________________
**** ભોક્તાદ્વાર *
ઉત્તરપક્ષ:- આ દંડ પામેલી વ્યક્તિ ક્લેશદ્વારા સ્વકૃતકર્મના ફળને ભોગવી રહ્યો છે. તેથી સ્વકૃતકર્મફળ-ભોતૃત્વવાદ એકાન્તિક=અવ્યભિચારી છે એમ જ સમજવું. ઘપા एतदेव भावयति
આ જ અર્થનું ભાવન કરે છે–
पुव्विं जमुवत्तं खलु कम्मं तं सगडमो जिणा बिंति ।
तं च विचित्तं आयासभोगफलभेदओ नेयं ॥ ६०० ॥
(पूर्वं यदुपात्तं खलु कर्म तत् स्वकृतं जिना बुवते । तच्च विचित्रमायासभोगफलभेदतो ज्ञेयम् II)
पूर्व - पूर्वस्मिन् भवे काले वा यत् उपात्तं खलु कर्म तत्स्वकृतं जिना ब्रुवते, तच्च स्वकृतमायासफलभोगफलभेदेन વિચિત્ર જ્ઞેયમ્ II૬૦૦ ॥
ગાથાર્થ:- પૂર્વના ભવમાં અથવા એ જ ભવમા પૂર્વના કાળમાં જે કર્મ ઉપાજર્યું હોય, તે કર્મને જિનેશ્ર્વરો સ્વકૃતકર્મ કહે છે. આ સ્વકૃતકર્મમા કેટલાક આયાસફળવાળા હોય છે, અને કેટલાક ભોગફળવાળા હોય છે. આમ એ કર્મ વિચિત્ર (=અનેકસ્વરૂપવાળુ) છે. ૬૦ના
कथमित्याह -
આ વિચિત્રતા કેવી રીતે છે? તે બતાવે છે–
परवंचणादिजोगा जं कयमिहइं किलेसभोगं तं ।
इतरातो भोगफलं बज्झं सहकारिमो तस्स ॥ ६०१ ॥
(परवंचनादियोगाद् यत् कृतमिह क्लेशभोगं तत् । इतरतो भोगफलं बाह्यं सहकारि तस्य ॥)
परवञ्चनादियोगात् यत् कृतमिह जगति कर्म, इकारः पादपूरणे, तदाह - "इजेराः पादपूरणे" इति, तत् क्लेशभोगं क्लेश एव आयास एव भोगो यस्य तत्तथा, इतरस्मात् - परवञ्चनापरिहारादेर्यत्कृतं कर्म तद्भोगफलं- विशिष्टाह्लादख्यसातानुभवफलम् । यत्पुनर्बाह्यं - राजग्रहस्रक्चन्दनादि तत्तस्यैव कर्मणो भोगफलस्य फलदानाभिमुखीभूतस्य सहकारिकारणम् । मो इति निपातः पूरणे । तदन्तरेण प्रायः स्वफलदातृत्वायोगात्, बन्धकाले तथास्वभावतयैवावबद्धत्वादिति ॥ ६०१ ॥ ગાથાર્થ:- (મૂળમાં ‘ઇ, વર્ણ પાદપૂર્તિઅર્થે છે. ઇજેરા: પાદપૂરણે” સૂત્રથી આ વાત સિદ્ધ છે. ઇ, જે અને ૨ પાદપૂર્તિઅર્થે આવે છે.) જગતમાં બીજાને ઠગવાવગેરે કારણે જે કર્મબંધ થાય છે. તે સ્વકૃતકર્મ ક્લેશાત્મક ભોગવાળું હોય છે. અને આ પરવંચનાઆદિના ત્યાગવગેરેથી જે કર્મબંધ થાય છે, અથવા પરવંચનાવગેરે અશુભથી ઇતર=ન્યાયપૂર્વકના વ્યવહાર, દાનવગેરે શુભપ્રવૃત્તિના યોગથી જે કર્મબંધ થાય છે તે સ્વકૃતકર્મ વિશિષ્ટઆહ્લાદરૂપ શાતાના અનુભવાત્મક ભોગફળવાળું હોય છે. રાજગ્રહ, માળા, ચંદનવગેરે બાહ્યવસ્તુઓ પોતાના ફળને દેવા ઉધૃત થયેલા ભોગફળક તે–તે કર્મના સહકારી કારણરૂપે ભાગ ભજવે છે. (મૂળમા ‘મો' પદ પૂરણાર્થે નિપાત છે.)કારણ કે આ બાહ્યવસ્તુઓ વિના કર્મ પ્રાય: પોતાનુ ફળ આપી શકે નહીં. કારણ કે બન્ધકાળે તે કર્મ તેવા સ્વભાવવાળું જ (તે બાહ્યસહકારીને પામી ઉદયમાં આવવું ઇત્યાદિ સ્વભાવયુક્તરૂપે જ) બંધાયું હોય છે. (અહીં આ વચનથી માત્ર સ્વભાવવાદી બૌદ્ધ અને સ્વભાવયોગ્યતાને નહિ સ્વીકારનાર માત્ર સહકારીકારણવાદી અને પ્રાગભાવની કલ્પના કરનારા નૈયાયિકમતનું ખંડન થાય છે. કારણ કે દરેક વસ્તુ તેવા સ્વભાવ, તેવી યોગ્યતાને કારણે અને સહકારીઓની સહાયથી જ અમુક કાર્ય કરે છે.) ૫૬૦૧
વેંચ્યના કર્મો અને વંચનો સંક્લેશ દોષપાત્ર
परवञ्चनादियोगोऽपि जीवस्य कथं भवतीति चेत् ? अत आह
જીવને પરવંચનાદિવગેરેનો યોગ પણ શી રીતે થાય છે? આ શંકાના સમાધાનમા કહે છે.
परवंचणादिजोगो कम्माओ वंचणा य इतरस्स ।
तत्तो च्चिय विनेया इहरा जाइच्छियपसंगो ॥ ६०२ ॥
(परवंचनादियोगः कर्मतो वञ्चना चेतरस्य । तत एव विज्ञेया इतरथा यादृच्छिक प्रसङ्गः ॥
परवञ्चनादियोगो वञ्चकस्य कर्मतः - पूर्वस्वकृततथाविधकर्मणः सकाशाद्भवति, इतरस्यापि - वञ्च्यस्य वञ्चनावञ्च्यमानता तत एव-कर्मणः पूर्वस्वकृताद्विज्ञेया । इत्थं चैतदङ्गीकर्त्तव्यमितरथा स्वकृतकर्मत एव वञ्च्यस्य वञ्चना- ધર્મસગ્રહણિ-ભાગ ૨ -25 +