________________
* * * * * * * * * * * * * * * * * * કર્મોનું સ્વરૂપ * * * * * * * * * * * * * * * * * *
| "आउयनाम गोत्तं चरिमं पुण अंतराइयं होइ ।।
मूलप्पगडीउ एया उत्तरपगडी अतो वोच्छं ॥६०८॥
(आयुष्कं नाम गोत्रं चरमं पुनरंतरायं भवति । मूलप्रकृतय एताः, उत्तरप्रकृतीरतो वक्ष्ये ॥ आयुष्कं नाम गोत्रं, तत्र एति याति चेत्यायुः अननुभूतमेति अनुभूतं च यातीत्यर्थः, यद्यपि च सर्व कर्म एवंभूतं तथापि पङ्कजादिशब्दवत् रूढिविषयत्वात् आयुःशब्देन पञ्चममेव कर्माभिधीयते । तथा नामयति-गत्यादिविविधभावानुभवनं प्रति प्रवणयति जीवमिति नाम । तथा गूयते-शब्द्यते उच्चावचैः शब्दैरात्मा यस्मात्कर्मणस्तद्गोत्रम् । चरमं-पर्यन्तवर्ति पनरन्तरायं भवति. - अन्तरा-दातप्रतिग्राहकयोरन्तर्विघ्नहेतुतया अयते-गच्छतीत्यन्तरायम् । मूलप्रकृतय एताः, सामान्यविशेषरूपाः प्रकृतय इत्यर्थः । उत्तरप्रकृती:-एतद्विशेषरूपा अतो वक्ष्ये-अत ऊर्वमभिधास्ये इति । इदानीमित्थं क्रमोपन्यासे प्रयोजनमभिधीयते- इहायमात्मा ज्ञानदर्शनस्वरूपस्तत्रापि सर्वा अपि लब्धयो ज्ञानोपयोगे सति भवन्ति नान्यथेति ज्ञानलक्षणप्रथमगुणविघातित्वात् प्रथमं ज्ञानावरणमुपन्यस्तं, तदनु स्थितिसाम्यादुपयोगलक्षणगुणविघातित्वसाम्याच्च दर्शनावरणं, तदनन्तरं च केवलिनमपि यावत् बन्धसद्भावेन बहुबन्धकालत्वात् समानस्थितिकत्वाच्च वेदनीयं, तदनु च सर्वेभ्योऽपि कर्मभ्यः सकाशात् प्रभूतस्थितिकत्वान्मोहनीयं, तदनु च सर्वकर्माधारत्वादायुस्ततोऽपि च प्रभूतप्रकृतिकतया बहवक्तव्यत्वान्नाम, तत ऊर्वं च समानस्थितिकतया गोत्रं, तदनु च पारिशेष्यादन्तरायमिति ॥६०८॥
ગાથાર્થ:-પાંચમું આયુષ્ય, છછું નામ, સાતમું ગોત્ર અને આઠમેં અંતરાયકર્મ છે.આવે અને જાય તે આયુષ્ય, અનનુભૂત (ઉદયમાં) આવે અને અનુભૂત જાય( ક્ષય પામે) તેવું કર્મ. અલબત્ત, બધા જ કર્મો આવા જ છે. એટલે કે અનનુભૂત કર્મો જ ઉદયમાં આવે છે, અને અનુભૂત કર્મો નાશ પામે જ છે. છતાં પણ આયુષ્યમાટે જ આવો પ્રયોગ કરવામાં રૂઢિ જે બળ વાન છે. જેમ કે કાદવમાંથી કમળની જેમ કીડા પણ ઉદ્દભવે છે. છતાં “પંકજ શબ્દથી ‘કમળ અર્થ પ્રાપ્ત થાય છે તેમાં એવી રૂઢિ જ બળવાન છે. (કુદત કે તદ્ધિતાદિ પ્રત્યયોથી જે શોની વ્યુત્પત્તિ મળતી ન હોય અથવા લોકવ્યવહારમાં જે અર્થે શબ્દપ્રયોગ થતો હોય, તે અર્થસાથે શબ્દની વ્યુત્પત્તિને સંબંધ ન હોય તે શબ્દો રૂઢિથી ગણાય છે, જેમ કે ઈન્દ્રમાટે “આમંડલ' શબ્દ. અથવા ભિખારીના છોકરાનું નામ ઇન્દ્ર. ઉપરોક્ત વ્યુત્પત્તિથી અભિધેયઅર્થને જણાવતા શબ્દો યૌગિક કહેવાય, જેમકે દીપક (પ્રકાશે છે માટે) વ્યુત્પત્તિથી સૂચિત અભિધેય ઘણા