિયની બાહરચનાદિરૂપ (૨) ઉપકરણ- એ ઇન્દ્રિયની સ્વવિષયને પકડવાની શક્તિરૂપ. ઇન્દ્રિયના નિવૃતિભેદની પ્રાપ્તિ માટે ગતિ, જાતિ, શરીર, અંગોપાંગાદિ નામકર્મોના તેવાતેવા ઉદયની અપેક્ષા રહે છે. ઉપકરણેન્દ્રિયનો મુખ્યઆધાર પર્યાપ્તિનામકર્મપર છે. આમ દ્રવ્યેન્દ્રિયની પ્રાપ્તિ નામકર્મપર અવલંબિત છે. ભાવેન્દ્રિય મતિજ્ઞાનરૂપ છે. તેના (૧) લક્ષિયોપશમ અને (૨) ઉ૫યોગ- વિષયાવબોધરૂપ બે ભેદ છે. દ્રવ્યેન્દ્રિય ભાવેન્દ્રિયનો ઉપષ્ટભક છે. બેન્દ્રિય બાહ્યરચનાદિ અને બાલવ્યવહારમાં ઉપયોગી છે. ભાવેદ્રિય આંતરિક છે. વ્યક્તિગત છે. દ્રવ્યેન્દ્રિય ભાવેન્દ્રિયમાટે સહાયક હોવા છતાં બન્ને વચ્ચે સાહચર્યરૂપ કે કાર્યકારણભાવરૂપ વ્યાપ્તિ નથી. ઘણા આંખ, કાનઆદિ દ્રવ્યેન્દ્રિયથી યુક્ત હોવા છતાં આધળા-બહેરા હોય છે. તો વનસ્પતિ એક જ દ્રવ્યેન્દ્રિય ધરાવતી હોવા છતાં પાંચેય ભાવેદ્રિયોનો અલગ-અલગ વનસ્પતિની અપેક્ષાએ સદ્ભાવ શાસ્ત્રમાન્ય છે. વનસ્પતિમાં આમ પાંચે ભાવેન્દ્રિય સંભવિત હોવા છતાં તે એકેન્દ્રિયતરીકે વ્યવહાર પામે છે, અને આંધળો–બહેરો માનવ પાંચેય ભાવેદ્રિય ન હોવા છતાં પંચેન્દ્રિયનો વ્યવહાર પામે છે. આ મુદ્દાથી નિશ્ચિત થાય છે કે એકેન્દ્રિયાદિવ્યવહારમાં મતિજ્ઞાનાવરણના કયોપશમાદિરૂપ ભાવેન્દ્રિય કારણ નથી. એ જ પ્રમાણે “ગતિ નામકર્મ પણ કારણ નથી. કેમકે “ગતિ નામકર્મ તો પંચેન્દ્રિય પશુથી માંડી એકેન્દ્રિય પૃથ્વી સુધી બધાને તિર્યંચગતિ રૂપે ઓળખાવે છે. ઔઘરિકશરીરાદિ નામકર્મ તો માનવમાટે પણ છે. પર્યાપ્તિ' નું કાર્ય ઉપકરણઅંગે છે. અને કાનવગેરેની ઉપકરણશક્તિથી હણાયેલો પણ પંચેન્દ્રિય માનવ ગણી શકાય છે. ઘણાને આંખ, કાનાદિ નિર્વત્તિરૂપ દ્રવ્યેન્દ્રિય પણ કર્મોની તથા વિચિત્રતાના કારણે મળતી નથી.- આકાર પણ ન મળે. છતાં તે પંચેન્દ્રિય ગણાય છે. તેથી અંગોપાંગનામકર્મ પણ અહીં ઉપેક્ય છે. એટલે માનવું પડશે કે પૃથ્વી આદિરૂપે ભિન્ન પડતા એકઈન્દ્રિયવાળા જીવોમાં પ્રાયઃ સામનપે અપકષ્ટ ચૈતન્ય ધરાવવાના કારણે “એકેન્દ્રિય' તરીકેના સમાનબોધમાં કારણભૂત અને “બે ઇન્દ્રિય' આદિ જીવોથી ભિન્નતાનો અનુભવ કરાવતો જે નિશ્ચિત બોધ અને વ્યવહાર થાય છે, એમાં કારણભૂત કો'ક કર્મ હોવું જોઇએ. આ કર્મ એટલે જ પતિનામકર્મ. માનવમાં આંધળા બહેરા તરીકે ઓળખ-વ્યવહારમાં મુખ્યતયા ભાવેન્દ્રિયની ખામી અને ઉપકરણેન્દ્રિયની અશક્તિ કારણ બને છે.) (૩) જે કર્મના ઉદયથી ઔદારિકઆદિ શરીરની પ્રાપ્તિ થાય તે શરીરનામકર્મ.(૪) જે કર્મના ઉદયથી અંગોપાંગની નિષ્પત્તિ થાય તે અંગોપાંગનામકર્મ છે. તેમાં મસ્તકવગેરે અંગો છે. આંગળીવગેરે ઉપાંગ છે. અને આંગળીના પર્વ અને રેખાવગેરે અંગોપાંગ છે. કઈ છે કે અમાથું છાતી, પેટ, પીઠ બે હાથ અને બે સાથળ આ આઠ અંગ છે.આંગળી વગેરે ઉપાંગ છે. અને બાકીના અંગોપાંગ છે (૫) સર્વઆત્મપ્રદેશોથી ગ્રહણ કરેલા અને ગ્રહણ કરાતા પુગળોનો અન્યોન્ય અથવા અન્ય શરીરો સાથે (ઔદારિકશરીરનું તેજસશરીર સાથે ઇત્યાદિ સમજવાનું. દરેક જીવને બે, ત્રણ આદિ શરીર સંભવે છે.) સમ્બન્ધનું જનક લાખતુલ્ય બન્ધનનામકર્મ છે. (૬) સંઘાતનનામકર્મ:- જે કર્મના ઉદયથી ઔદારિકઆદિ શરીરયોગ્ય પુગળો ગ્રહણ થવાથી શરીરરચના થાય છે, તે સંઘાતનનામકર્મ. (૭) સંવનનનામકર્મ- જે કર્મના ઉદયથી વજૂઋષભનારાચઆદિ સંઘયણ નિષ્પન્ન થાય તે સંધયણનામકર્મ. (૮) સંસ્થાનનામકર્મ:- જે કર્મના ઉદયથી સમચતુરઐઆદિસંસ્થાન પ્રાપ્ત થાય તે સંસ્થાનનામકર્મ. (ચપદ સમુચ્ચયઅર્થક છે.) ૬૧ળા * * * * * * * * * * * * * * * * ધર્મસંગ્રહણિ-ભાગ ૨, - 34 * * * * * * * * * * * * * * *