________________
*
* * *
* *
*
*
* * *
* * * *
* * * કર્તાર
*
* *
*
* *
* *
*
* *
*
* *
* *
* * *
શંકા:- પ્રવાહરૂપે પણ તે-તે નિયત વ્યક્તિની અપેક્ષાએ-વૈયક્તિકરૂપે કર્મ કૃતક જ છે. તેથી કેવી રીતે અનાદિપણું આવી શકે? (અહીં કર્મરૂપ વ્યક્તિની વાત છે, જીવરૂપ નહીં, તે ખ્યાલમાં રાખવું.)
સમાધાન:- અહીં સમય-કાળનું દૃષ્ટાન્ન છે. (મૂળમાં “અનુભૂતવર્તમાન પદ ભાવપ્રધાનનિર્દેશવાળું છે. તેથી અનુભૂતવર્તમાનભાવ' તાત્પર્ય છે.) ભૂતકાળ બધો વર્તમાનકાળને અનુભવી-વર્તમાનભાવને અનુભવી અતીતરૂ૫ થયો છે. કારણકે વર્તમાનભાવને પામ્યા વિના અતીતકાળ સંભવે નહિ. કહ્યું જ છે-“તે જ અતીત થાય છે કે જેણે વર્તમાનપણાને પ્રાપ્ત કર્યું છે. તે જ ભવિષ્ય છે કે જે વર્તમાનપણાને પામવાનું છે” “અતીતાબાસમય' (“મો નિપાત વાક્યપૂરણાર્થે છે.) માં સમય ૫દ કાળસામાન્યનું જ સૂચન કરે છે, નહિ કે કાળના પ્રતિનિયત નિર્વિભાગ અંશનું; કારણ કે એ નિરંશ પ્રતિનિયત સમય એકરૂપ જ લેવાથી પ્રવાહરૂપ બની ન શકે. અને તો પ્રસ્તુતમાં જે અર્થે તેનું દૃષ્ટાન્નતરીકે ઉપાદાન છે, તે અર્થમાં તેનું દૃષ્ટાન્ન અસંગત બની જાય. વળી, ‘સમય’ શબ્દથી “સંકેતવગેરે અર્થો પણ નીકળી શકે. તેથી તે બધાનો વ્યવચ્છેદ કરવા કાળવાચી “અદ્ધા'પદને વિશેષણરૂપે મુક્યું છે. તેથી અહીં કાળસૂચક જ ‘સમય’ શબ્દ સમજવાનો છે. અલબત્ત, “અદ્ધા પદથી કાળસામાન્યનું સૂચન થઇ જાય છે. તેથી સમય'પદનો ઉપયોગ અપ્રસ્તુત છે એવી આશંકા જન્મ.પણ તે આશંકા કરવી નહિ. કારણ કે આમ ‘સમય’પદના ઉપાદાનથી સૂચવવું છે કે કયારેક એકપદ વ્યભિચારસ્થળે વિશેષણ વિશેષ્યને અવ્યભિચારી હોય પણ વિશેષ્ય વિશેષણને વ્યભિચારી હોય તેવા સ્થળે પણ) વિશેષણ અને વિશેષ્યનો પ્રયોગ થવો જોઇએ. તેથી જ આવા પ્રયોગ દેખાય છે કે – પૃથ્વી દ્રવ્ય, પાણી દ્રવ્ય ઈત્યાદિ. (આ સ્થળે પૃથ્વીત્વ, જળવવગેરે દ્રવ્યત્વને અવ્યભિચારી છે. જયારે દ્રવ્યત્વ પૃથ્વીત્વવગેરેને વ્યભિચારી છે, કેમકે તેજ વગેરેમાં પણ રહે છે.) તેથી “અદ્ધાસમય પ્રયોગ નિર્દોષ છે. અતીત અને અદ્ધાસમયપદના કર્મધારય સમાસથી બનેલા “અતીતઅદ્ધાસમય' પદથી અતીકાલનું સૂચન થાય છે. આ દેષ્ટાન્ન છે. તાત્પર્ય:- જેમ અતીતકાળે વર્તમાનભાવ અનુભવ્યો હોવા છતાં પ્રવાહથી અનાદિ છે. તેમ કર્મ વ્યક્તિરૂપે કૃતક (કાર્યરૂપ) હોવા છતાં પ્રવાહથી અનાદિ હોઈ શકે છે.–હોય છે તેથી દોષ નથી. પ૭૩ अथोच्येत-तस्याप्यतीतकालस्य कथमनादिमत्ताऽवगम्यत इति? अत आहશંકા:- આ અતીતકાળનું પણ અનાદિપણું કેવી રીતે જાણી શકાય? આના સમાધાનમાં કહે છે.
