________________
* * * * * * * * * * * * * * * * * ભોક્તાકાર * * * * * * * * * * * * * * * *
रागादिदोषप्रसक्तिरिति । अत्राह-'तं पियेत्यादि' तदपि च शुभाशुभव्यापारनिमित्तं कर्म ननु तत्कृतमेव-प्रभुकृतमेव, तस्य शुभाशुभव्यापारनिमित्तकरणेऽपि रागादिदोषप्रसक्तिस्तदवस्थैवेति यत्किंचिदेतत् ॥५९५॥
ગાથાર્થ:- “ઈશ્વર એક વ્યક્તિને પ્રાણાતિપાત વગેરે પાપોમાંથી નિવૃત્તિવગેરેરૂપ હિતકર્મના કારણમાં પ્રેરણા કરે છે. અને બીજાને અહિતકારી કર્મના પ્રાણિહિંસા વગેરે કારણમાં પ્રવૃતિ કરાવે છે. એવી કલ્પના વીતરાગ ગણાતા ઈશ્વર અંગે કરવી કેવી રીતે યોગ્ય ગણાય? અર્થાત જરા પણ યોગ્ય ન ગણાય. કેમકે જો ઈશ્વર ઉપર-પ્રમાણે પ્રેરણા કરતો હોય, તો તેને રાગી-બી માનવાની જ આપત્તિ છે.
પૂર્વપક્ષ:- આમ વિચિત્રપ્રેરણા કરવામાં ઇવરના રાગ-દ્વેષ કામ નથી કરતા. પણ પ્રેરાઇ રહેલા જીવોના કર્મોની જ તેવી વિચિત્રતા છે કે જેથી ઇશ્વર જીવોને આમ વિચિત્રરૂપે પ્રેરણા કરે છે. જેમકે જેના હિંસાદિફળ દેતા અશુભ કર્મો ઉદયમાં હોય, તેને ઇશ્વર હિંસાવગેરેમાં પ્રવૃત્ત કરે. અને જેના હિસાનિવૃત્તિવગેરે ફળ દેનારા શુભકર્મો ઉદયમાં હોય તેને ઇશ્વર હિંસાનિવૃત્તિવગેરે શુભમાં પ્રવૃત્ત કરે છે. તેથી આ ઇશ્વર તો જીવના તેવા કેવા કર્મોને આધારે જ પ્રેરણા કરતો હોવાથી તટસ્થ જ છે, નહિ કે રાગઆદિ દોષયુક્ત છે.
ઉત્તરપક:- આ શુભાશભપ્રવૃતિ કરાવનારું કર્મ ખરેખર ઇશ્વરકૃત જ છે. શુભાશુભ પ્રવૃત્તિના નિમિત્તો ઊભા કરવામાં પણ રાગાદિદોષોનો પ્રસંગ છે જ. તેથી ઇશ્વરમાં રાગઆદિ દોષ માનવાનો પ્રસંગ ઊભો જ રહેશે. તેથી તમારી આ બધી વિચારણાઓ સાવ મુફલીસ છે. પ૯પા अथ मा भूदेष दोष इति शुभाशुभव्यापारनिमित्तं कर्म न प्रभुकृतमिष्यते किन्तु जन्तुकृतमेवेत्यत आह
પૂર્વપક્ષ:- આ દોષ ન આવે, એ હેતુથી શુભાશુભ પ્રવૃત્તિમાં નિમિત્તભૂત કર્મો ઈશ્વરકૃત નહિ પણ જીવકૃત છે તેમ સ્વીકારીએ છીએ.
