________________
* * * કર્મોનું સ્વરૂપ * *
ગાથાર્થ:- (૧) નિદ્રા (૨) નિદ્રાનિદ્રા (૩) પ્રચલા (૪) પ્રચલાપ્રચલા અને (૫) સ્ત્યાનગૃદ્ધિ કે સ્થાનદ્ધિ, આ પાંચને જિનેશ્વરો નિદ્રાપંચક કહે છે.
તેમા નિતરા દ્રાતિ–નિદ્રા અર્થાત્ જેનાથી ચૈતન્ય અવિસ્પષ્ટત્વ(=અસ્પષ્ટપણા)રૂપ કુત્સિતપણાને પામે તે નિદ્રા. અહીં ‘૩૫સવિાતોજ્' સૂત્રથી કરણઅર્થે ‘અ' પ્રત્યય થયો છે. નખોના આસ્ફાલનરૂપ ચપટી વગાડવામાત્રથી ઉંઘતી વ્યક્તિ જાગી જાય. સરળતાથી ઉઠાડી શકાય તેવી ઉંધની અવસ્થા નિદ્રા કહેવાય. આવી નિદ્રરૂપ વિપાકથી વેદાતી (=ઉદયરૂપતાને પામતી) કર્મપ્રકૃતિ પણ કારણમા કાર્યના ઉપચારથી ‘નિદ્રા” કહેવાય. આ જ પ્રમાણે બીજે પણ યથાયોગ્ય ઉપચારનો ખ્યાલ રાખવો.
ઉપરોક્ત નિદ્રાથી અતિશાયિની-ચઢીયાતી નિદ્રા નિદ્રાનિદ્રા કહેવાય. અહીં શાકપાર્થિવવગેરે પદોની જેમ મયૂરવ્યસકાદિમાં સમાવેશ હેવાથી મધ્યમપદલોપી સમાસ છે. નિદ્રાતિશાયિની નિદ્રા-નિદ્રાનિદ્રા. આ ઉધની અવસ્થામા દુ:ખે કરીને જાગૃતિ આણી શકાય છે. ચૈતન્ય અસ્પષ્ટતર બનતું હોવાથી આ ઉંધમાંથી ખૂબ ઢંઢોળવાવગેરેથી માંડ માંડ જગાડી શકાય છે.
જે ઉંધઅવસ્થામાં વ્યક્તિ ઊભા ઊભા કે બેઠા બેઠા ઉંધ ખેંચી કાઢે તે ઉંધઅવસ્થા પ્રચલા કહેવાય. આ નિદ્રા ઊભા કે બેઠા બેઠા ઉધનારને હોય છે. આ ઉપરોક્તસ્વરૂપવાળી પ્રચલાથી વિશિષ્ટતર પ્રચલા =પ્રચલાપ્રચલા. માર્ગમા ચાલતા ચાલતા ઉંધી જનારને આ નિદ્રા હોય છે. તેથી જ આ નિદ્રામા ઊભા ઊભા સૂઇ જનાર કરતા વિશિષ્ટતા છે. કહ્યું જ છે “સુખપ્રબોધ (=સરળજાગૃતિ વાળી નિદ્રા છે. દુ:ખપ્રબોધવાળી નિદ્રાનિદ્રા છે. ઊભેલાને પ્રચલા હોય છે. ચાલનારને પ્રચલાપ્રચલા હોય છે.”