तस्सवि य आदिभावे अहेतुगत्ता असंभवो चेव
परिणामिहेतुरहियं न हि खरसिंगं समुब्भवइ ॥५७४॥ (तस्यापि चादिभावेऽहेतुकत्वादसंभव एव । परिणामिहेतुरहितं न हि खरशृङ्गं समुद्भवति ॥ तस्यापि च-अतीताद्धासमयस्य आदिभावे इष्यमाणे सति पूर्वं परिणामिकारणाभावेनाहेतुकत्वादसंभव एव प्राप्नोति। न हि परिणामिहेतुरहितमिह जगति खरशृङ्गं समुद्भवन्नु(दुपलभ्यते । यदि पुनः परिणामिहेतुमन्तरेणाप्ययमतीतः कालो भवेत्ततो विशेषाभावात् तदपि समुद्भवेदिति । स्यादेतत्, यदि कालो नाम कश्चिद्भवेत् तदा तस्यादिमत्त्वमनादिमत्त्वं वा चिन्त्येत, यावता स एव न विद्यते, तत्कथमतीतकालो ज्ञातमिति ॥५७४ ॥
ગાથાર્થ:- સમાધાન:- જે, અતીતકાળસમયનો પણ આદિભાવ આરંભભાવ ઈચ્છશો, તો એ આરંભકાળપૂર્વે તેના પરિણામિકારણનો અભાવ હોવાથી આરંભભાવ અeતક સ્વીકારવો પડશે. અને અહેતકઉત્પત્તિ અસંભવિત હોવાથી અતીતકાળ અને તેના આરંભનો અસંભવ જ આવીને ઊભો રહેશે. આ જગતમાં ક્યાંય પરિણામિકારણ વિના વસ્તુની ઉત્પત્તિ દેખાતી નથી. ગધેડાના શિંગડાનું પરિણામિકારણ ન હોવાથી તેઓ ક્યાંય ક્યારેય ઉત્પન્ન થતાં દેખાતા નથી. વળી જો, અતીતકાળ હોઈ શકે, તો ગધેડાના શિંગડા પણ હોવા જોઈએ, કેમકે બન્ને સ્થળે પરિણામિકારણનો અભાવ સમાનતયા છે. અહીં કાળ' તત્વ જ પરિણાધિકારણતરીકે ઇષ્ટ છે, કેમકે તે જ અતીતાધિરૂપે પરિણામ પામે છે. અતીતનો આરંભ માનો તો કાળનો આરંભ માનવો પડે, તો કયા પરિણામિકારણમાંથી અતીતરૂપે પરિણત કાળ ઉદ્ભવ્યો તે વિચારવું પડે. તેવું કોઈ કારણ મળતું ન હોવાથી પરિણામકારણનો અભાવ માનવાની આપત્તિ છે. આમ કાળનો અતીતપર્યાય અનાદિ છે, પણ વર્તમાનક્ષણની પૂર્વેક્ષણ સુધી જ છે, તેથી સાત છે. વર્તમાનપર્યાય એક ક્ષણિક જ હોવાથી સાદિ સાત છે, અને અનાગતપર્યાય વર્તમાનક્ષણની ઉત્તરક્ષણથી શરુ થવાથી સાદિ છે, પણ તેનો અંત ન હોવા થી અનંત છે.)
પૂર્વપક્ષ:- જો “કાળ' જેવી કોઈ વસ્તુ હોય, તો તેના આદિભાવ-અનાદિભાવ વગેરેઅંગે વિચાર યોગ્ય ગણાય.પણ કાળનામની કોઈ વસ્તુ જ જગતમાં વિદ્યમાન નથી. તેથી અતીતકાળનું ઉદાહરણ કેવી રીતે યોગ્ય ગણાય? પ૭૪
જ જે * * * * * * * * * * * ધર્મસંગ્રહણિ-ભાગ ૨ - 14 * * * * * * * * * * * * * * *