इयरस्स उ कत्तित्ते सिद्धे सामत्थसत्तिसिद्धीओ ।
पहुकप्पणा अविसया भत्तीए नत्थि वाऽविसयो ॥५९६॥ (इतरस्य तु कर्तृत्वे सिद्धे सामर्थ्यशक्तिसिद्धेः । प्रभुकल्पनाऽविषया भक्तेर्नास्ति वाऽविषयः॥) इतरस्य-जन्तोः कर्तृत्वे सिद्धे सति सामर्थ्यशक्तिसिद्धेः-सामर्थ्य प्रतिबन्धवैकल्यासंभवेन परंपरया कार्यकरणयोग्यता शक्तिस्त्वव्यवधानेन तयोः सिद्धेः या प्रभुकल्पना परैः क्रियते सा अविषया-निर्विषया, विषयस्य कर्मप्रेरणलक्षणस्यान्यत एव कर्तजन्तोः सिद्धत्वात् । तस्य हि सामर्थ्य तावत्करणे सिद्धमतः प्रेरणेऽपि तद्भविष्यतीति प्रभुकल्पना निर्विषयैव । यद्वा नैवास्ति भक्तेः कश्चनाप्यविषय इति-भक्तितरलितचित्ततया त्वयैवं परिकल्प्यते इत्यलं स्वदर्शनानुरागाकृष्टचेतसा सह प्रसङ्गेन ॥ तदेवं युक्तिबलप्रवृत्तानुभवसामर्थ्यादात्मा भोक्ता सिद्धः ॥५९६॥
ગાથાર્થ:- ઉત્તરપક્ષ:- જે જીવ કર્તા સિદ્ધ થાય, તો જીવમાં જ કર્મઅંગેનું સામર્થ્ય અને શક્તિ સિદ્ધ થાય છે. અહીં પ્રતિબન્ધ અને વિકલતાના અસંભવથી પરંપરાએ કાર્ય કરવાની યોગ્યતા સામર્થ્ય છે. અને અવ્યવધાનથી= તરતમાં જ કાર્યકરયોગ્યતા શક્તિ છે. જીવમાં જ જો સામર્થ્ય અને શક્તિ સિદ્ધ હોય, તો ઈશ્વરની ક૯૫ના નિર્વિષય બની જશે. કારણ કે કર્મપ્રેરણારૂપ જે અર્થમાટે ઇશ્વરની કલ્પના કરવી છે તે તો ઇશ્વરથી ભિન્ન એવા કર્તા જીવથી જ સિદ્ધ છે. કારણ કે જીવનું જો કર્મકરણમાં સામર્થ્ય હોય, તો પ્રેરણામાં પણ તેનું જ સામર્થ્ય હેઈ શકે. તેથી ઇશ્વરકલ્પના નિર્વિષય છે. અથવા તો ભક્તિનો કોઈ અવિષય નથી. ભક્તિના ભાવમાં તો અકથ્ય કલ્પના પણ સંભવી શકે. પ્રસ્તુતમાં પણ તમે ઈશ્વરને કર્તાતરીકે ૫ો છો, તેમાં તમારું ઈશ્વરપ્રત્યેની ભક્તિથી છલકાયેલું ચિત્ત જ પ્રતિબિંબિત થાય છે. અર્થાત તમારી આ કલ્પના ભક્તિપ્રેરિત છે. તેથી પોતાના મત/સિદ્ધાંત/દર્શનના અનુરાગથી આકર્ષાયેલા ચિત્તવાળા એવા તમારી સાથે વાદપ્રસંગથી સર્યું. આમ યુક્તિબળથી પ્રવૃત અનુભવના સામર્થ્યથી આત્મા ભોક્તાતરીકે સિદ્ધ થાય છે. પા૫૯૬ાા લોક આગમસિદ્ધ સ્વકર્મભોકતત્વ એકાનિક सांप्रतं लोकत आगमतश्च भोक्तृत्वं साधयन्नाहહવે લોકપ્રમાણથી અને આગમથી ભોકતૃત્વની સિદ્ધિ કરતા કહે છે.
लोगेवि एस भोत्ता सिद्धो पायं तहागमेसुं च ।
अविगाणपवित्तीओ णय एतेसिं अपामन्नं ॥५९७॥ (लोकेऽप्येष भोक्ता सिद्धः प्रायस्तथागमेषु च । अविगानप्रवृत्तितो न च एतेषामप्रामाण्यम् ॥)
છે કે જે જે જ
* * * * * * * * * ધર્મસંગ્રહણિ-ભાગ ૨ - 23 * * * * * * * * * * * * * * *