ગૃદ્ધિ-જાગૃતઅવસ્થામાં ચિંતવેલા અર્થને સિદ્ધ કરવાઅંગેની આકાંક્ષા. જે ઉંધઅવસ્થામાં આવી વૃદ્ધિ અતિબહુરૂપે સંધાત –ઉપચયભાવ પામે છે, તે સ્ત્યાનગૃદ્ધિ કહેવાય. પ્રાકૃતભાષામાં અને આર્ષ(-આગમિક)પ્રયોગ હોવાથી ‘થિણદ્ધી' કહેવાય છે. અથવા તો જે નિદ્રાવખતે આત્માની શક્તિરૂપ ઋદ્ધિ સ્થાન-પિણ્ડીભૂત-પિણ્ડમય બને છે–એકઠી થાય છે, તે નિદ્રા સ્યાનદ્ધિ કહેવાય. આ નિદ્રા અત્યંત રૌદ્ર હોય છે; કેમકે આ નિદ્રાવખતે જો તે વ્યક્તિ ૧લાસંધયણવાળી હોય તો, તેનું બળ વાસુદેવના અડધા બળ જેટલું થાય છે. આ નિદ્રાવખતે પ્રબળ રાગદ્વેષનો ઉદય થાય છે. કહ્યું છે → “અત્યંતસલિષ્ટ કર્મના અનુવેદન વખતે સ્ત્યાનગૃદ્ધિ નામની મહાનિદ્રા હોય છે. અને પ્રાય: દિવસે ચિતવાયેલા વ્યાપાર-કાર્યની પ્રસાધિકા હોય છે.” આ નિદ્રારૂપ વિપાકથી ઉદયરૂપે ભોગવાતી કર્મપ્રકૃતિ પણ સ્થાનગૃદ્ધિ કે સ્ત્યાનદ્ધિ કહેવાય છે. ૫૬૧મા दर्शनचतुष्टयमाह -
હવે દર્શનચતુષ્ક બતાવે છે→
नयणेतरोहिकेवलदंसणावरणं चउव्विहं होइ ।
सातासातदुभेदं च वेयणिज्जं मुणेयव्वं ॥ ६११॥
(नयनेतरावधिकेवलदर्शनावरणं चतुर्विधं भवति । सातासातद्वि-भेदं च वेदनीयं ज्ञातव्यम् II)
'नयनेतरावधिकेवलदर्शनावरणं चतुर्विधं भवति' दर्शनावरणशब्दः प्रत्येकमभिसंबध्यते, नयनं-चक्षुस्तद्दर्शनावरणं चक्षुर्दर्शनावरणं, चक्षुर्निमित्तसामान्योपयोगावरणमित्यर्थः । इतरदर्शनावरणमचक्षुर्दर्शनावरणं चक्षुर्वर्जशेषेन्द्रियमनोदर्शनावरणमितियावत् । अवधिदर्शनावरणमंवधिसामान्योपयोगावरणं, एवं केवलदर्शनावरणमपि वाच्यम् । सातासातद्विभेदं च वेदनीयं ज्ञातव्यं - सातवेदनीयमसातवेदनीयं चेति । तत्राह्लादरूपेण यद्वेद्यते तत्सातवेदनीयं, यत् पुनः परितापरूपेण वेद्यते तदसातवेदनीयम् ॥६११ ॥
ગાથાર્થ:- અહીં દર્શનાવરણશબ્દ નયનઆદિ ચારેસાથે સંબંધિત છે. તેથી (૧) ચક્ષુદર્શનાવરણ (૨) અચક્ષુદર્શનાવરણ (૩)અવધિદર્શનાવરણ અને (૪)કેવળદર્શનાવરણ. આમ ચાર પ્રકારે દર્શનાવરણ છે. ચક્ષુદર્શનાવરણ એટલે આંખના નિમિત્તથી થતા સામાન્યબોધને અટકાવતું કર્મ. આંખસિવાયની ઇન્દ્રિયો અને મનથી થતા સામાન્યબોધને અટકાવતું કર્મ અચક્ષુદર્શનાવરણ. અવધિદર્શન (રૂપીદ્રવ્યસંબંધી આત્માને થતા સાક્ષાત્ સામાન્યબોધ) ને રોકતુ કર્મ અવધિદર્શનાવરણ છે. આ જ પ્રમાણે કેવળદર્શન (જગતના તમામ પદાર્થોના આત્માને થતા સામાન્યબોધ) ને રોકતુ કર્મ કેવળદર્શનાવરણ છે. આમ નિદ્રા (૫) + દર્શન (૪) = ૯ દર્શનાવરણની પ્રકૃતિ છે. હવે વેદનીયકર્મઅંગે કહે છે. વેદનીયકર્મ સાત અને અસાત એમ બે પ્રકૃતિવાળું છે. તેમા જે કર્મનો ઉદય આહ્લાદરૂપે અનુભવાય તે સાતવેદનીય કર્મ. અને જે કર્મનો ઉદય પરિતાપરૂપે અનુભવમાં આવે તે અસાતવેદનીય કર્મ. ૫૬૧૧॥
दुविहं च मोहणिज्जं दंसणमोहं चरित्तमोहं च । दंसणमोहं तिविहं सम्मेतरमीसवेदणीयं ॥६१२ ॥
(द्विविधं च मोहनीयं दर्शनमोहं चारित्रमोहं च । दर्शनमोहं त्रिविधं सम्यक्त्वेतरमिश्रवेदनीयम् ॥)
- ધર્મસંગ્રહણિ-ભાગ ૨ - 30 * * *