અર્થોનેક સાંકળતું હોય, ત્યારે એ બધામાંથી એક ચોક્કસ અર્યમાટે જ જયારે શબ્દપ્રયોગ થાય ત્યારે તે યોગરૂઢ કહેવાય. જેમકે પ્રસ્તુતમાં પંકજ, આયુવગેરે. જે શબ્દ કયાંક વ્યુત્પત્તિસૂચિત્ત અભિધેયનો વાચક બને અને કયાંક તભિન્નનો તે યૌગિકરૂઢ કહેવાય. જેમકે ઉર્ભિદ્ વનસ્પતિઆદિ (પૃથ્વીને ભેદીને પ્રગટે) માટે યૌગિક અને યજ્ઞવિશેષ માટે રૂઢ છે.) તેથી આયુષ્ય શબ્દથી પાંચમું કર્મ જ નિર્દેશ પામે છે. જે કર્મ જીવને ગતિવગેરે અનેક ભાવોના અનુભવ તરફ નમાવે, તત્પર કરે તે નામકર્મ. જે કર્મના કારણથી આત્મા ઊંચ, નીચ શબ્દોથી વ્યપદેશ પામે તે ગોત્રકર્મ. છેલ્લે-આઠમું અંતરાયકર્મ છે. દાતા અને ગ્રહણ કરનારની (અંતરન) વચ્ચે વિપ્નના કારણતરીકે આવે તે અંતરાયકર્મ. આ બધી મૂળપ્રવૃતિઓ-સામા વિશેષરૂપે પ્રકૃતિઓ છે. (બધા જ કર્મોનો કર્મ તરીકે નિર્દેશ સામાન્યરૂપ છે. “જ્ઞાનાવરણીય આદિરૂપે નિર્દેશ ને અપેક્ષાએ વિશેષરૂપે છે. તથા મતિજ્ઞાનાવરણીયાદિ પેટાભેલ્વેની અપેક્ષાએ સામાન્યરૂપ છે.) આ પ્રકૃતિઓના વિશેષરૂપે ઉત્તરપ્રવૃતિઓ હવે પછી બતાવશું. હમણાં કર્મની આઠ પ્રકૃતિઓના આ ક્રમથી નિર્દેશ કરવામાં પ્રયોજન બતાવીએ છીએ. કર્મના કમનિર્દેશના હેતુ
આત્મા જ્ઞાન, દર્શનસ્વરૂપવાળો છે. તેમાં પણ આત્મા જયારે જ્ઞાનોપયોગમાં રહ્યો હોય છે, જયારે વિશેષબોધમાં મગ્ન હોય છે ત્યારે જ બધી લબ્ધિઓ ઉત્પન્ન થાય છે, નહીં કે સામાન્ય-દર્શનોપયોગવખતે. તેથી આત્માનો જ્ઞાનગુણ સૌથી મહત્ત્વનો–મુખ્ય છે. તેથી જ તેનું આવરણ કરતું કર્મ જ્ઞાનાવરણકર્મ પ્રથમ દર્શાવ્યું. એ પછી સ્થિતિની સમાનતાના કારણે અને ઉપયોગસ્વરૂપગુણના વિઘાતાત્મકકાર્યની સમાનતાના કારણે બીજા ક્રમે દર્શનાવરણ દર્શાવ્યું. તે પછી આ બન્ને સાથે (જ્ઞાનાવરણ-દર્શનાવરણ) સાથે સ્થિતિની સમાનતાના કારણે અને કેવળીને પણ તેનો બંધ લેવાથી બંધકાળ દીધું હોવાના કારણે ત્રીજા નંબરે વેદનીયકર્મ દર્શાવ્યું. તે પછી બધા જ કર્મોમાં સૌથી વધુ સ્થિતિવાળું હોવાથી ચોથા નંબરે મોહનીયકર્મ બતાવ્યું. તે પછી બધા જ કર્મોના આધારભૂત લેવાથી પાંચમાં નંબરે આયુષ્યકર્મ દેખાડ્યું. તે પછી સૌથી વધુ પ્રકૃતિ (=ઉત્તરભેદ)વાળું અને બહુવક્તવ્યયુક્ત(જેનું વિવરણ અધિકતમ) હેવાથી છઠ્ઠા નંબરે નામકર્મ દેખાડ્યું. નામકર્મની સ્થિતિને સમાન સ્થિતિ હોવાથી સાતમાક્રમે ગોત્રકર્મ સૂચવ્યું. અને પરિશેષન્યાયથી બાકી રહેલા અંતરાયકર્મને આઠમો નંબર આપ્યો. (અહીં કર્મચન્થટીકાદિમાંઆ કમઅંગે આવી પ્રરૂપણા પણ મળે છે.-જ્ઞાન-દર્શન આત્માના પ્રધાન ગુણ છે સર્વકાળભાવી છે, માટે પ્રથમ આવે, તેમાં
+ + + * * * * * * * * * * * * ધર્મસંગ્રહણિ-ભાગ ૨ ના 28 * * * * * * * * * * * * * * *